બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ગુજરાત / અમદાવાદ / Partial relief from the cold in Gujarati: Although the temperature will drop again after 48 hours, know the weather

આગાહી / ગુજરાતીઓને ઠંડીમાં આંશિક રાહત: જોકે 48 કલાક બાદ ફરી તાપમાનનો પારો ગગડશે, જાણો હવામાન

Vishal Khamar

Last Updated: 10:06 AM, 13 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં ઠંડીમાં આંશિક ઘટાડો થતા લોકોએ થોડી રાહત અનુભવી છે. ત્યારે 48 કલાક બાદ પણ તાપમાનનો પારો ગગડવાની શક્યતા છે. આવતીકાલે ઉત્તરાયણને લઈને પતંગ રસિયાઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

  • રાજ્યમાં ઠંડીમાં આંશિક ઘટાડો નોંધાયો
  • 48 કલાક પછી તાપમાનનો પારો ગગડવાની શક્યતા
  • નલિયા 6.4 ડિગ્રી તાપમાન સાથે ઠંડુગાર

 ઉત્તરાયણનાં તહેવારને લઈ પતંગ રસીયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ઉત્તર પશ્ચિમથી ઉત્તર પૂર્વીય દિશામાં પવનની ગતિ જોવા મળી રહી છે.  રાજ્યમાં ઠંડીમાં આંશિક ઘટાડો નોંધાયો છે. હજુ પણ 48 કલાક પછી તાપમાનનો પારો ગગડવાની શક્યતા છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 16.5 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે નલિયા 6.4 ડિગ્રી તાપમાન સાથે ઠંડુંગાર રહ્યું હતું. જ્યારે રાજકોટમાં 13, વડોદરામાં 16.6 અને સુરતમાં 19.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે ડીસામાં 11.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 

સૌથી વધુ ઠંડી નલિયામાં નોંધાઈઃ હવામાન વિભાગ
હવામાન વિભાગે જણાવ્યું છે કે, ઉત્તરાયણના દિવસે રાજ્યમાં સારો પવન ફુંકાશે તેમજ 15-20 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાશે. સાથો સાથ જણાવી દઈએ કે, ઉત્તરથી- ઉત્તર પૂર્વ તરફ પવન ફુંકાશે. તાપમાનની વાત કરીએ તો સૌથી વધુ ઠંડી નલિયામાં નોંધાઈ છે. જ્યાં તાપમાન 6.4 ડિગ્રી નોંધાયું છે.  જ્યારે અમદાવાદમાં 16.5 ડિગ્રી, ગાંધીનગરમાં 13.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. નલિયામાં સૌથી ઓછું 6.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વધુમાં હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું છે કે, આગામી 5 દિવસ વરસાદની કોઈ સંભાવનાઓ નથી. 

વધુ વાંચોઃ અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરીના કેસમાં મોટો ખુલાસો, દોઢ વર્ષમાં જ 14 એજન્ટોએ જુઓ કેવો ખેલ પાડી દીધો?

ઉત્તરાયણ પર સારો એવો પવન રહેવાની શક્યતાઃ અંબાલાલની આગાહી
અંબાલાલ પટેલે જણાવ્યું કે, અમદાવાદમાં પતંગના રસિકો માટે સારા સમાચાર છે. આ વખતે પવનની ગતિ સારી રહેશે. આ વખતે ઉત્તરાયણ ઉપર વાતાવરણ સાનુકૂળ રહેશે. ઉત્તરાયણના રોજ ઠંડા પવનો ફૂંકાય તેવી શક્યતા જોવા મળી રહી છે.' એટલે કે એમ કહી શકાય કે આ વખતે ઉત્તરાયણ પર સારો એવો પવન રહેવાની શક્યતા છે. અત્રે નોંધનીય છે કે, હાલ સમગ્ર રાજ્ય (Gujarat)માં ઠંડીનું જોર યથાવત છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ