ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / Tech & Auto / ટેક અને ઓટો / iPhone 17 Pro ખરીદવાનો ગોલ્ડન ચાન્સ! ₹77,910નું બમ્પર ડિસ્કાઉન્ટ, જાણો કેવી રીતે મળશે સસ્તો iPhone
6 ફોટો ગેલેરી
Last Updated: 07:32 PM, 5 November 2026
1/6
Appleનો iPhone ખરીદવાનું સપનું જોતા હોવ તો તમારા માટે સારા સમાચાર છે. Reliance Digital પર iPhone 17 Pro ખરીદવાની એવી ઓફર આવી છે, જેના કારણે તેની કિંમતમાં જંગી ઘટાડો થઈ શકે છે. ખાસ વાત એ છે કે સ્ટોર ડિસ્કાઉન્ટ, જૂના ફોનનું એક્સચેન્જ અને બેંક કેશબૅકનો લાભ એકસાથે મળે તો લાખો રૂપિયાની કિંમત ધરાવતો આ પ્રીમિયમ ફોન માત્ર 56,990ની અસરકારક કિંમતે મળી શકે છે. એટલું જ નહીં iPhone 17 Pro Max પર પણ આકર્ષક ઓફર આપવામાં આવી રહી છે.
2/6
iPhone 17 Pro 256GB મોડલની ભારતમાં શરૂઆતી કિંમત 1,34,900 રૂપિયા રાખવામાં આવી હતી. રિલાયન્સ ડિજિટલની ડીલમાં પહેલા 9910 રૂપિયા નું ઇન-સ્ટોર ડિસ્કાઉન્ટ મળે છે. જેથી કિંમત ઘટીને 1,24,990 થાય છે. ત્યારબાદ જૂના સ્માર્ટફોનને એક્સચેન્જ કરવા પર 55,000 સુધીની વેલ્યૂ મળી શકે છે. સાથે 10,000નો વધારાનો એક્સચેન્જ બોનસ અને 3000નો બેંક કેશબેક પણ ઉમેરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
3/6
iPhone 17 Proના 256GB વેરિઅન્ટની મૂળ કિંમત 1,34,900 રૂપિયા છે. જોકે Reliance Digital પર ઉપલબ્ધ વિવિધ ઓફર્સનો લાભ લઈને આ કિંમત ઘણી ઘટાડી શકાય છે. આ ડીલમાં સૌથી પહેલાં ગ્રાહકોને 9910 રૂપિયા નું સીધું સ્ટોર ડિસ્કાઉન્ટ મળે છે. ત્યારબાદ જૂનો સ્માર્ટફોન એક્સચેન્જ કરાવવા પર તેની કિંમત અનુસાર વધુ ફાયદો મળી શકે છે.
4/6
આ ઓફરમાં સૌથી મહત્વની ભૂમિકા તમારા જૂના સ્માર્ટફોનની છે. કંપની દરેક ફોન માટે 55,000 નહીં આપે. એક્સચેન્જ વેલ્યૂ ફોનના મોડલ, તેની ઉંમર, હાલત અને બીજા માપદંડોના આધારે નક્કી થશે. જો તમારી પાસે જૂનો પ્રીમિયમ iPhone હોય અને તેની હાલત સારી હોય તો વધુ રકમ મળવાની શક્યતા છે. બજેટ ફોન કે ખરાબ હાલતવાળા ડિવાઇસ આપવા પર કિંમત ઘણી ઓછી મળી શકે છે.
ADVERTISEMENT
5/6
જો તમને મોટી સ્ક્રીન અને વધુ બેટરી બૅકઅપવાળો iPhone પસંદ હોય તો Pro Max મોડલ પણ આ ઓફરમાં સામેલ છે. તેના 256GB વેરિઅન્ટની શરૂઆતની કિંમત 1,49,900 રૂપિયા છે. જોકે એક્સચેન્જ, વધારાનું બોનસ અને બેંક કેશબૅક સહિતના લાભ મેળવ્યા બાદ તેની અસરકારક કિંમત 71,990 રૂપિયા સુધી પહોંચી શકે છે. જોકે અહીં પણ અંતિમ કિંમત જૂના ફોનની એક્સચેન્જ વેલ્યૂ અને ઓફરની પાત્રતા પર આધારિત રહેશે.
6/6
મોટી સ્ક્રીન અને વધુ બેટરી લાઇફ ધરાવતા આ મોડલને વધુ ગમે તેવા લોકો માટે વિકલ્પ બની શકે છે. તેમાં A19 Pro ચિપસેટ, 6.3 ઇંચની OLED ડિસ્પ્લે (ProMotion સાથે 120Hz), પાછળ ત્રણ 48MP કેમેરા અને 18MPનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. હાઈ-એન્ડ ગેમિંગ, વીડિયો એડિટિંગ અને કન્ટેન્ટ ક્રિએશન માટે તે ઉપયોગી છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ