બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Partner not liable for abetment of suicide due to love failure: Delhi High Court

ન્યાયિક / ઈશ્કમાં નિષ્ફળ આશિક જાન આપી દે તો પ્રેમિકાને દોષી ન માની શકાય- હાઈકોર્ટનો ચુકાદો

Hiralal

Last Updated: 03:11 PM, 17 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હી હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપતાં એવું કહ્યું કે જો ઈશ્કમાં નિષ્ફળતાં મળતાં કોઈ પ્રેમી જાન આપી દે તો તેને માટે પ્રેમિકાને દોષી ન ગણી શકાય.

દિલ્હી હાઈકોર્ટે પ્રેમ સંબંધોને લઈને મહત્વની ટિપ્પણી કરી છે. એક કેસની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે કહ્યું છે કે, પ્રેમ નિષ્ફળ ગયા બાદ જો કોઇ યુવક આત્મહત્યા કરે તો તે મહિલાને દોષી ઠેરવી શકાય નહીં. હાઇકોર્ટમાં સુનાવણી કરી રહેલા જસ્ટિસ અમિત મહાજને કહ્યું કે, જો કોઇ નબળી માનસિકતા ધરાવતી વ્યક્તિ આવું પગલું ભરે તો તેના માટે અન્ય કોઇ વ્યક્તિને દોષી ઠેરવી શકાય નહીં. પ્રેમની નિષ્ફળતાને કારણે જો કોઈ પ્રેમી આત્મહત્યા કરે છે, પરીક્ષામાં નબળા પ્રદર્શન માટે વિદ્યાર્થી આત્મહત્યા કરે છે, જો કોઈ ક્લાયન્ટ કેસ બરતરફ થયા પછી આત્મહત્યા કરે છે, તો મહિલા, સુપરવાઇઝર, વકીલને આત્મહત્યા માટે ઉશ્કેરવા માટે જવાબદાર ઠેરવી શકાય નહીં.

વધુ વાંચો : શેર માર્કેટમાં સતત ત્રણ દિવસના ઘટાડા વચ્ચે ચમકી ઉઠ્યાં આ 3 શેર, રોકાણકારો માલામાલ

પ્રેમિકા પર હતો પ્રેમીને આપઘાત માટે ઉશ્કેરવાનો આરોપ 
કોર્ટે મહિલા અને અન્ય એક પુરુષને આત્મહત્યા માટે ઉશ્કેરવા બદલ આગોતરા જામીન આપ્યા હતા. મૃતકના પિતાએ કરેલી ફરિયાદના આધારે એફઆઈઆર નોંધવામાં આવી હતી. અરજદાર મહિલા આત્મહત્યા કરનાર વ્યક્તિ સાથે પ્રેમસંબંધમાં હતી. જ્યારે બીજો અરજદાર તેનો કોમન ફ્રેન્ડ હતો. અરજદારોએ મૃતક સાથે શારીરિક સંબંધો બાંધ્યા છે અને ટૂંક સમયમાં જ એકબીજા સાથે લગ્ન કરવાના છે તેમ કહીને ઉશ્કેર્યા હોવાના આક્ષેપો થયા હતા.

મૃતક લાગણીશીલ હતો, આત્મહત્યાની ધમકી આપતો 
કોર્ટે કહ્યું કે વોટ્સએપ ચેટ્સ પ્રથમ દ્રષ્ટિએ બતાવે છે કે મૃતક સંવેદનશીલ પ્રકૃતિનો હતો.  જ્યારે પણ મહિલા વાત કરવાની ના પાડતી ત્યારે તે તેને આત્મહત્યાની ધમકી આપતો હતો. સુનાવણી દરમિયાન કથિત સુસાઇડ નોટની હકીકતની તપાસ કરવામાં આવશે. અરજદારો તરફથી કોઈ ઉશ્કેરણી કરવામાં આવી હતી કે કેમ તે પણ જોવામાં આવશે.
મૃતકે સ્યુસાઇડ નોટ પણ મૂકી હતી, જેમાં મહિલા તેમજ અન્ય એક વ્યક્તિ પણ જવાબદાર હતી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Delhi High Court verdict Delhi High court suicide abetment delhi HC
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ