બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભારત / પાવાગઢ પર 'વસેલા' તીર્થકંર નેમિનાથ શ્રીકૃષ્ણના પિત્રાઈ, પરણવા જતાં એવું જોયું કે જાન પાછી વળાવી
Hiralal
Last Updated: 10:21 PM, 17 June 2024
પાવાગઢ પર્વત પર 500 વર્ષ જુની મૂર્તિઓ હટાવવાના મામલે જૈન સમુદાયના ભારે વિરોધ પ્રદર્શન બાદ આખરે મૂર્તિઓને જે જગ્યાએથી હટાવાઈ હતી તે જગ્યાએ ફરી સ્થાપિત કરવાનો નિર્ણય લેવાયો છે. જે જૈન તીર્થંકરની મૂર્તિઓ હટાવાઈ હતી તેનું નામ નેમિનાથ છે અને તેઓ જૈનના 22મા તીર્થંકર હતા. તેમનો ઈતિહાસ પણ દંગ મૂકે તેવો છે. ભગવાન નેમિનાથ જૈન ધર્મના 22મા તીર્થંકર છે અને તેમનો કાળ મહાભારતનો ઈ. સ. પૂર્વે લગભગ 1000 વર્ષ હોવાનું મનાય છે.
ADVERTISEMENT
#WATCH | Gandhinagar: On Pavagadh Jain temple issue, Gujarat Minister Harsh Sanghvi says, "Pavagadh is a historic land. Many Jain teerthankars' statues had been established on the mountains of Pavagadh...No trust, organisation or individual has the right to demolish such historic… pic.twitter.com/WzCiptEZoM
— ANI (@ANI) June 17, 2024
નેમિનાથ શ્રીકૃષ્ણના પિત્રાઈ
ADVERTISEMENT
ધાર્મિક માન્યતા અનુસાર, નેમિથાન ભગવાન શ્રીકૃષ્ણના પિત્રાઈ ભાઈ હતા. તેમના પિતાનું નામ સમુદ્રવિજય અને માતાનું નામ શિવાદેવી હતું. તેમનો જન્મ મથુરામં યાદવ કૂળમાં થયો હતો. તેઓ યાદવ વંશના રાજા અંધકવૃષ્ણીના જયેષ્ઠ પુત્ર સમુદ્રવિજયના પુત્ર હતા. અંધકવૃષ્ણીના સૌથી નાના પુત્ર વાસુદેવથી ભગવાન કૃષ્ણ ઉત્પન થયાં હતા. આ પ્રકારે નેમિનાથ અને શ્રીકૃષ્ણ પિત્રાઈ ભાઈ હતા. તેમને ગિરનાર પર્વત પર કૈવલ્યની પ્રાપ્તિ થઈ હતી અને ઉજ્જેન અને ગિરનાર પર્વત પર નિર્વાણ પામ્યાં હોવાનું મનાય છે.
શું છે નેમિનાથની કથા
ADVERTISEMENT
કથા છે કે મથુરામાં જ્યારે નેમિનાથ નાના હતા તે વખતે કૃષ્ણ ભગવાન પણ ત્યાં જ હતા. એક દિવસની વાત છે નેમિનાથ શ્રી કૃષ્ણ ભગવાનની યુદ્ધશાળામાં જઈ ચડ્યા અને ત્યાં પડેલા સાધનો કૂતુહલથી જોવા લાગ્યાં અને અચાનક તેમના હાથમાં એક શંખ આવ્યો અને તેમણે વગાડતાં ખૂબ મોટો અવાજ થયો. ભગવાન કૃષ્ણને પણ નવાઈ લાગી કે અને તપાસ કરાવી કે આવો શંખ કોણ વગાડે છે. શ્રીકૃષ્ણ ભગવાને સેવકોને તપાસ કરવા કહ્યું કે મારા જેવો જ શંખનાદ કોણ કરે છે? જાણવા મળ્યું કે શંખનાદ કરનાર આપનો ભાઈ નેમિકુમાર છે. સમયને વીતવા ક્યાં વાર લાગે છે.
ભગવાન શ્રી કૃષ્ણની આઠ રાણીઓ ઉદ્યાનમાં ક્રીડા માટે લઈ
ADVERTISEMENT
એક વખત, ભગવાન શ્રી કૃષ્ણની આઠ રાણીઓ નેમિકુમારને ઉદ્યાનમાં ક્રીડા માટે લઈ ગઈ. તેમણે નેમિકુમારને ખૂબ આનંદ કરાવ્યો. રાણીઓ નેમિકુમારને લગ્ન કરવા માટે ખૂબ મનાવી રહી હતી. પરંતુ નેમિકુમારે હા કે ના ન કીધી; તેઓ માત્ર હસ્યા. જેનો અર્થ રાણીઓએ લગ્ન માટે હા સમજી લીધો.
યુદ્ધમાં શત્રુઓ પર બાણ નહોતાં ચલાવતાં
ADVERTISEMENT
નેમિનાથ ભગવાન રાજકુંવર હોવાથી યાદવકુળમાં યુદ્ધના સમયે એમને પણ જોડાવું પડતું હતું. ભગવાન બાણવિદ્યામાં અત્યંત નિપુણ હોવા છતાં પણ યુદ્ધના સમયે કોઈને બાણથી મારતા ન હતા; પણ, કોઈનું બાણ દ્વારા ધનુષ તોડતા, તો કોઈનો મુગટ પાડતા, કોઈના રથ પર બાણ મારતા, તો કોઈના બાણ જ ઉડાવી દેતા, કે જેથી કરીને સામેવાળો શત્રુ નિ:સહાય થઈ જતો હતો. નેમિનાથ ભગવાન કોઈની હિંસા કર્યા વિના કે નુકસાન પહોંચાડ્યા વિના યુદ્ધ કરતા હતા.
પોતાના લગ્નમાં ભોજન માટે પ્રાણીઓ જોતાં પરણવાની ના પાડી
ADVERTISEMENT
નેમિકુમાર હવે લગ્નની ઉંમરે પહોંચ્યાં ત્યારે તેમનું સગપણ દ્વારિકામાં રહેતા રાજા ઉગ્રસેનની કુંવરી રાજેમતી સાથે નક્કી થયા. લગ્નનો દિવસ આવ્યો, જાન જોડાઈ. નેમિકુમારના વરઘોડાની અપરંપાર શોભા જોવા કહેવાય છે કે દેવો પણ ઉમટ્યાં હતા. રાજા ઉગ્રસેને જાનનું સ્વાગત કરવા ભવ્ય તૈયારીઓ કરી હતી. જાનૈયાનાં ભોજન માટે રસોડાની બાજુના વંડામાં હરણ, સસલા વગેરે અનેક જાતના પશુઓ પુરવામાં આવેલા હતા જે બધા જાનૈયાનું ભોજન બનવાના હતા. વરરાજા નેમિનાથે આ જોયું અને તેમનો જીવ કકળી ઉઠઅયો અને તેમણે પૂછ્યું કે આ બધા પ્રાણીઓને અહીં કેમ બાંધી રાખવામાં આવ્યાં છે. જાણવા મળ્યું કે તેમને કાપીને રાંધીને જાનૈયાને પીરસવાનું હતું, બસ થઈ રહ્યું, આટલું સાંભળીને નેમિનાથ દ્રવી ઉઠ્યાં અને તેમણે પરણવાની ધરાર ના પાડી દીધી. આ પછી તેમણે બધા પ્રાણીઓને છોડી મૂકીને રથ પાછો વળાવ્યો. ઘણું સમજાવવા છતાં પણ એકના બે ન થયાં અને ન પરણ્યાં તે ન જ પરણ્યાં. આ સમયે દેવોએ આવી ગૃહસ્થાશ્રમ ત્યાગી જગકલ્યાણ અર્થે દીક્ષા લેવા વિનંતી કરતાં નેમિનાથે એક હજાર રાજા સાથે દીક્ષા લીધી. તેમની થનારી પત્ની રાજેમતી પણ વૈરાગ્ય જાગ્યો અને તેઓ પણ નેમિનાથ પ્રભુ પાસે દીક્ષા લઈ આત્મકલ્યાણના માર્ગે વળ્યા. દુષ્કર તપ કરી નેમિનાથ પ્રભુ ગિરનાર પર્વત પર પધાર્યા. ત્યાં પ્રભુને કેવળજ્ઞાન થયું અને અહીં નિર્વાણ પામ્યાં.
શું હતો પાવાગઢ મૂર્તિ વિવાદ
ગુજરાતના પાવાગઢ પર્વત પર કાળકા માતાના મંદિર તરફ જતી પ્રાચીન સીડીની બાજુમાં સ્થાપિત 500 વર્ષ જૂની જૈન તીર્થંકર નેમિનાથની મૂર્તિઓ હટાવાઈને બીજે શિફ્ટ કરવામાં આવી હતી જે પછી જૈન સમુદાય દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરાયું હતું અને મૂર્તિઓને તેના ઠેકાણે સ્થાપિત કરવાની માગ કરાઈ હતી. આ પછી ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ચર્ચા કરી હતી અને જૈન સમુદાયની લાગણીને માન આપીને મૂર્તિઓને તેના મૂળ સ્થાને સ્થાપિત કરવાનો આદેશ અપાયો હતો. સંઘવીએ કહ્યું કે આ મૂર્તિઓ સદીઓ પહેલા ત્યાં મૂકવામાં આવી હતી. લોકો આ મૂર્તિઓની પૂજા કરતા હતા. આ પ્રતિમાઓને હટાવવાની પરવાનગી ક્યારેય કોઈ ટ્રસ્ટ કે વ્યક્તિને આપવામાં આવી નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.