બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / 'ગોળી વાગી પછી પાછળ વળી જોયું જ નથી..' વિનુભાઈએ જણાવી આતંકી હુમલાની પળેપળની કહાની
Last Updated: 05:39 PM, 25 April 2025
જમ્મુ કાશ્મીરના પહેલગામની બૈસરન ઘાટીમાં 22 એપ્રિલના રોજ થયેલા આતંકી હુમલામાં 3 ગુજરાતીઓ સહિત કુલ 26 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. આ હુમલામાં સુરતના યુવક અને ભાવનગરના પિતા-પુત્રનું મોત થયું છે. જ્યારે વિનુભાઇ ડાભીને હાથમાં ગોળી વાગતા ઇજાગ્રસ્ત થયા હતા. તાજેતરમાં વિનુભાઇને શ્રીનગરમાં સારવાર બાદ ભાવનગર લાવવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
ગોળી વાગી પછી મે પાછું વળીને જોયું જ નથી
ત્યારે સમગ્ર ઘટનાને લઇ વિનુભાઇએ વાસ્તવિકતા જણાવી હતી. જોકે આ ઘટનામાં વિનુભાઈને શરીરમાં બે ગોળીઓ વાગી હતી. વિનુભાઇ ડાભીએ જણાવ્યું કે અમે ઘોડા પર બેસીને ઉપર ગયા હતા. ત્યાં જઇને ફોટા પાડીને અમે બેઠા હતા. ત્યાં પહેલો ભડાકો થયો, બીજો થયો અને ત્રીજો ભડાકો થયો એટલે મેં ગોવિંદભાઇને કીધું કે આ સામાન્ય ભડાકા નથી, ઊપડો અહીંથી, બાકી હાથોહાથ હાથમાં આવી જઇશું. આ બાદ અમે બધા ત્યાંથી ભાગવા માંડ્યા. ત્યાં તો ધડાધડ ફાયરિંગ થવા માંડ્યું અમે બધા છૂટા પડી ગયા. હું મારા ઘરનાને (પત્ની)ને શોધતો હતો. આમ અમે ગેટની બહાર નીકળ્યા ત્યાં મને પાછળથી એક ગોળી વાગી અને બીજી ગોળી ખભાને અડીને નીકળી ગઇ. ગોળી વાગી પછી મે પાછું વળીને જોયું જ નથી.
ADVERTISEMENT
વધુ વાંચો: 'ગોળી માર્યા બાદ લાશ સાથે આતંકીઓએ'... પહેલગામમાં પતિની હત્યા બાદ પત્નીએ વર્ણવ્યો ખૌફનાક બનાવ
તેઓના વધુમાં જણાવ્યા મુજબ જે લોકો ઉપર હતા એમને ગોળી વાગી. અમારી જોડે હતા એ બાપ-દીકરાને ગોળી વાગી એ હવે નથી રહ્યા. મને ગોળી વાગ્યા બાદ મને દવાખાને લઇ ગયા. ત્યારે સમગ્ર સારવાર બાદ તેમને ગુજરાત લાવવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.