ભણતરનું ઘેલું / ગુજરાતની આ શાળાએ એક મોર જે રોજ વિદ્યાર્થી બનીને ભણવા આવે છે, રજા પડે એટલે જતો રહે છે

Peacock learn with student in school Mahuva Surat

પક્ષીઓનું સાંનિધ્ય કોને ન ગમે. પરંતુ પંખીઓનો સ્વભાવ આકાશમાં વિહરવાનો છે. તે ભાગ્યે જ આપણી નજીક આવે છે. પરંતુ હા તેને જ્યારે આપણામાં વિશ્વાસ ઉત્પન્ન થાય પછી તે આપણી સાથે એવાં તો ભળી જાય છે કે, પછી નથી તો આપણાથી દૂર જતાં કે નથી તો આપણે દૂર જવા દેતાં. પક્ષીઓની વાત નીકળી છે તો ચાલો આજે અમે તેમને એક એવો મોર બતાવીશું કે જે દરરોજ શાળાએ ભણવા જાય છે અને બાળકો સાથે જ કલાસરૂમમાં અને શાળાના પરિસરમાં આખો દિવસ વીતાવે છે. કેવો છે આ મોર અને કેવો લાગ્યો છે તેને શાળાનો રંગ જોઈએ....

બ્રેકિંગ ન્યૂઝ