બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Parshotam Rupala Request to file a complaint against
Last Updated: 05:56 PM, 30 March 2024
લોકસભાની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ઉગ્ર બન્યો છે. જેમાં વિવિધ નિવેદન બાજીઓએ પણ જોર પકડ્યું છે. ત્યારે રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈ આપેલા નિવેદનને લઈ બે બે વાર માફી માંગ્યા બાદ પણ ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
પરશોતમ રૂપાલા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવાની કરી માગ
ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાના નિવેદનને લઈ આણંદમાં ક્ષત્રિય સેના, મહાકાલ સેના અને રાજપૂત યુવા સંગઠને સંયુક્ત રીતે આવેદનપત્ર પાઠવ્યું છે. સાથો સાથ પરશોતમ રૂપાલા વિરૂદ્ધ ફરિયાદ નોંધવાની પણ માગ કરી છે. કલમ 156(1) અને 352 મુજબ ફરિયાદ નોંધવા માગ કરી આણંદમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. સમાજના આગેવાનોએ કહ્યું કે, ક્ષત્રિય સમાજને ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલન કરાશે
ADVERTISEMENT
મહેસાણામાં આવેદન પત્ર પાઠવવામાં આવ્યું
મહેસાણામાં પણ શહેર રાજપૂત સમાજ ટ્રસ્ટ દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું છે, જેમાં જણાવ્યું છે કે, પરશોતમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિરૂદ્ધ જાહેર મંચ ઉપરથી અભદ્ર ટીપ્પણી કરતુ ભાષણ કરેલ હોઈ સમગ્ર દેશમાં ક્ષત્રિય સમાજને માનહાની થઈ છે અને સમગ્ર સમાજની લાગણી દુભાવી છે. જેથી વડાપ્રધાન અને પ્રદેશ અધ્યક્ષને વિનંતી છે કે, રૂપાલાજીની ઉમેદવારી પત્ર રદ કરવા અમારી માંગણી છે.
વધુ વાંચોઃ હું ભાજપના તમામ પદેથી રાજીનામું આપું છું', પરષોત્તમ રૂપાલાના નિવેદન બાદ હવે રાજ શેખાવતના પાર્ટીને 'રામ-રામ'
પદ્મિનીબાએ શું કહ્યું હતું ?
પરષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ પર કરેલ વિવાદ ધીમે ધીમે વધી રહ્યો છે. ત્યારે ક્ષત્રિય સમાજ દ્વારા પરષોત્તમ રૂપાલાની ટિકિટ પરત ખેંચવાની માંગને લઈ ક્ષત્રિય સમાજમાં મતમતાંતર જોવા મળી રહ્યો છે. કરણી સેનાનાં મહિલા અધ્યક્ષ પદ્મિનીબા વાળાએ નિવેદન આપ્યું હતું કે, ક્ષત્રિય સમાજ અંગે નિર્ણય કરનારા જયરાજસિંહ કોણ છે? ગઈકાલે જે સંમેલન મળ્યું તે રાજકીય સંમેલન હતું. રુપાલાની ટિકિટ રદ્દ કરવામા આવે તેવી અમારી માંગ છે. જયરાજસિંહ સમાજનાં નિર્ણય ન લઈ શકે. અમે રુપાલાને માફ નથી કર્યા. અમારો વિરોધ ચાલુ રહેશે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.