બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / pakistani actor moammar rana calls priyanka chopra bhayanka kala namak maid

OMG / સસ્તી લોકપ્રિયતા મેળવવાના ધંધા? પાકિસ્તાની એક્ટરે પ્રિયંકા ચોપડાને ભયાનક કહી, નોકરાણી જેવા શબ્દો પણ વાપર્યા, ફેન્સ થયા લાલચોળ

Arohi

Last Updated: 01:02 PM, 25 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Priyanka Chopra: પાકિસ્તાનના એક એક્ટરે પ્રિયંકા ચોપરાને લઈને એવી વાતો કહી છે જેને સાંભળીને યુઝર્સ ગુસ્સે ભરાઈ ગયા છે. એક્ટરે પ્રિયંકાને ભયાનક કહી દીધી છે આટલું જ નહીં નોકરાણી જેવા શબ્દો પણ વાપર્યા છે.

  • પ્રિયંકા માટે આ શું બોલ્યો પાકિસ્તાની અભિનેતા 
  • પ્રિયંકાને કહી દીધી ભયાનક અને નોકરાણી 
  • પ્રિયંકાના ફેન્સ ગુસ્સામાં થયા લાલચોળ

પ્રિયંકા ચોપડા બોલિવુડ એક્ટ્રેસથી ગ્લોબલ આઈકોન બની ચુકી છે. દેશ અને દુનિયામાં તેના ટેલેન્ટ અને સુંદરતાને લઈને ચર્ચા થઈ રહી છે. જોકે પાકિસ્તાની એક્ટર મુઅમ્મર રાણાને આમ નથી લાગતું. 49 વર્ષના મુઅમ્મર રાણાએ પાકિસ્તાની યુટ્યુબર નાદિર અલીની પોડકાસ્ટમાં હાજરી આપી હતી. આ સમયે તેમણે પ્રિયંકા ચોપડાને લઈને એવી વાત કહી જેને સાંભળીને કોઈને પણ ગુસ્સો આવી શકે છે. 

પોડકાસ્ટથી સામે આવેલા એક વીડિયોમાં નાદિર, મુઅમ્મરને પુછવામાં આવ્યું કે તેમને કયા સેલેબ અત્યાર સુધી ભયાનક લાગ્યા છે. તેમને તેના પર પ્રિયંકા ચોપડાનું નામ લીધું. સાથે જ એક્ટરે પ્રિયંકાને કાળા નક અને નોકરાણી પણ કહી.  

પ્રિયંકા પર ક્રશ તે દિવસે ખતમ થઈ ગયો 
મુઅમ્મર રાણાએ એક કિસ્સો સંભળાવતા કહ્યું કે એક વખત તેમની મુલાકાત પ્રિયંકા ચોપડા સાથે થઈ હતી. એક્ટ્રેસ એક ઈવેન્ટમાં તેમના બાજુમાં આવીને બેઠી હતી અને તે તેમને ઓળખી ન શકી. રાણાએ કહ્યું તેમનો પ્રિયંકા પર ક્રશ તે દિવસે પુરો થઈ ગયો હતો. 

ત્યાં જ 'ગદર-2' એક્ટ્રેસ અમીષા પટેલને રાણાએ અસલી સુંદર મહિલા ગણાવી હતી. તેમનું કહેવું છે કે અમીષાના ચહેરાના એક્સપ્રેશન તેમને પસંદ છે. આ કહેતા તે શરમાતા પણ જોવા મળ્યા. 

ગુસ્સે થયા સોશિયલ મીડિયા યુઝર્સ 
મુઅમ્મર રાણા અને નાદિર અલીને પ્રિયંકા ચોપડા વિશે આ ખરાબ વાતો કરતા જોઈ સોશિયલ મીડિયા યુઝર્સ ગુસ્સે થઈ ગયા. બન્નેને વીડિયોના કમેન્ટ સેક્સમાં ખૂબ ખરાબ વાતો સંભળાવવામાં આવી રહી છે. 

એક યુઝરે કમેન્ટમાં લખ્યું, "આ શું મેડ છે. હકીકતે આ લોકોનું મગજ ગટમાં છે." બીજા એક યુઝરે લખ્યું, "બે મર્દ આરામથી બેસીને એક મહિલાને બોડીશેમ કરી રહ્યા છે અને તેને ભદ્દા નામોથી બોલાવી રહ્યા છે. આજના કલ્ચર વિશે આ ઘણુ બધુ કહે છે."    

અન્ય એક યુઝરે લખ્યું, "હું પ્રિયંકાનો ફેન નથી પરંતુ જરૂર કહીશ કે શોના હોસ્ટનો કોઈ ક્લાસ નથી. કેટલી શરમજનક ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે. બ્લેક સોલ્ટ, નોકરાણી, ભયાનક, આ બધુ શું છે?"

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ