ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / મનોરંજન / On the NSE stock market's Twitter account, Pictures of the actress were shared, apologized after getting trolled

આ..કેવું! / NSE શેર માર્કેટના ટ્વિટર પર અભિનેત્રીની એવી તસવીરો શેર કરાઇ કે થઈ ગયા ટ્રોલ, અંતે માંગી માફી

Published By: Nirav

Last Updated: 12:00 AM, 11 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નેશનલ સ્ટોક એક્સ્ચેન્જ NSE દ્વારા આજે થયેલી એક ટ્વિટને લઈને વિવાદ થયો હતો જો કે આના પછી NSE એ આ પોસ્ટને ડિલીટ કરીને માફી પણ માંગી લીધી છે, જો કે તેને ટ્વિટર પર ઘણી ટ્રોલ કરવામાં આવી છે. એક યુઝરએ લખ્યું, " જો તમે કરો છો, તો તે ભૂલ, અને જો અમે કરીએ તો દંડ! "

ADVERTISEMENT

  • NSE ના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરવામાં આવી મૌની રૉયની તસવીરો 
  • ટ્વિટર પર લોકોએ ખૂબ ટ્રોલ કરતાં પોસ્ટ ડિલીટ કરી માંગી માફી 
  • NSE એ લખ્યું, આ એક માનવ ભૂલ, થયેલ અસુવિધા માટે ખેદ છે

નેશનલ સ્ટોક એક્સચેંજ NSE એ તેના ટ્વિટર પરથી બોલિવૂડ અભિનેત્રી મૌની રોયની તસવીરોને શેર કરી દીધી હતી, જો કે આ ટ્વિટ પછીથી ઘણી ટ્રોલ થતાં તેને ડિલીટ કરી નાખવામાં આવી હતી અને NSE એ આ વાતને માનવીય ભૂલ ગણાવી હતી અને લોકો પાસે માફી પણ માંગી હતી. 

NSE ના ટ્વિટર પર શેર થઈ હતી મૌની રોયની તસવીર 

NSE એ શનિવારે બોલિવૂડ અભિનેત્રી મૌની રૉયની એક તસવીર ટવીટ કરી હતી, જેમાં કેપ્શનમાં લખ્યું છે કે, શનિવારના વધતાં જતાં તાપમાનમાં મૌની રૉય ખૂબ જ આકર્ષક દેખાઈ રહી છે. આની સાથે જ  સુંદર દિવા, હોટગર્લ, મૌની રોય હોટ, બોલીવુડ વગેરે જેવા હેશટેગ પણ જોડવામાં આવ્યા હતા. જો કે NSE એ તેને માનવ ભૂલ તરીકે જણાવી હતી અને NSE એ તેના ફોલોવર્સને થતી અસુવિધા બદલ માફી માંગી છે.

આ ટ્વિટમાં NSE એ કહ્યું હતું કે "આજે રાત્રે 12.25 વાગ્યે NSE ના ટ્વિટર હેન્ડલ પર એક અનિચ્છનીય પોસ્ટ મૂકી શેર થઈ હતી, એક્સચેંજે જણાવ્યું હતું. તે એક માનવ ભૂલ હતી અને આ કોઈ હેકિંગ નહોતી. અમારા ફોલોવર્સને થયેલ અસુવિધા બદલ અમે દિલગીર છીએ. જો કે આ ટ્વિટને પણ ટ્વિટર પર ટ્રોલ કરવામાં આવ્યો હતો અને તેની ઘણી ટીકા થઈ હતી.

NSE એ માંગી માફી 

તેને ટ્વિટર પર ઘણી ટ્રોલ કરવામાં આવી છે. એક યુઝર એ લખ્યું, "જો તમે કરો છો, તો તમે ભૂલ અને અમે કરીએતો દંડ."  વધુમાં એક યુઝરે લખ્યું હતું કે આત્મનિર્ભર બનો અને તમારો ડેટા જાતે મેનેજ કરો. એક યુઝરે તો આ ઘટનાના ટાઈમિંગ વિશે સવાલ પણ ઉઠાવતા કહ્યું કે આ ભૂલ બપોરે થઈ હતી પરંતુ છ કલાક પછી તેને ખબર પડી કે આપણે આટલી મોટી ભૂલ કરી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Mauni Roy NSE National Stock Exchange Twitter twitter post ટ્વિટર પોસ્ટ મૌની રૉય Shocking

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ