બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / Politics / અમદાવાદ / After Parshottam Rupala statement now Raj Shekhawat party will be called 'Ram-Ram'

લોકસભા ચૂંટણી 2024 / હું ભાજપના તમામ પદેથી રાજીનામું આપું છું', પરષોત્તમ રૂપાલાના નિવેદન બાદ હવે રાજ શેખાવતના પાર્ટીને 'રામ-રામ'

Vishal Khamar

Last Updated: 01:09 PM, 30 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટ લોકસભાનાં ભાજપનાં ઉમેદવાર દ્વારા ક્ષત્રિય સમાજ પર કરેલ ટિપ્પણીને લઈ સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે.કરણી સેનાના પ્રમુખે ભાજપનાં પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી દેતા ખળભળાટ મચી જવા પામ્યો હતો.

કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતે આજે ભાજપનાં પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દેતા વિવાદ વધવા પામ્યો છે. ત્યારે ભાજપનાં રાજકોટ લોકસભા બેઠકનાં ઉમેદવાર પુરુશોત્તમ રુપાલા દ્વારા કરેલ વિવાદિત નિવેદનને લઈ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમજ ક્ષત્રિય સમાજ દ્વારા પુરુશોત્તમ રુપાલાની ટિકીટ રદ્દ કરવાની માંગ પણ કરવામાં આવી છે. ગોંડલમાં ગઈ કાલે યોજવામાં આવેલી ક્ષત્રિય સમાજની બેઠકને કરણી સેનાનાં પ્રમુખ રાજ શેખાવતે ભાજપ પ્રેરિત ગણાવી વિરોધ કર્યો હતો. 

રાજ શેખાવત ક્યારે ભાજપમાં જોડાયા હતા
તા. 24 નવેમ્બર 2022 નાં રોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા અનેક નેતાઓ-આગેવાનો અલગ-અલગ રાજકીય પક્ષોમાં જોડાઇ રહ્યા હતા. ત્યારે કરણી સેનાના પ્રદેશ પ્રમુખ પણ તેઓનાં સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા. રાજ શેખાવત હમેંશા રાજપૂત સમાજના મુદ્દા ઉઠાવતા રહ્યા છે.  તેમજ કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતે ખુદ ફેસબુક ઉપર પોસ્ટ કરી ભાજપમાં જોડાવાની પુષ્ટિ કરી હતી. 

વધુ વાંચોઃ શું સાબરકાંઠા લોકસભા બેઠક પરથી બદલાશે ઉમેદવાર? વિવાદ વચ્ચે આજે આગેવાનો સાથે CMની બેઠક

કોણ છે રાજ શેખાવત ? 
કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવત એક સમયે BSFમાં સેવા આપતા હતા. હવે તેઓ અમદાવાદમાં એક ખાનગી સુરક્ષા એજન્સી પણ ચલાવે છે. હાલમાં રાજ શેખાવત કરણી સેનાના ગુજરાત પ્રમુખ તરીકે સમગ્ર રાજ્યમાં જાણીતા છે.અગાઉ તેમની આગેવાની હેઠળની કરણી સેનાએ ગુજરાતમાં સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'પદ્માવત'નો વિરોધ કર્યો હતો. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ