અમદાવાદની પલક સોંદરવા દેશ-વિદેશમાં ભારતનું નામ રોશન કર્યુ છે, થાઈલેન્ડમાં ડ્રેગન બોટિંગની એશિયન ચેમ્પિયનશીપમાં તે મેડલ મેળવી ચુકી છે
અમદાવાદની પલક સોંદરવા વિદેશમાં ભારતનું નામ રોશન કર્યું
રમતવીર બનીને પલકે સંતોષ માન્યો નથી તે સામાજિક સેવા પણ કરે છે
પલક સોંદરવાના નામે અનેક સિદ્ધિઓ છે
સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય. આ કહેવતને સાર્થક કરનાર છે અમદાવાદની પલક સોંદરવા. પલકે માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ ભારતનું નામ રોશન કર્યુ છે
પલકની પાણીદાર સિદ્ધિ
વ્યવસ્થાનો અભાવ હોય પરંતુ કોઈ વ્યકિતએ નક્કી કરી લીધું હોય કે મારે સફળતા મેળવવી જ છે તેને કોઈ અડચણ સફળતા મેળવતા રોકી શક્તી નથી. અમદાવાદની પલક સોંદરવા એક પછી એક મુશ્કેલી ઓળંગતી ગઈ અને સફળતાના શિખર સર કરતી ગઈ. પલકની એક સિદ્ધિ જ તેની સફળતાની વ્યાખ્યા કરવા માટે પૂરતી છે અને તે એ કે થાઈલેન્ડમાં ડ્રેગન બોટિંગની એશિયન ચેમ્પિયનશીપમાં તે મેડલ મેળવી ચુકી છે
અડચણની વચ્ચે મેળવી સફળતા
નૌકા સ્પર્ધામાં પલક સોંદરવાએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે, એટલુ જ નહીં પરંતુ 1 હજાર મીટર અને 200 મીટરની સ્પર્ધામાં પલકે બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે, ગુજરાતમાં નૌકા સ્પર્ધા માટે રમતવીરો તૈયાર થાય તેવી કોઈ વ્યવસ્થા નથી તેમ છતા પલકે હાર ન માની અને તેણે ફાયરબ્રિગેડની રેસ્ક્યુ બોટમાં પ્રેક્ટીસ કરી. માત્ર રમતવીર બનીને પલકે સંતોષ માન્યો નથી, એ સિવાય પણ પલક સામાજિક સેવાના જે કાર્ય કરે છે.
વોટર સ્પોર્ટસ એક એવુ ક્ષેત્ર છે કે જેમાં કોઈ ખેલાડી ધારે તો આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવી શકે છે, ત્યારે પલક જેવા ખેલાડીઓને જરૂર છે યોગ્ય અને આધુનિક તાલિમની પછી કોઈ તાકાત નથી કે તેની સિદ્ધિને અટકાવી શકે.