બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
આ રીતે જો આપનું પાનકાર્ડ આધાર સાથે લિંક નહીં થાય તો તેનો ઉપયોગ કોઇ પણ પ્રકારની લેણદેણ પણ નહીં થઇ શકે. તે અમાન્ય થઇ જશે. જો કે સરકારે હજી સુધી એ સ્પષ્ટ નથી કર્યુ કે એક વાર જો આપનું પાનકાર્ડ નિષ્કિય થઇ જશે તો તે સમય સીમા બાદ પણ રિ-એક્ટિવેટ કરી શકાશે કે નહીં.
ADVERTISEMENT
સુપ્રીમ કોર્ટે પણ જણાવ્યું ફરજિયાત લિંક કરવું જરૂરી
31 માર્ચનાં રોજ રજૂ કરવામાં આવેલી સૂચના અનુસાર નાણાંમંત્રાલયે એ સ્પષ્ટ કહ્યું હતું કે જો કોઇની પાસે પાન અથવા તો આધાર કાર્ડ બંને છે તો તેને જોડવું એ ફરજિયાત છે. આ વર્ષની શરૂઆતમાં સુપ્રીમ કોર્ટે પણ પાન-આધાર લિંકને ફરજિયાત બનાવતા કહ્યું કે, આયકર અધિનિયમની કલમ 139AA ને યથાવત રાખી હતી.
ADVERTISEMENT
આ રીતે કરાવો પાન કાર્ડ સાથે કરો તમારું આધાર લિંક
Follow કરો આ સ્ટેપ્સઃ
- આયકર વિભાગની ઇ-ફાઇલિંગ વેબસાઇટ www.incometaxindiaefiling.gov.in ને ઇન્ટરનેટ પર ઓપન કરો.
- અહીં ડાબી તરફ આપવામાં આવેલા લાલ રંગના Link Adhaar પર આપ ક્લિક કરો.
- જો આપનું આયકર એકાઉન્ટ નહીં બન્યું હોય તો આપ પહેલા રજિસ્ટ્રેશન કરાવી લો.
- ક્લિક કરતા જ એક પેજ ખુલશે કે જેમાં આપે આધાર નંબર, પાનકાર્ડ નંબર અને આધાર અનુસાર આપનું નામ ભરવાનું રહેશે.
- ત્યાર બાદ આપ નીચે આપવામાં આવેલ કૈપ્ચા કોડને ટાઇપ કરો.
- જાણકારી ભર્યા બાદ નીચે દેખાતા Link Adhaar ઓપ્શન પર ક્લિક કરો.
- ત્યાર બાદ આપનું પાન કાર્ડ આધાર સાથે લિંક થઇ જશે.
ADVERTISEMENT
આ રીતે જાણી શકશો કે શું છે આપનાં આધાર-પાનકાર્ડ લિંકનું Status?
- આયકર વિભાગની વેબસાઇટ www.incometaxindiaefiling.gov.in પર જવાનું રહેશે.
- અહીં આપે Link Aadhaar નાં નામથી ઓપ્શન હશે.
- આ ઓપ્શન પર ક્લિક કર્યા બાદ એક વિન્ડો ખુલશે.
- આ વિન્ડોમાં આપને લાલ રંગથી બ્લિંક કરતા Click here પર ક્લિક કરવાનું રહેશે.
- એક નવું પેજ પછી ખુલશે કે જેમાં પાનકાર્ડ નંબર અને આધાર નંબર આપે આપવાનો રહેશે.
- ત્યાર બાદ આપનું કાર્ડ લિંક થયું કે નહીં તેનું Status આપને ખ્યાલ આવી જશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.