બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / Onion now Radhiyamani from a distance! Just thinking about buying it will make your eyes water, just look at the price

રાજકોટ / ડુંગળી હવે દૂરથી રળિયામણી! લેવાનું વિચારતા જ આંખમાં આવી જશે પાણી, ભાવ તો જુઓ

Vishal Khamar

Last Updated: 08:59 PM, 31 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કહેવાય છે ગરીબો ડુંગળીને રોટલો રોટલી ખાઈ સુઈ જતા હોય છે. પણ હવે આ ગરીબોનુું ભોજન પણ મોંઘું બની ગયું છે. તેલ હોય શાક ભાજી હોય કે ડુંગળી ભાવ સતત વધતા રહે છે. મોંઘવારી હવે સીધી રસોડામાં પહોંચી છે. ત્યારે એકાએક ડુંગળીનાં ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાઈ ગયું છે.

  • ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીનાં ભાવ એક સપ્તાહમાં બમણા
  • ડુંગળીનાં ભાવ પ્રતિ કીલો રૂા. 60-70 પહોંચ્યા
  • મહારાષ્ટ્રમાં વરસાદને કારણે ડુંગળીનાં જૂના સ્ટોક પર અસર થઈ

રાજકોટ શહેરમાં ગરીબોની કસ્તુરી મોંઘી થઈ છે. જેમાં ડુંગળીનાં ભાવ પ્રતિકીલો રૂ. 60-70 પર પહોંચ્યા હતા. માત્ર એક સપ્તાહમાં રૂ. 35ની કિલો વેંચાતી ડુંગળી હવે રૂ. 70 એટલે કે ડબલ ભાવે વેંચાઈ રહી છે. ડુંગળીનાં ભાવમાં વધારો થતાં ખેડૂતોને થોડી રાહત મળી છે. પણ ગરીબ-મધ્યમ વર્ગની ગૃહિણીઓનાં બજેટ ખોરવાયા છે. જોકે મિશ્ર વાતાવરણનાં કારણે પાકને નુકસાન જતા આગામી સમયમાં પણ ભાવ વધારો આગળ વધવાની શક્યતા વેપારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. 

દેવચંદભાઈ રામાણી (વેપારી)

વરસાદને કારણે ડુંગળીનાં માલને નુકશાન થયુંઃ  દેવચંદભાઈ રામાણી (વેપારી)
જ્યુબિલી શાકમાર્કેટનાં વેપારી દેવચંદભાઈ રામાણીએ જણાવ્યું હતું કે, હાલ ડુંગળીનાં ભાવમાં ખાસ્સો વધારો થયો છે. ગઈકાલે રિટેઇલમાં રૂ. 70 અને હોલસેલમાં રૂ. 50-55નાં ભાવ બોલાયા હતા. આજે હરાજી સમયે શુ ભાવ હશે તે કહેવું મુશ્કેલ છે. ચાલુ વર્ષે વેપારીઓએ સ્ટોક વધુ કરેલો ન  હતો. તેમજ વરસાદને કારણે માલને નુકસાન થયું હતું. એટલું જ નહીં નાસિકનાં માલની આવક પણ પૂરતા પ્રમાણમાં થતી નથી. જેને લઈને આ ભાવ વધારો જોવા મળી રહ્યો છે. 

હજુ પણ ડુંગળીનાં ભાવ વધવાની શક્યતાઓ
અન્ય એક વેપારીનાં જણાવ્યા મુજબ ગરીબોની કસ્તુરી ડુંગળી ફરી લોકોને રડાવી રહી છે.  હાલ મિશ્ર વાતાવરણ વચ્ચે ઉનાળા જેવો આકરો તાપ થતા પાકને નુકસાન થયું છે. તે સાથે નવો જથ્થો હજુ બજારમાં આવ્યો નથી. જેને લઇને પણ ભાવમાં વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આગામી સમયમાં હજુ પણ ડુંગળીના ભાવ વધી શકે તેમ છે. અને સારી ગુણવત્તાની ડુંગળીનાં ભાવો રૂ. 100ની સપાટી આસપાસ પહોંચે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. 

વરસાદને કારણે ડુંગળીનાં પાકને મોટું નુકશાન 
ઉલ્લેખનીય છે કે, કર્ણાટક, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી ખરીફ ડુંગળી આવે છે. ત્યારે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થવાને કારણે ડુંગળીના પાકને મોટું નુક્શાન થયું છે. ભારે વરસાદના કારણે મહારાષ્ટ્રમાં ડુંગળીના જૂના સ્ટોકની ક્વોલિટી પર પણ અસર થઈ છે. જેને લઈને ડુંગળીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. તહેવારો પૂર્વે સંગ્રહખોર વેપારીઓ દ્વારા ડુંગળીનો સંગ્રહ કરવામાં આવતો હોવાને કારણે પણ ભાવમાં વધારો થતો હોવાની ચર્ચા વેપારીઓમાં ચાલી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ