બ્રેકિંગ ન્યુઝ
Priyakant
Last Updated: 09:40 AM, 3 December 2023
ADVERTISEMENT
Maulana Sher Bahadur Murder In Pakistan : આપણાં પાડોશી દેશ પાકિસ્તાનથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, પાકિસ્તાનના કટ્ટરપંથી ઉપદેશક અને આતંકવાદી સંગઠન જૈશના સમર્થક મૌલાના શેર બહાદુરની હત્યા કરવામાં આવી હતી. પેશાવરના ખૈબર પખ્તુનખ્વામાં 'અજ્ઞાત' લોકો દ્વારા તેની હત્યા કરવામાં આવી છે. જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી યુનુસ ખાનને પણ ઠાર કરવામાં આવ્યો હતો. તેને અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી હતી. આતંકવાદી યુનુસ ખાન જૈશ-એ-મોહમ્મદ માટે ભરતીનું કામ કરતો હતો.
આ પહેલા આતંકી મૌલાના રહીમુલ્લાહ તારિકની હત્યા કરવામાં આવી હતી. તે જૈશ-એ-મોહમ્મદનો આતંકવાદી હતો અને મૌલાના મસૂદ અઝહરનો નજીકનો હતો. તે ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓની યાદીમાં સામેલ હતો. ભારતના દુશ્મન લશ્કર-એ-તૈયબાના પૂર્વ કમાન્ડર અકરમ ખાનને પણ અગાઉ બાજૌરમાં ઠાર કરવામાં આવ્યો છે. તેમને અકરમ ગાઝી પણ કહેવામાં આવતો હતો અકરમે 2018થી 2020 દરમિયાન લશ્કરમાં ભરતીનું કામ કર્યું હતું. તેણે ભારત સામે પણ ઝેર ઓક્યું.
ADVERTISEMENT
પાકિસ્તાનમાં આતંકવાદીઓની હત્યાનો સિલસિલો ચાલુ છે. અગાઉ પણ મુફ્તી કૈસર ફારૂક, ખાલિસ્તાની આતંકવાદી પરમજીત સિંહ પંજવાડ, એજાઝ અહમદ અહંગર, બશીર અહેમદ પીર, શાહિદ લતીફ અને સૈયદ ખાલિદ રઝા જેવા આતંકવાદીઓ અજાણ્યા હુમલાખોરો દ્વારા માર્યા ગયા હતા. આ હુમલાઓ આતંકવાદીઓને પરેશાન કરી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.