બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / onion benefits and side effects onion does harm to health along with benefits

હેલ્થ ટિપ્સ / સુપરફૂડ છે ડુંગળી! હાર્ટના રક્ષણ તથા કેન્સર સામે ફાયદાકારક પણ BP-શુગર સહિત નુકસાન પણ ઘણા

Bijal Vyas

Last Updated: 09:40 PM, 13 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Onion Benefits And Side Effects: ડુંગળી વાનગીને સ્વાદિષ્ટ બનાવે છે, પરંતુ તેના સેવનના અનેક ફાયદા પણ છે અને ગેરફાયદા પણ છે. જાણો તેના વિશે વિગતે

  • ડુંગળી તેના મલ્ટી ગુણોને કારણે સુપરફૂડ તરીકે ઓળખાય છે
  • ડુંગળીમાં ફ્લેવોનોઈડ્સની હાજરીને કારણે તે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે
  • જો તમે ગેસની સમસ્યાથી પરેશાન છો તો તમારે ડુંગળી ખાવાનું ટાળવું જોઈએ

Onion Benefits And Side Effects: લોકો દરરોજ આહારમાં રોટલી, ભાત, દાળ અને અન્ય શાકભાજીનો સમાવેશ કરે છે. આ બધા પોષક તત્વોથી ભરપૂર છે અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવાનું કામ કરે છે. ડુંગળીનો ઉપયોગ મોટાભાગના ઘરોમાં થાય છે. ડુંગળીનો ઉપયોગ શાક બનાવવા, ભાતની વિવિધ વાનગીઓ અને સલાડ અને અન્ય જગ્યાએ કરવામાં આવે છે. ખાવામાં સહેજ તીખું હોય છે અને ડુંગળી કાપવાતી વખતે આંખમાંથી પાણી આવે છે, ડુંગળીના ઘણા ફાયદા છે. પરંતુ તેના ફાયદાની સાથે ગેરફાયદા વિશે પણ જાણવું જરૂરી છે.

પહેલા જાણો ડુંગળી ખાવાના ફાયદાઃ
ડુંગળીમાં સોડિયમ, પોટેશિયમ, ફોલેટ્સ, વિટામીન A, C અને E, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન અને ફોસ્ફરસ જોવા મળે છે. ડુંગળીમાં એન્ટી-ઇફ્લેમેટરી, એન્ટિ-એલર્જિક, એન્ટિ-ઓક્સિડન્ટ અને એન્ટિ-કાર્સિનોજેનિક જેવા ગુણધર્મો પણ હોય છે. ડુંગળી તેના મલ્ટી ગુણોને કારણે સુપરફૂડ તરીકે ઓળખાય છે.

હૃદય માટે ગુણકારીઃ ડુંગળીમાં ફ્લેવોનોઈડ્સની હાજરીને કારણે તે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે. ડુંગળીમાં રહેલા થિયો સલ્ફાઈટ્સ લોહીને સ્થિર કરવાનું કામ કરે છે. આના કારણે હાર્ટ એટેક કે કોઈ પણ પ્રકારની હાર્ટ ડિસીઝનો ખતરો ઘણો ઓછો રહે છે.

ડાયાબિટીસના લોકો માટે વરદાનરૂપ છે આ શાકભાજી, ટ્રાઇ કરશો તો બ્લડ સુગર આવી  જશે કંટ્રોલમાં/ Diabetes try Onion Juice blood sugar will be in control

કેન્સરમાં ફાયદા કારકઃ  ડુંગળી તેના અનેક ગુણોને કારણે કેન્સર સામે લડવામાં પણ અસરકારક છે. તેમાં સલ્ફરની હાજરી કોષોના યોગ્ય વિકાસ માટે કામ કરે છે. આનાથી પણ કેન્સર વધી શકતુ નથી.

વાળ માટે ટોનિકઃ ડુંગળીનો ઉપયોગ વાળને ફરીથી ઉગાડવા, વાળને મજબૂત કરવા માટે થાય છે. તે એન્ટિબેક્ટેરિયલ, એન્ટિબેક્ટેરિયલ, એન્ટિફંગલ અને એન્ટીઑકિસડન્ટ છે. નિષ્ણાતોનું કહેવું છે કે, ડુંગળીનો ઉપયોગ વાળને ઘટ્ટ કરવા માટે કરવામાં આવે છે. તેનાથી વાળમાં ડેન્ડ્રફ પણ ઓછો થાય છે.


પરંતુ આ નુકશાન પણ છેઃ 

1. ગેસની સમસ્યાઃ જો તમે કાચા ડુંગળીનું વધુ સેવન કરો છો, તો તેનાથી એસિડિટી, ઉબકા અને પેટમાં દુખાવો જેવી સમસ્યાઓ થઈ શકે છે. જો તમે ગેસની સમસ્યાથી પરેશાન છો તો તમારે ડુંગળી ખાવાનું ટાળવું જોઈએ.

ડુંગળી કાપતી વખતે આ ટ્રીક અજમાવશો તો નહી આવે આંખોમાં પાણી, જાણી લો | How To  Cut Onions Without Tear

2. શુગર લેવલ ઓછુ થવુઃ જે લોકોનું શુગર લેવલ ઘટી જાય છે. તેઓએ ડુંગળી ખાવાનું ટાળવું જોઈએ.. શુગર લેવલ વધુ નીચે થઇ શકે છે. આનાથી વ્યક્તિ બેભાન થઈ શકે છે. આવા દર્દીઓએ ડોક્ટરની સલાહ લેવી જ જોઇએ.

3. ગર્ભવતી મહિલાઓ બચોઃ ગર્ભાવતી સ્ત્રીઓને ગેસ, હાર્ટબર્ન અને ઉલ્ટી જેવી સમસ્યા થઈ શકે છે. તેની સીધી અસર ગર્ભમાં ઉછરી રહેલા બાળક પર પડે છે. આ ટાળવું જોઈએ.

4. બ્લડ પ્રેશર ઘટવુંઃ વધુ ડુંગળી ખાવાથી બ્લડ પ્રેશર પર અસર થાય છે. જે લોકોને લો બ્લડ પ્રેશર હોય છે. ડુંગળી ખાવાથી તેને વધુ ઘટાડી શકાય છે. એટલા માટે લો બ્લડ પ્રેશરની સમસ્યા ધરાવતા લોકોએ ડુંગળી ખાવાનું ટાળવું જોઈએ.


Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ