બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / People were in deep sleep and 632 people died in the earthquake

હાહાકાર / લોકો ગાઢ નિંદ્રામાં હતા અને 632 લોકોને ભરખી ગયો કાળ: મોરોક્કોમાં ભૂકંપના કારણે તબાહી, 12મી સદીની મસ્જિદમાં પણ નુકસાન

Kishor

Last Updated: 08:04 PM, 9 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુએસ જીઓલોજિકલ સર્વે અનુસાર શુક્રવારે મોડી રાત્રે એટલે કે 11:11 વાગ્યે મોરોક્કોના દક્ષિણ પશ્ચિમ મારકેશમાં ભૂકંપ આવતા 632 લોકોને એકી સાથે કાળ ભરખી ગયો હતો.

  • મોરોક્કોમાં જોરદાર ભૂકંપનો આંચકો
  • ગાઢ નિંદ્રામાં સુતેલા 632 લોકોને એકી સાથે કાળ ભરખી ગયો
  • યુએસ જીઓલોજિકલ સર્વે અનુસાર શુક્રવારે મોડી રાત્રે ભૂકંપ

મોરોક્કોમાં ભયાનક ભૂકંપે તબાહી સર્જી દીધી છે. પ્રચંડ ભૂકંપને લઈને ગાઢ નિંદ્રામાં સુતેલા 632 લોકોને એકી સાથે કાળ ભરખી જતા કરુણ દ્રશ્યો સર્જાયા હતા. યુએસ જીઓલોજિકલ સર્વે અનુસાર શુક્રવારે મોડી રાત્રે એટલે કે 11:11 વાગ્યે મોરોક્કોના દક્ષિણ પશ્ચિમ મારકેશમાં ભૂકંપ આવ્યો હતો. સત્તાવાર રીતે જાહેર થયેલ વિગત અનુસાર આ ભૂકંપ 6.8ની તીવ્રતાનો હોવાનું સામે આવ્યું છે.


મોતનો આંકડો 632 પર અટક્યો 
મારકેશના દક્ષિણપશ્ચિમમાં 18.5 કિલોમીટરની ઊંડાઈએ પ્રચંડ આંચકા અનુભવાયા હતા. આ ઘટનાની કરુણતા એ છે કે અત્યાર સુધીમાં 632 લોકોના મોત થયા હોવાનું માહિતી રિપોર્ટમાં સામે આવ્યું છે. ગૃહમંત્રીએ ભૂકંપના કારણે 296 લોકોના મોત થયાનું જણાવ્યું હતું જોકે મોતનો આ ગોઝારો શિલશિલો યથાવત રહેતા આંકડો 632 પર અટક્યો છે. પર્યટન શહેર મારકેશના વિસ્તારમાં 27 લોકો અને દક્ષિણમાં ઓઅરઝાઝેટ પ્રાંતમાં પણ અન્ય ચાર લોકોના મોત થયા છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા વીડિયો અનુસાર ભૂકંપના આંચકાને કારણે સામાન અને મકાન પત્તાના મહેલની માફક પડ્યા હતા.

છાશવારે બને છે ભૂકંપ

મહત્વનું છે કે મોરોક્કોના ઉત્તરીય પ્રદેશ આફ્રિકન અને યુરેશિયન પ્લેટો વચ્ચે આવેલ હોવાથી છાશવારે ભૂકંપનો ભોગ બને છે. 2004 માં, ઉત્તરપૂર્વ મોરોક્કોમાં ભૂકંપને પગલે 628 લોકોના મોત અને 926 ઘાયલ થયા હતા. જ્યારે 1980 માં પડોશી અલ્જેરિયામાં ઇતિહાસમાં સૌથી મોટો ભૂકંપ આવતા 2,500 લોકોના મોત અને 300,000 લોકો આશરા વિનાના બન્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ