બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ધર્મ / ગુજરાત / અન્ય જિલ્લા / Patan Kungher village in The temple of witch mother is located

દેવ દર્શન / હાઈકોર્ટ ઓફ કુણઘેર: માતાજીના થાય છે જ્યોત સ્વરુપે જ દર્શન, પ્રેતયોનિમાંથી પ્રગટ્યા હતા દેવી

Dinesh

Last Updated: 07:24 AM, 2 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેવ દર્શન: પાટણનાં કુણઘેર ગામે આવેલુ ચુડેલધામ સમગ્ર પાટણ જીલ્લામાં શ્રદ્ધા અને ભક્તિનું એક અનેરું મહત્વ ધરાવે છે. પાટણ હારીજ રોડ પર આવેલા કુણઘેર ગામે ચુડેલમાતાજીના મંદિરે ભાવિકો પોતાની મનોકામના લઈ દર્શને આવે છે.

પાટણ પંથકના કુણઘેર ગામે ચુડેલ માતાજીનુ મંદિર આવેલું છે  એક જમાનામાં લોકો ચુડેલ નામ સાંભળતા ડરતા હતા જ્યારે હાલ સમયે એવી તો કરવટ બદલી છે કે લોકો ચૂડેલને પૂજતા થયા છે. ભાવિકોની ચૂડેલમાતામાં અતૂટ શ્રદ્ધા છે. લોકો પોતાની મનોકામના સાથે માતાજીના દ્વારે આવે છે અને તેમની સાચી શ્રદ્ધા આસ્થાથી તે પૂર્ણ પણ થાય છે. દર રવિવારે માતાજીના મંદિરે મેળાનો માહોલ સર્જાય છે.  

પાટણ પંથકના કુણઘેર ગામે ચુડેલ માતાજીનુ મંદિર
પાટણનાં કુણઘેર ગામે આવેલુ ચુડેલધામ સમગ્ર પાટણ જીલ્લામાં શ્રદ્ધા અને ભક્તિનું એક અનેરું મહત્વ ધરાવે છે. પાટણ હારીજ રોડ પર આવેલા કુણઘેર ગામે ચુડેલમાતાજીના મંદિરે ભાવિકો પોતાની મનોકામના લઈ દર્શને આવે છે. અને તે મનોકામના પૂર્ણ પણ થાય છે. લોક વાયકા મુજબ કુણઘેર ગામે આજથી ૨૫૦ વર્ષ પહેલા ચુડેલ પ્રેત યોનિમાંથી દેવી તરીકે પૂજાવા લાગ્યા હતા. જેથી કુણઘેર ગામના રાયચંદદાસ પટેલે ગામની આથમણી દિશામાં એક વરખડીના ઝાડ નીચે ચુડેલ માતાની પાંચ ઇટોની ડેરી બનાવી હતી. ગામના લોકો દિવસે દિવસે ચુડેલમાતાની ડેરીમાં આસ્થા ધરાવવા માંડ્યા અને તેમની બાધા માનતા ચુડેલ માતા પાસે માનવા લાગ્યા જે માનતાઓ પૂર્ણ થતા સમય સાથે ચુડેલ માતાની આસ્થા અતુટ બનવા પામી અને દૂર દૂરથી ભાવિકો માતાજીના મંદિરે દર્શને આવવા લાગ્યા જે અવિરત ચાલુ છે. કુણઘેર ગામે ૧૯૯૧માં ચુડેલ માતાનું નવીન મંદિર બનાવવામાં આવ્યું હતું જેમાં માતાજીની ડેરીની અખંડ જ્યોત ચાલુ રાખવામાં આવી હતી. મંદિરમાં ફક્ત ચુડેલ માતાની જ્યોતના એટલે કે જ્યોત સ્વરુપે જ દર્શન થાય છે. મંદિરમાં કોઈ ભુવા નથી કે કોઈ જ માનતા કે દોરા ધાગા આપવામાં આવતા નથી લોકો પોતાની શ્રદ્ધાથી જ માનતા રાખે છે.  


 
હાઈકોર્ટ ઓફ કુણઘેર તરીકે ઓળખવામાં આવે છે
માતાજીના મંદિરમાં ચુડેલ માતાની જ્યોત સામે સાચી શ્રદ્ધાથી બાધા અથવા ફરિયાદ કરવામાં આવે તો ચુડેલ માતાજી તેનુ નિરાકરણ લાવે છે અને એટલે જ માતાને હાઈકોર્ટ ઓફ કુણઘેર તરીકે ઓળખવામાં આવે છે. ચુડેલ માતાના મંદિરે ભાવિકો રવિવારે વિશેષ પ્રમાણમાં આવે છે સમગ્ર પાટણ તેમજ ગુજરાતભરમાંથી ભક્તો માતાની જ્યોતના દર્શને કરવા આવે છે અને દર્શન કરી ધન્યતા અનુભવે છે. જે પણ શ્રદ્ધાળુઓની માનતા પૂરી થાય છે તે લોકો માતાજીને ચુંદડી ચડાવે છે. અને તે ચુંદડી મંદિર પ્રશાસન દ્વારા મંદિર પરિસરમાં લટકાવવામાં આવે છે. મંદિરમાં પ્રવેશ કરતાની સાથે જ વિશાળ પ્રમાણમાં ચુંદડીઓ જોવા મળે છે. સમગ્ર મંદિર પરિસરને રંગબેરંગી ચૂંદડીઓથી સુશોભિત કરવામાં આવ્યું છે. સમગ્ર કુણઘેર ગામ ચુડેલ માતાને ગામની દેવી કહે છે અને નિયમિત પૂજે પણ છે. ચુડેલધામે કુણઘેર ગામને સમગ્ર ગુજરાતભરમાં આગવી ઓળખ અપાવી છે આજે કુણઘેર ગામ ચુડેલ ધામ તરીકે ઓળખાય છે. ભક્તો તેમની રાખેલી બાધા આખડી પૂર્ણ થતા માતાને ત્યાં શીશ નમાવવા અચુક આવે છે. 

રવિવારે વિશેષ ભાવિકો આવે છે
ચુડેલધામ મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોને કોઈ તકલીફ કે અસુવિધા ના પડે તેની પણ વિશેષ કાળજી રાખવામાં આવે છે. મંદિરે શુદ્ધ પીવાના પાણીથી માંડી નજીવા દરે ભોજનની વિશેષ વ્યવસ્થા મંદિર પરિસરમાં કરવામાં આવી છે. બહારગામથી આવતા શ્રદ્ધાળુઓ માટે રહેવાની ઉત્તમ સુવિધા પૂરી પાડવામાં આવે છે. મંદિરમાં કોઈ જ પ્રકારના ભેદભાવ રાખવામાં આવતા નથી ચુડેલ માતાના મંદિરે આવતા દરેક ભાવિકોને એક સમાન ગણવામાં આવે છે. મંદિરે મંગળવાર તેમજ રવિવારે વિશેષ ભાવિકો આવે છે. 

વાંચવા જેવું: ગુજરાતમાં અહીં બિરાજે છે કળીયુગના જીવતા જાગતા દેવ, શ્રી રામની આજ્ઞા સાથે જોડાયેલો છે ઈતિહાસ

લોકો માતાજીને ચુંદડી ચડાવે છે
દર્શનાર્થીઓ માંતાજીને ચુંદડી, સાકર, શ્રીફળ, ફૂલોના હાર તેમજ પેંડાનો પ્રસાદ ધરાવે છે. ઘણા ભાવિકોની બાધા માનતા પૂરી થતા માતાજીના વરખડીના ઝાડ પર ચુંદડી બાંધે છે તો માનતા કે બાધાના ગરબા ઘોડિયા અને માનતા બાધા ઉપર આવેલા બાળકોના ફોટા પણ મંદિરમાં રાખવામાં આવે છે. સંધ્યાકાળની આરતીમાં મોટા પ્રમાણમાં દર્શનાર્થીઓ આરતીના દર્શન લેવા ઉમટે છે આરતી સમયે સમગ્ર કુણઘેર ગામ અને ચુડેલધામનું વાતાવરણ ભક્તિમય બની જાય છે પાટણ જિલ્લામાંથી લઈને સમગ્ર ગુજરાત ભરમાંથી શ્રદ્ધાળુ પોતાની માનતા બાધા અને આખડી પૂરી કરવા કુણઘેર ગામે ચુડેલ માતાના મંદિરે આવે છે. લોકોને માતાજી પર અતૂટ શ્રદ્ધા છે અને જ્યાં શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની કોઈ જરૂર નથી

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ