બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / મનોરંજન / બોલિવૂડ / Oscar 2024 oppenheimer on whom a hollywood movie won 7 oscar

જાણવા જેવું / કોણ હતા ઓપેનહાઇમર? જેની પર હોલિવુડ ફિલ્મે જીત્યા 7 ઓસ્કાર એવોર્ડ

Arohi

Last Updated: 04:47 PM, 11 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Oscar 2024: ક્રિસ્ટોફર નોલનની ફિલ્મ ઓપેનહાઈમરે 2024 એકેડેમી એવોર્ડમાં સાત ઓસ્કર જીત્યા, ઓપેનહાઈમર પરમાણુ બોમ્બના જાણકાર હતા. જાણો તેમની એ સ્ટોરી જેના પર બનેલી આ ફિલ્મ જબરદસ્ત ચર્ચામાં રહી.

ત્રણ કલાકની સીરિયસ બાયોપિક હોલિવુડ મૂવી "ઓપેનહાઈમરે" પહેલા તો બોક્સ-ઓફિસ પર અબજો ડોલરની કમાણી કરી છે. હવે આ ફિલ્મ 7 ઓસ્કર એવોર્ડ જીતનાર ફિલ્મ બની ચુકી છે. આ મૂવીએ બેસ્ટ મૂવી બેસ્ટ નિર્દેશન અને બેસ્ટ એક્ટરનો પણ એવોર્ડ જીત્યો છે. આખરે કોણ હતા રોબર્ટ ઓપેનહાઈમર, જેમના પર આ ફિલ્મ બની છે. જેને આખી દુનિયાએ ખૂબ જ પસંદ કરી. હકીકતે જે.રોબર્ટ ઓપેનહાઈમરે પરમાણુ બોમ્બનું નિર્માણ કર્યું હતું અને તે એક જટિલ શખ્સ હતા. ૉ

1904માં થયો હતો જન્મ
જુલિયસ રોબર્ટ ઓપેનહાઈરનો જન્મ 22 એપ્રિલ 1904એ ન્યૂપોર્ક શહેરમાં એક યહુદી પરિવારમાં થયો. તેમના પિતા જુલિયસ એક જર્મન પ્રવાસી હતા જે કપડાના વ્યવસામાં કામ કરતા હતા. તેમના માતા એલા ફ્રીડમેન એક ચિત્રકાર હતા જેમનો પરિવાર ઘણી પેઢીઓથી ન્યૂયોર્કમાં હતો. તેમનો એક નાનો ભાઈ હતો જેમનું નામ ફ્રેંક હતું. 

તેમના દાદા 1888માં જર્મનીથી અમેરિકા પૈસા વગર આવ્યા હતા અને તેમને અંગ્રેજી બોલતા પણ ન હતું આવતું. પરંતુ એક ટેક્સટાઈલ કંપનીમાં નોકરી કરવાના એક દશકની અંદર જ તે ખૂબ જ અમીર થઈ ગયા. પરિવાર 1911માં મેનહેટનમાં રહેવા ગયો હતો. રોબર્ટ ઉપરાંત તેમના નાના ભાઈ ફ્રેંક પણ ફિઝિક્સ સાયન્ટિસ્ટ હતા. 

ઘણી જગ્યા પર અભ્યાસ કર્યો 
રોબર્ટે ન્યૂયોર્કમાં એથિકલ કલ્ચર સ્કૂલમાં અભ્યાસ કર્યો. 1922માં હાવર્ડ યુનિવર્સિટીથી રસાયણ વિજ્ઞાનમાં બીએ સાથે સ્નાતકની પદવી મેળવી. તે કેવેંડિશ પ્રયોગશાળામાં અભ્યાસ કરવા માટે 1925માં ઈંગ્લેન્ડના ક્રેંબ્રિઝ જતા રહ્યા. પછી એક વર્ષ બાદ જર્મનીમાં ગોટિંગે વિશ્વવિદ્યાલયમાં સૈદ્ધાંતિક ભૌતિકી સંસ્થાનમાં નોબલ પુરસ્કાર વિજેતા મેક્સ બોર્નની સાથે અભ્યાસ કરવા માટે જતા રહ્યા. 

ઓપેનહાઈમર 1927માં ફિઝિક્સમાં પીએચડી કર્યા બાદ અમેરિકીમાં પાછા આવ્યા. 1929માં તેમણે કેલિફોર્નિયા વિશ્વવિદ્યાલય-બર્કલે અને કેલિફોર્નિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજીમાં સંયુક્ત પ્રોફેસર તરીકે ભણાવવાનું શરૂ કર્યું. તે ક્વોંટમ યાંત્રિકી અને સૈદ્ધાંતિક ભણાવતા હતા. 1940માં તેમણે જર્મન અમેરિકી વનસ્પતિશાસ્ત્ર અને જીવવિજ્ઞાની કેથરીન પુએનિંગ સાથે લગ્ન કર્યા. તેમને દિકરા પીટર અને કેથરીન થયા. 

તે પ્રોજેક્ટમાં શામેલ થયા જેણે એટમ બોમ્બ બનાવ્યો
ત્યાં ઓપેનહાઈમરે અમુક વૈજ્ઞાનિક દિગ્ગજો સાથે મુલાકાત કરી. તેમની સાથે કામ કર્યું, જે બાદમાં મૈનહટ્ટન પ્રોજેક્ટમાં તેમની સાથે શામેલ થયા. આ પ્રોજેક્ટ એજ હતો જેના હેઠળ અમેરિકામાં પરમાણુ બોમ્બ બનાવવામાં આવ્યો હતો. 

3 વર્ષમાં બે પ્રકારના એટમ બોમ્બ વિકસિત કર્યા 
1942માં ઓપેનહાઈમરને લોસ અલામોસ, ન્યૂ મેક્સિકોમાં એક નવો હથિયાર પ્રયોગશાળાના નિર્દેશક નિયુક્ત કરવામાં આવ્યા. જેને એક પરમાણુ બોમ્બ વિકસિત કરવાનો હતો. તેને કોડ નામ આપવામાં આવ્યું- મૈનહટ્ટન પ્રોજેક્ટ. મેનહટ્ટન પરિયોજનાઓમાં આખા અમેરિકામાં ગુપ્ત સ્થાનો પર ઘણી પ્રયોગશાળાઓ શામેલ હતી. 

વધુ વાંચો: ફરીવાર ઓસ્કારમાં નાટૂ-નાટૂનો ડંકો વાગ્યો, ફિલ્મ RRRને મળ્યું લોસ એન્જલ્સમાં સન્માન

લોસ એલામોસમાં ઓપેનહાઈમરે પરમાણુ બોમ્બ બનાવવાની ગુત્થી સમજવા માટે ફિઝિર્સના બેસ્ટ બ્રેન માનવામાં આવતા સાયન્ટિસ્ટને ભેગા કર્યા. બીજા અઢી વર્ષો સુધી કામ કર્યા બાદ તેમણે એ મેળવી લીધુ જે તે ઈચ્છતા હતા. પછી અમેરિકી સરકારે તેમની પાસે 1945ના ઉનાળા સુધી એક યુરેનિયમ બોમ્બ અને એક પ્લૂટોનિયમ બોમ્બ બનાવવાનો આદેશ આપ્યો. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ