બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / One Person Can't Be Prosecuted For Rape Merely Because Mutual Relationship Turned Sour: Bombay High Court

ન્યાયિક / બોમ્બે હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો : 'વર્ષોનો સંબંધ બગડી જાય તો રેપનો આરોપ ન કરી શકાય'

Hiralal

Last Updated: 02:48 PM, 5 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોમ્બે હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં એવું જણાવ્યું છે કે વર્ષો સુધી સંબંધમાં રહ્યાં બાદ મહિલા પુરુષ પર રેપનો આરોપ ન લગાવી શકે.

  • રેપ કેસમાં બોમ્બે હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો
  • વર્ષો સુધી સંબંધમાં રહ્યાં બાદ મહિલા પુરુષ પર રેપનો આરોપ ન લગાવી શકે 
  • હાઈકોર્ટે રેપના આરોપીને છોડી મૂક્યો 

બોમ્બે હાઈકોર્ટે પ્રેમિકા પર બળાત્કાર કરવાના આરોપી શખ્સને નિર્દોષ જાહેર કર્યો છે. બંને આઠ વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા હતા. 2016માં મહિલાએ વર્સોવા પોલીસ સ્ટેશનમાં પોતાના બોયફ્રેન્ડ વિરુદ્ધ રેપનો કેસ નોંધાવ્યો હતો. જસ્ટિસ ભારતી ડાંગરે જણાવ્યું હતું કે, "ફરિયાદી શારીરિક અને માનસિક બંને સંબંધોથી વાકેફ થઈ શકે તેટલી પુખ્ત વયની છે, અને હવે આ સંબંધ બગડ્યો છે, તેથી જ એવું અનુમાન લગાવી શકાતું નથી કે તેની સાથે સ્થાપિત શારીરિક સંબંધ, દરેક પ્રસંગે, તેની સંમતિ વિના બંધાયો હતો.

8 વર્ષનો સંબંધ હોય તો ઈચ્છા વિરૃદ્ધની વાત જ ન આવે 
 જસ્ટિસે એમ પણ કહ્યું હતું કે, બંને આઠ વર્ષથી રિલેશનશિપમાં હતા. તેથી, એવું અનુમાન કરી શકાતું નથી કે દરેક પ્રસંગે તેની ઇચ્છા વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધવામાં આવ્યા હતા અને ફરિયાદી સ્ત્રીએ તે પુરુષને સંભોગ કરવાની સંમતિ આપી હતી કારણ કે તેણી તેની સાથે લગ્ન કરશે તેવી ગેરસમજ હેઠળ હતી. 27 વર્ષીય મહિલાએ પોતાની ફરિયાદમાં દાવો કર્યો હતો કે બંનેની મુલાકાત સોશિયલ મીડિયા દ્વારા થઈ હતી. 

ટ્રાયલ કોર્ટે આરોપીને છોડવાનો કર્યો હતો ઈન્કાર, હાઈકોર્ટે છોડી મૂક્યો 
ફરિયાદીએ એવો આરોપ લગાવ્યો હતો કે લગ્નનું વચન આપીને છોકરાએ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. મહિલાની ફરિયાદ બાદ છોકરા પર આઈપીસીની કલમ 376, 323 હેઠળ આરોપ લાગ્યો હતો. ટ્રાયલ કોર્ટે 2019 માં છોકરાને છૂટા કરવાનો ઇનકાર કર્યો હતો. ડિંડોશી સેશન્સ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે આ મામલો સહમતિથી સંબંધનો નથી. કારણ કે ફરિયાદીના કહેવા પ્રમાણે કેટલીક વખત શારીરિક સંબંધો બાંધવાની ફરજ પડી છે. જો કે, હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટનો આદેશ રદ કરતાં જણાવ્યું હતું કે, શારીરિક સંબંધ માત્ર લગ્નના વાયદા પર જ નથી બન્યા, મહિલા આરોપીના પ્રેમમાં છે. ફરિયાદીની ચાર્જશીટમાં જ બતાવવામાં આવ્યું છે કે બંને 2008માં સોશિયલ મીડિયા દ્વારા પરિચયમાં આવ્યાં હતા. બંને વચ્ચે લાંબા સમય સુધી વાતચીત ચાલી હતી. ફરિયાદીના જણાવ્યા પ્રમાણે વર્ષ 2008 સુધીમાં બંને વચ્ચે પ્રેમ થઈ ગયો હતો. એટલું જ નહીં મહિલાના માતા-પિતાને પણ તેમના સંબંધોની જાણકારી હતી.

બળાત્કાર અંગેનો કાયદો શું છે?
ઇચ્છા અથવા સંમતિ વિરુદ્ધ કરવામાં આવેલા શારીરિક સંબંધને બળાત્કાર તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. 1960 પહેલા ભારતમાં રેપ પર કોઇ સ્પષ્ટ કાયદો નહોતો. હાલમાં આઈપીસીની કલમ 375 બળાત્કારને સજાપાત્ર ગુનો તરીકે વ્યાખ્યાયિત કરે છે. આઈપીસીની કલમ 376માં બળાત્કારના દોષીને ઓછામાં ઓછી 10 વર્ષની સજા અને વધુમાં વધુ આજીવન કેદની જોગવાઈ છે. ગેંગરેપ કેસમાં ઓછામાં ઓછી સજા 20 વર્ષની હોય છે. 12 વર્ષથી ઓછી ઉંમરની બાળકી પર બળાત્કાર કરવા બદલ ઓછામાં ઓછી 20 વર્ષની કેદ અથવા મૃત્યુદંડની સજા ફટકારવામાં આવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ