બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Peanuts contribute to weight gain, Do not eat peanuts

હેલ્થ / જો તમે પણ આ 4 બીમારીઓથી સપડાયેલાં છો? તો ભૂલથી પણ ન ખાતા મગફળી, જાણો કારણ

Pooja Khunti

Last Updated: 10:14 AM, 11 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

WINTER TIPS: મગફળીની અંદર તમામ પ્રકારના પોષક તત્વ હોય છે. જેનાં કારણે તેને સસ્તા બદામ પણ કહેવામાં આવે છે. લોકો શિયાળામાં મગફળીને ખાવાનું ખૂબજ પસંદ કરે છે. પરંતુ ઘણાં લોકો માટે આ જોખમી હોઇ શકે. જાણીએ કયા લોકોએ મગફળી ન ખાવી જોઈએ.

  • મગફળીના સેવનથી આ દર્દીઓને થાય છે અનેક સમસ્યા 
  • મગફળીનાં સેવનથી પેટમાં દુ:ખાવો થઈ શકે 
  • મગફળીની અંદર લેક્ટિન હોય છે જે દુ:ખાવા અને સોજાને વધારી દે છે 

શિયાળાની ઋતુમાં લોકોને મગફળી ખાવી ખૂબજ ગમે છે. મગફળી ખાવામાં સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્ય માટે ખૂબજ ગુણકારી હોય છે. સ્વાસ્થ્ય માટે ગુણકારી માનવામાં આવતી મગફળીને સસ્તા બદામ પણ કહેવામાં આવે છે.  તેની અંદર પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફાયબર, આયર્ન અને ફેટી એસિડ જેવાં અનેક તત્વ હોય છે. જે શિયાળામાં શરીરને ગરમ રાખે છે.  તેની સાથે મગફળીનું સેવન ઘણી બિમારીઓમાં ગુણકારી પણ છે.  સ્વાસ્થ્ય નિષ્ણાંત મુજબ ઘણાં લોકો માટે મગફળીનું સેવન નુકશાનકારક સાબિત થઈ શકે છે. 

એસિડિટી 
જે લોકોને એસીડીટીની સમસ્યા હોય તેમણે મગફળીનું સેવન ન કરવું જોઈએ. મગફળીનાં વધુ પડતાં સેવનથી તમારું પેટ ખરાબ થઈ શકે છે. તમને ગેસની સમસ્યા પણ થઈ શકે છે. મગફળીનાં સેવનથી પેટમાં દુ:ખાવો, ગેસ અને પેટનું ફૂલવું જેવી અનેક સમસ્યાઓ થઈ શકે છે. 

સાંધાનો દુ:ખાવો 
જે લોકોને સાંધાનાં દુ:ખાવાની સમસ્યા હોય તે લોકોએ મગફળીનું સેવન ન કરવું જોઈએ. મગફળીની અંદર લેક્ટિન હોય છે જે દુ:ખાવા અને સોજાને વધારી દે છે.  જેનાં કારણે દુ:ખાવાની સમસ્યા વધી શકે છે. 

હાઇ બ્લડ પ્રેશર 
જે લોકોને હાઇ બ્લડ પ્રેશરની સમસ્યા હોય, તે લોકોએ પણ મગફળીનું સેવન ન કરવું જોઈએ. સ્વાસ્થ્ય નિષ્ણાંત મુજબ મગફળીની અંદર સોડિયમની માત્રા વધુ હોય છે.  જ્યારે શરીરમાં સોડિયમની માત્રા વધી જાય ત્યારે બ્લડ પ્રેશર વધવા લાગે છે.  

એલર્જી 
એલર્જી જેવી સમસ્યામાં પણ મગફળી ખાવાનું ટાળવું જોઈએ. એલર્જીનાં કિસ્સામાં મગફળીનું સેવન કરવાથી ખંજવાળ, સોજા, ઉલ્ટી, અને શ્વાસ લેવામાં તકલીફ જેવી અનેક સમસ્યાઓ થઈ શકે. જે લોકોને સ્થૂળતાની તકલીફ હોય તેવા લોકોએ પણ મગફળીનું સેવન ન કરવું જોઈએ. મગફળીની અંદર કેલરી અને ફેટની માત્રા વધુ હોય છે. જેથી વજન વધવા લાગે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ