બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / 16 વર્ષની એક્ટ્રેસના ઈન્ટીમેટ સીન જોઈને ભડક્યાં લોકો, કહ્યું- આ ન હોવું જોઈએ

મનોરંજન / 16 વર્ષની એક્ટ્રેસના ઈન્ટીમેટ સીન જોઈને ભડક્યાં લોકો, કહ્યું- આ ન હોવું જોઈએ

Nirav Kumar

Last Updated: 06:13 PM, 29 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક ટીવી શો વિવાદમાં આવ્યો છે. જેમાં એક કિશોર વયની એક્ટ્રેસે ઇન્ટિમેટ સીન આપ્યા હોવાથી આ વિવાદ થયો છે.

ટીવી શો "રિમઝીમ - છોટી ઉમર બડા સફર" એક મોટા વિવાદમાં આવ્યો છે. આ શોમાં મુખ્ય કલાકારો વચ્ચેના ઇન્ટિમેટ સીન દર્શાવવામાં આવ્યા હતા. જેના લીધે   વિવાદ થયો હતો. આ શો એક કિશોરી અને એક એડલટ વ્યક્તિની સ્ટોરી છે. જેમાં 16 વર્ષની યાશિકા શર્મા અને 24 વર્ષીય હિમાંશુ અવસ્થી રોલ કરે છે.

  • કયા સીન વિવાદનું બન્યું કારણ

બુધવાર 28 જાન્યુઆરીના રોજ દંગલ ટીવીએ એક સીન પ્રસારિત કર્યું જેમાં સમીર (હિમાંશુ) રિમઝીમ સામે પોતાનો શર્ટ ઉતારે છે અને તેને પોતાની તરફ ખેંચે છે. જોકે તેનો બ્લાઉઝ ઉતરતો જોતાની સાથે જ તે તેના પર પોતાનો શર્ટ પહેરાવી દે છે. આ સીનનો એન્ડિંગ બંનેની ક્લોઝનેસ સાથે પૂરો થાય છે. બીજા એક સીનમાં આ બંને કલાકારોને શરૂઆતમાં બેડ પર એકસાથે બતાવવામાં આવ્યા હતા. આ સીને પણ વિવાદ પેદા શરુ કર્યો હતો.

vtv app promotion

આ શોના એપિસોડના કેટલાક સીન  રેડિટ પર શેર કરવામાં આવી રહ્યા છે. જેમાં પૂછવામાં આવી રહ્યું છે કે, "15 વર્ષની છોકરી કઈ દુનિયામાં આવા ઇન્ટીમેન્ટ સીન શૂટ કરે છે?" એકે લખ્યું હતું કે, "આ  લીગલ જ કેમ છે?" અન્ય લોકોએ દલીલ કરી કે સગીર છોકરીઓને અનેક ટીવી શોમાં આવા સીન માટે કાસ્ટ કરવામાં આવે છે.

તો અમુક લોકો કહી રહ્યા હતા કે, યાશિકાના માતાપિતાએ આ બાબતે ચર્ચા કરવી જોઈએ અને તેમની પુત્રીને આવા સીન કરવાથી અટકાવવી જોઈએ. હવે અંગે ન તો આર્ટીસ્ટ કે ન તો પ્રોડક્શન હાઉસે આ બાબતે હજુ સુધી કોઈ જવાબ આપ્યો છે.

વધુ વાંચો : બાબૂરાવ વિના નહીં બને હેરા ફેરી 3? પરેશ રાવલે કર્યો મોટો ખુલાસો, કહી આ વાત

ઉલ્લેખનીય છે કે, અગાઉ જ્યારે રીમ શેખનો સેહબાન અઝીમ સાથેનો રોમેન્ટિક સીન શૂટ કરવામાં આવ્યો હતો ત્યારે પણ ખુબ વિવાદ થયો હતો. જેમાં ફેંસે આ શોને ટ્રોલ કર્યો હતો અને તેનો વિરોધ કર્યો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

TV show Intimate Scenes Rimzeem
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ