બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Pakistan reacted to the explanation of former High Commissioner of India in Pakistan Ajay Bisaria

પ્રતિક્રિયા / ''જ્યારે મિસાઈલ હુમલાના ડરથી થરથરી ગયું પાક અને અડધી રાત્રે PM મોદીને કર્યો ફોન', પૂર્વ અધિકારીના દાવા બાદ પાકિસ્તાન તમતમી ગયું"

Kishor

Last Updated: 09:51 PM, 12 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાનમાં ભારતના પૂર્વ હાઈ કમિશનર અજય બિસારિયાના ખુલાસા પર પાકિસ્તાને પોતાની પ્રતિક્રિયા આપી છે.

  • પાકિસ્તાનમાં ભારતના પૂર્વ હાઈ કમિશનર અજય બિસારિયાના ખુલાસાનો મામલો
  • પાકિસ્તાને પોતાની પ્રતિક્રિયા આપી
  • પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે અજય બિસારિયાની બુકની ટીકા કરી

પાકિસ્તાનમાં ભારતના પૂર્વ હાઈ કમિશનર અજય બિસારિયાના ખુલાસા પર પાકિસ્તાને પોતાની પ્રતિક્રિયા આપી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે અજય બિસારિયાની બુકની ટીકા કરતા કહ્યું કે આ બુકમાં ફેબ્રુઆરી 2019માં બનેલી ઘટનાઓ વિશે ભારતના પક્ષમાં નેરેટિવ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ભારતના અધિકારી આ બુકથી પોતાને બચાવવાની કોશિષ કરી રહ્યાં છે. પાકિસ્તાન વિદેશ મંત્રાલયએ કહ્યું કે ભારતમાં લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે આશ્ચર્યની વાત એ છે કે પાકિસ્તાનની ટીકા કરનારા અને સૈન્યવાદી કહાની ભારતમાં ફેલાવવામાં આવી રહી છે.

અજય બિસારિયાએ તેમના પુસ્તક anger Management: The Troubled Diplomatic Relationships Between India And Pakistanમાં પુલવામા હુમલું, બાલાકોટ એરસ્ટ્રાઈક અને કાશ્મીરમાં કલમ 370 નાબૂદ જેવી મહત્વપૂર્ણ ઘટનાઓનો ઉલ્લેખ કર્યો છે.

અડધી રાતે પીએમ મોદી સાથે વાત કરવાની કોશિષ કરી હતી...
આ બુકમાં 'કત્લ કી રાત' ટોપિકમાં અજય બિસારિયાએ ખુલાસો કર્યો કે બાલાકોટના એયરસ્ટ્રાઈક બાદ ભારતીય મિસાઈલ હુમલાના ડરથી પાકિસ્તાનના તત્કાલીન પ્રધાનમંત્રી ઈમરાન ખાન ડરી ગયા હતા. એવામાં સ્થિતિને સંભાળવા માટે તેને અડધી રાતે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાત કરવાની કોશિષ કરી હતી.

અજય બિસારિયાએ પોતાના પુસ્તકમાં લખ્યું હતું છે કે વર્ધમાનની ધરપકડ થયા બાદ ભારતમાં હાજર પાકિસ્તાનના હાઈ કમિશનર સોહેલ મેહમૂદે મારી સાથે ફોન પર વાત કરી હતી. આ સાથે જ કહ્યું કે ઈમરાન ખાન પીએમ મોદી સાથે વાત કરવા માંગે છે.. અમે દિલ્હીનો સંપર્ક કર્યો પણ પીએમ મોદી થોડા સમયમાં માટે હાજર ન હોવાનું કહેવામાં આવ્યું હતું.. જે બાદ મેહમૂદે મને ફોન કર્યો હતો.

અભિનંદન વર્ધમાનને પકડી લેવામાં આવ્યો હતો

27 ફેબ્રુઆરી 2019ના અભિનંદન વર્ધમાનએ એક પાકિસ્તાની F-16ને મારી નાખ્યો હતો. પણ આ દરમિયાન તેના જેટ પર પાકિસ્તાની મિસાઈલ લાગી ગઈ.. જે બાદ પાકિસ્તાને ઈન્ડિયન એયરફોર્સના ફાઈટર પાયલટ અભિનંદન વર્ધમાનને પકડી લેવામાં આવ્યો હતો અને તેને ન છોડવાની વાત કરી હતી.. અંતે ડરીને પાકિસ્તાન વાતચીત કરવા માટે તૈયાર થયું હતું.

તનાવ ઓછો કરવા માટે પાકિસ્તાને ચીન પાસે માંગી હતી મદદ
પૂર્વ હાઈ કમિશનર અજય બિસારિયાએ પોતાની બુકમાં એ પણ લખ્યું હતું કે ભારત દ્વારા પાકિસ્તાનના બાલાકોટમાં એયર સ્ટ્રાઈક કર્યા બાદ નવી દિલ્લી અને ઈસ્લામાબાદ વચ્ચે તનાવ ઓછો કરવા માટે ઘણા દેશોએ પોતાના વિશેષ દુત મોકલવાની રજુઆત કરી હતી. ચીને પણ પોતાની રાય આપી હતી કે તે તનાવ ઓછો કરવા માટે બંને દેશોમાં પોતાના ઉપમંત્રી મોકલી શકે છે. પણ ભારતે આ પ્રસ્તાવનો અસ્વીકાર કર્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ