બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / oxford university game changing antibody test passed major trials

રાહત / કોરોના વાયરસમાં ઓક્સફર્ડ યુનિવર્સિટીને મળી વધુ એક મોટી સફળતા, હવે ફક્ત આટલી મિનિટમાં મળશે પરિણામ

Published By: Bhushita

Last Updated: 01:20 PM, 18 July 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના મામલે ઓક્સફોર્ડ યુનિવર્સિટીને મોટી સફળતા મળી છે. ઓક્સફોર્ડ યુનિ.એ ગેમ ચેન્જિંગ એન્ટિબોડી ટેસ્ટ કિટ તૈયાર કરી હતી. એન્ટિબોડી ટેસ્ટ કિટથી લોકો ઘરે જ ટેસ્ટ કરી શકશે અને તે માત્ર 20 મિનિટમાં રીઝલ્ટ પણ આપશે. ઓછા સમયમાં વધારે લોકોના ટેસ્ટિંગ માટે આ કીટ મદદ કરશે. એન્ટિબોડી ટેસ્ટ કિટના ટ્રાયલમાં 98.6 % પરિણામ મળી રહે છે. ઓક્સફર્ડ યુનિ. એ બ્રિટનની ફર્મ સાથે મળીને ટેસ્ટિંગ કીટ બનાવી છે.

  • ઓક્સફોર્ડ યુનિવર્સિટીને એન્ટિબોડી કિટ બનાવવામાં મળી મોટી સફળતા
  • માત્ર 20 મિનિટમાં પરિણામ આપશે આ કિટ
  • ટ્રાયલમાં 98.6 % પરિણામ મળ્યું

મળતી માહિતી અનુસાર ઓક્સફર્જની જે એન્ટીબોડી ટેસ્ટને સફળતા મળી છે તેને બ્રિટેનની સરકારનું સમર્થન મળ્યું છે. હવે સરકાર યોજના બનાવી રહી છે કે લાખો એન્ટીબોડી ટેસ્ટ કિટનું વિતરણ પ્રેગનન્સી સ્ટાઈલ ટેસ્ટ કિટની જેમ જ કરવામાં આવે. 

300 લોકો પર કરાયું કિટનું ટ્રાયલ

નવી એન્ટીબોડી ટેસ્ટ કિટથી લોકો ઘરે બેસીને સરળતાથી ટેસ્ટ કરી શકશે. ટ્રાયલમાં ખ્યાલ આવ્યો છે કે એન્ટીબોડી ટેસ્ટ કિટ 98.6 ટકા સાચુ પરિણામ મળી રહે છે. ટેસ્ટ કિટનું ટ્રાયલ લગભગ 300 લોકો પર કરાયું હતું. 

20 મિનિટમાં આપશે રિઝલ્ટ

નવા ટેસ્ટ કિટ લોકોને ઘરે બેઠા 20 મિનિટમાં રિઝલ્ટ આપી દેશે. લોકો જાતે જ જાણી શકશે કે તેઓ કોરોના સંક્રમિત થયા છે કે નહીં. આ પહેલાં બ્રિટનમાં જે એન્ટીબોડી ટેસ્ટ થઈ રહ્યા હતા તેમાં બ્લડ સેમ્મપલને લેબમાં મોકલવામાં આવતા હતા. 

ઓક્સફર્ડ યુનિ.ના પ્રોફેસર સર જૉન બેલે કહ્યું કે આ રેપિડ ટેસ્ટ ખૂબ જ ઉપયોગી રહેશે. રિઝલ્ટ આવતાં પહેલાં લાખો ટેસ્ટ કિટ આ આશામાં તૈયાર કરાઈ છે. સારા પરિણામ આવશે તેવી આશા છે. જલ્દી જ આ કિટને ઔપચારિક મંજૂરી મળશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus Test kit Trials antibody oxford university resut એન્ટીબોડી કોરોના વાયરસ ટેસ્ટ કિટ ટ્રાયલ coronavirus

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ