ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / લોન્ચ થતાં જ Mercedesની આ લક્ઝરી SUV પર ગ્રાહકો ફિદા, માર્ચ 2027 સુધી થઈ Sold Out

photo-story

7 ફોટો ગેલેરી

ઓટો / લોન્ચ થતાં જ Mercedesની આ લક્ઝરી SUV પર ગ્રાહકો ફિદા, માર્ચ 2027 સુધી થઈ Sold Out

Last Updated: 07:54 PM, 5 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Mercedes-Benzની નવી ઇલેક્ટ્રિક SUVએ ભારતમાં લોન્ચ થતાં જ એવો જાદુ ચલાવ્યો છે કે ગ્રાહકોને હવે આ કાર માટે મહિનાઓ સુધી રાહ જોવી પડશે. જેમાં 78.50 લાખની આ લક્ઝરી SUV માર્ચ 2027 સુધી Sold Out થઈ ગઈ છે,

1/7

photoStories-logo

1. Mercedes-Benz GLC Electric

ભારતીય ઓટોમોબાઇલ માર્કેટમાં લક્ઝરી ઇલેક્ટ્રિક કારનો ક્રેઝ સતત વધી રહ્યો છે. આ વાતનો તાજો પુરાવો Mercedes-Benzની નવી GLC Electric SUVને મળેલા જબરદસ્ત પ્રતિસાદ પરથી મળી રહ્યો છે. કંપનીએ આ કારને ભારતમાં લોન્ચ કરી ત્યાં સુધીમાં ગ્રાહકોનો એવો ઉત્સાહ જોવા મળ્યો કે તેની તમામ ઉપલબ્ધ કારનું બુકિંગ થઈ ગયું છે. ખાસ વાત એ છે કે કારની ડિલિવરી શરૂ થાય તે પહેલાં જ માર્ચ 2027 સુધીનો સ્ટોક વેચાઈ ગયો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. 4 નવેમ્બર 2026ના રોજ લોન્ચ

Mercedes-Benz GLC Electricને ભારતીય બજારમાં 4 નવેમ્બર 2026ના રોજ લોન્ચ કરવામાં આવી હતી. આ લોન્ચ સાથે જ આ SUVએ લક્ઝરી કાર ખરીદનારાઓનું ધ્યાન ખેંચ્યું છે. કંપનીને અત્યાર સુધીમાં 1,000થી વધુ બુકિંગ મળી ચૂક્યાં છે. આટલી મોટી માંગને કારણે માર્ચ 2027 સુધીની ઉપલબ્ધ કારનું બુકિંગ પૂરૂ થઈ ગયું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. ગ્લોબલ મેનેજમેન્ટ સાથે વાતચીત

કંપની હવે વધુ કાર ભારતમાં ઉપલબ્ધ કરાવવા માટે ગ્લોબલ મેનેજમેન્ટ સાથે વાતચીત કરી રહી છે, જેથી ગ્રાહકોનો વેઇટિંગ પિરિયડ ઓછો કરી શકાય. આ SUVનું ઉત્પાદન મહારાષ્ટ્રના પુણે નજીક આવેલા ચાકણ પ્લાન્ટમાં કરવામાં આવી રહ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. કિંમત અને વેરિયન્ટ

મર્સિડીઝ-બેન્ઝ GLC ઇલેક્ટ્રિકને કંપનીએ GLC 400 4MATIC વેરિયન્ટમાં લોન્ચ કરી છે, જેની કિંમત 78.5 લાખ રૂપિયા એક્સ-શોરૂમથી શરૂ થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. ડિઝાઇન અને ફીચર્સ

કારમાં ઇલ્યુમિનેટેડ ફ્રન્ટ ગ્રિલ, થ્રી-પોઈન્ટ સ્ટાર લોગો, માઇક્રો LED હેડલાઇટ્સ, સ્ટાર-શેપ્ડ LED DRLs અને ટુ-પીસ LED ટેલ લેમ્પ્સ મળે છે. 21 ઇંચના એલોય વ્હીલ્સ આપવામાં આવ્યા છે. તેમાં 128 લિટરનું ફ્રન્ટ ટ્રંક અને 570 લિટરનું બૂટ સ્પેસ છે. ઇન્ટિરિયરમાં 39.1-ઇંચની MBUX હાઇપરસ્ક્રીન અને પેનોરેમિક ગ્લાસ રૂફ મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. સેફ્ટી અને પરફોર્મન્સ

કારમાં 9 એરબેગ્સ, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ અને લેવલ 2 પ્લસ ADAS જેવા ફીચર્સ છે. GLC 400 4MATICમાં 94 kWhની બેટરી મળે છે. જેની ક્લેમ્ડ રેન્જ 715 કિલોમીટર છે. તેમાં 800 વોલ્ટનું ઇલેક્ટ્રિક આર્કિટેક્ચર આપવામાં આવ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. ફાસ્ટ ચાર્જિંગમાં પણ જોરદાર

આ ઇલેક્ટ્રિક SUVમાં 800V ટેક્નોલોજી અને 330kW DC ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવ્યો છે. યોગ્ય ફાસ્ટ ચાર્જરનો ઉપયોગ કરવામાં આવે તો બેટરી માત્ર 22 મિનિટમાં 10 ટકાથી 80 ટકા સુધી ચાર્જ થઈ શકે છે. એટલું જ નહીં 10 મિનિટના ચાર્જિંગમાં આશરે 305 કિલોમીટર સુધીની રેન્જ મેળવી શકાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Mercedes Electric SUV Mercedes-Benz GLC Electric Mercedes GLC Electric Price
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ