બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Pakistani Viral Girl In Love With Shubhman Gill After Virat Kohli Post Photo Watch Viral Video Love Khaani

સરહદીય પ્યાર / VIDEO : કોહલી બાદ શુભમન પર આવ્યું પાકિસ્તાની છોકરીનું દિલ, વીડિયોમાં આ રીતે કર્યો પ્રેમનો એકરાર

Hiralal

Last Updated: 03:40 PM, 19 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાની વાયરલ ગર્લને હવે શુભમન ગિલ પસંદ પડ્યો છે અને તેણે હોટલમાં જઈ રહેલા શુભમન ગિલનો વીડિયો બનાવીને શેર કર્યો છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Love Khaani (@lovekhaani)

  • પાકિસ્તાની વાયરલ ગર્લ હવે શુભમન ગિલ પર થઈ ફિદા
  • હોટલમાં જતી વખતનો શુભમન ગિલનો વીડિયો બનાવ્યો
  • આ છોકરીને કોહલી પણ છે ખૂબ પસંદ

પાકિસ્તાનની વાયરલ ગર્લને તેના દેશના ક્રિકેટના ખેલાડીઓ કરતાં ભારતના ખેલાડીઓ વધારે ગમી રહ્યાં છે. આ વાયરલ ગર્લનો થોડા સમય પહેલાનો વિરાટ કોહલી સાથેનો વીડિયો વાયરલ થયો હતો. વીડિયોમાં છોકરીએ કહ્યું હતું કે તેને તેના દેશના કેપ્ટન બાબર આઝમ કરતાં કોહલી વધારે પસંદ છે તે વખતે તેને સ્પસ્ટ કહ્યું હતું કે તે કોહલીને પ્રેમ કરે છે પરંતુ હવે આ વાયરલ ગર્લને બીજા ભારતીય ક્રિકેટર પસંદ પડ્યો છે અને તેની સાથે પ્યારનો એકકાર કરતો વીડિયો બનાવ્યો છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Love Khaani (@lovekhaani)

પાકિસ્તાની યુવતીએ શુભમન ગીલ સાથેનો વીડિયો બનાવ્યો
વિરાટ કોહલીની દિવાની આ પાકિસ્તાની ગર્લ પર હવે ટીમ ઈન્ડીયાના સ્ટાર શુભમન ગીલનો જાદુ ચઢી રહ્યો છે. એશિયા કપ જીત્યા બાદ આ પાકિસ્તાની યુવતીએ ફરી એકવાર ભારતને જીત માટે અભિનંદન પાઠવ્યા છે. આ સાથે જ તેણે શુભમન ગિલનો એક વીડિયો પણ શેર કર્યો છે. વીડિયોના બેકગ્રાઉન્ડમાં બોલીવૂડનું ગીત "દિલ મેં હૈ પ્યાર તેરા લિપ્સ પે ગિતવા..." વાગે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે શુભમન ગિલ જે હોટલમાં એન્ટ્રી લઈ રહ્યો છે ત્યાં આ પાકિસ્તાની વાયરલ યુવતી પણ ઉભી છે. આ પછી તે શુભમન ગિલને દેખાડતી વખતે પોતાનો હસતો ચહેરો બતાવે છે. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર લવ ખાની નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. યુવતીએ પોતાના એકાઉન્ટ પર શુભમન ગિલ સાથેનો ફોટો પણ શેર કર્યો છે અને જણાવ્યું છે કે તે શુભમન ગિલને મળી ચૂકી છે અને તે ખૂબ જ ડાઉન ટુ અર્થ છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Love Khaani (@lovekhaani)

કોહલી સાથે પણ વીડિયો બનાવી ચૂકી છે પાક.ગર્લ
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનની આ વાયરલ ગર્લને કોહલી પણ ખૂબ પસંદ છે અને તેની સાથે પણ વીડિયો બનાવી ચૂકી છે. આ પહેલા શેર કરવામાં આવેલા વીડિયોમાં યુવતીએ કહ્યું હતું કે, તે વિરાટ કોહલીને સૌથી વધુ પસંદ કરે છે અને ભારત-પાકિસ્તાનની મેચમાં તે બંને દેશોને સપોર્ટ કરવા આવી હતી. યુવતીના બંને ગાલ પર બંને દેશોના ઝંડા હતા. છોકરીના ઈન્સ્ટાગ્રામ પર તમને ઘણા એવા વીડિયો જોવા મળશે, જેમાં તે ભારતીય ખેલાડીઓને સપોર્ટ કરી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ