people of Panchmahal will patch this party whose votes will be cut
જનમત એક્સપ્રેસ /
પંચમહાલની જનતા આ પક્ષનો પેચ કરશે વધુ મજબૂત કોના, મત કપાશે, જુઓ જનતાનો મિજાજ
Team VTV10:37 PM, 01 Dec 22
| Updated: 10:42 PM, 01 Dec 22
VTVની જનમત એક્સપ્રેસ પંચમહાલ જિલ્લામાં પહોંચી હતી. આ દરમિયાન લોકોના મત જાણ્યા હતા.
ચુંટણીને લઇને પંચમહાલના લોકોનો કેવો છે મિજાજ?
વિકાસના રસ્તા ધુળિયા કેમ?
નેતાઓ વિશે બોલતા ડરે છે લોકો
ગુજરાત વિધાનસભાની ચુંટણીના બીજા તબક્કાના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે આજે VTVની જનમત એક્સપ્રેસ પંચમહાલ જિલ્લાના મતદારોના મનની વાત જાણવા માટે પહોંચી હતી. જનતમ એક્સપ્રેસ પંચમહાલ જિલ્લાના અનેક વિસ્તારોમાં પ્રવાસ કર્યો હતો આ દરમિયાન ક્યાંક લોકોમાં રોષ તો ક્યાંક ડર જોવા મળ્યો હતો. તો બીજી બાજુ કેટલાક વિસ્તારોમાં લોકો વિકાસથી ખુશ પણ જોવા મળ્યા હતા. જો કે પરિવર્તન થશે કે પૂનરાવર્તન તે તો 8 ડિસેમ્બરે જ જાણી શકાશે.
મુદ્દાઓની રાજનીતિથી જનતા કેટલી ખુશ
સૌથી પહેલા જનમત એક્સપ્રેસ ગોધરા ખાતે પહોંચી હતી. ત્યારબાદ ગોધરાથી આગળ કાલોલ તાલુકાના સૌથી મોટા ગામ વેજલપુર ખાતે પહોંચી. ત્યારબાદ હિંમતપુર, કાલોલના ડેરોલ ગામ, હાલોલ પહોંચી હતી. જ્યાં વિકાસની વાતો વચ્ચે ઘુળિયા રસ્તાઑ દેખાયા હતા.જેમાં નેતાઓની દબંગાઈથી લોકોનો અવાજ દબાયેલો હોય તેવું પણ લાગ્યું હતું. કારણ કે, લોકો ખૂલીને બોલવાથી ડરતા હતા. આ ઉપરાંત પંચમહાલના રાયણવાડી અને પાવાગઢ ખાતે ક્યાંક વિકાસ ઉડીને આંખો વળગ્યો હતો તો ક્યાંક વિકાસના પથથી લોકો ખુશ જોવા મળ્યા હતા. અહી પણ ચૂંટણી મુદ્દે બોલવાલથી લોકો દૂર ભાગતા હતા.