બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 'One makes a video, while another MP imitates it, this is really unacceptable', Rajya Sabha Speaker lashed out

video / 'એક વીડિયો બનાવે, જ્યારે અન્ય સાંસદ નકલ કરે, ખરેખર આ અસ્વીકાર્ય', મિમિક્રીને લઇ રાજ્યસભાના અધ્યક્ષ ભડક્યા

Megha

Last Updated: 03:16 PM, 19 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યાં એક તરફ સાંસદોને સસ્પેન્ડ કરવામાં તો બીજી તરફ નારાજ સાંસદો લોકશાહીના આ મંદિરની સીડી પર દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનકડની મજાક ઉડાવતા જોવા મળી રહ્યા છે.

  • કલ્યાણ બેનર્જી ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની નકલ ઉતારી રહ્યા હતા
  • અને રાહુલ ગાંધી અને અન્ય સાંસદો તેનો વીડિયો બનાવી રહ્યા હતા 
  • હાલ સોશિયલ મીડિયા પર તેનો વિડીયો વાયરલ થયો છે

લોકશાહીના મંદિરમાં દરરોજ કોઈને કોઈ ઘટના જોવા મળી રહી છે. આ દિવસોમાં સંસદમાં જે કંઈ થઈ રહ્યું છે, તે પહેલાં ભાગ્યે જ બન્યું હોય. જ્યાં એક તરફ સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે તો બીજી તરફ નારાજ મંત્રીઓ અને સાંસદો લોકશાહીના આ મંદિરની સીડી પર દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનકડની મજાક ઉડાવતા જોવા મળી રહ્યા છે. 

હાલ સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો છે, જેમાં પશ્ચિમ બંગાળના સાંસદ કલ્યાણ બેનર્જી ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની નકલ ઉતારી રહ્યા હતા અને રાહુલ ગાંધી અને અન્ય સાંસદો તેનો વીડિયો બનાવી રહ્યા છે.

જગદીપ ધનકરે આ ઘટના સામે વાંધો વ્યક્ત કર્યો હતો
વીડિયોમાં બેનર્જી ધનખડની જેમ ઈશારા કરતા અને તેમની જેમ બોલતા જોવા મળે છે, જેના પર ત્યાં હાજર અન્ય સાંસદો હસી રહ્યા છે. વીડિયો સામે આવ્યા પછી, ધનખરે રાજ્યસભામાં તેની નિંદા કરી. તેણે કહ્યું, "મેં થોડા સમય પહેલા એક ટેલિવિઝન ચેનલ પર જોયું હતું. ઘટાડા માટે કોઈ મર્યાદા નથી. હું તો એમ કહું છું કે ક્યારેક તો સદ્દબુદ્ધિ આવે, થોડી તો મર્યાદા હોવી જોઈએ.' 

આ ઘટનાને શરમજનક ગણાવતા ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે એક સાંસદ મજાક ઉડાવી રહ્યો છે અને બીજો સાંસદ તે ઘટનાનો વીડિયો બનાવી રહ્યો છે તે હાસ્યાસ્પદ અને અસ્વીકાર્ય છે. 

લોકશાહીના મંદિરમાં દેશના ઉપરાષ્ટ્રપતિની આ રીતે મજાક ઉડાવવી કેટલી હદે યોગ્ય છે? આ પ્રશ્ન વિડિયો જોયા પછી દરેકના મનમાં વારંવાર આવી રહ્યો છે. વાયરલ થઈ રહેલા વીડિયોને જોઈને લોકો કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર પણ ગુસ્સે છે જેમણે આ મામલે કોઈ ટિપ્પણી ન કરી કે તેને રોકવાનો પ્રયાસ પણ ન કર્યો. જે પણ આ વીડિયો જોઈ રહ્યા છે તે એવું કહી રહ્યા છે કે જો વિપક્ષી પાર્ટી રાહુલ ગાંધીને પીએમ પદ માટે પ્રોજેક્ટ કરવા માંગતી હોય તો કોંગ્રેસ નેતાનું આ વર્તન સ્વીકાર્ય નથી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ