બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / On one hand, there is a wave of happiness due to heavy rains across the state

વરસાદ / જામનગર-જૂનાગઢ જળબંબાકાર, આબુ-અંબાજી-પાવાગઢમાં ખીલી ઉઠ્યું સૌંદર્ય: ગુજરાતનાં તમામ જિલ્લાઓમાં મેઘમહેર

Dinesh

Last Updated: 08:16 PM, 1 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘ તાંડવ ચાલુ છે, રાજ્યભરમાં ભારે વરસાદને કારણે એક તરફ ખુશીની લહેર છે તો બીજી તરફ નુકસાનીના પણ અનેક દ્રશ્યો સામે આવી રહ્યા છે.

  • સમગ્ર ગુજરાત પર શ્રીકાર વર્ષા
  • જ્યા જુઓ ત્યાં પાણી જ પાણી
  • તમામ જિલ્લાઓમાં મેઘ મહેર 

સમગ્ર ગુજરાત પર શ્રીકાર વર્ષા થઈ રહી છે, જ્યા જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યો છે. વરસાદ ગુજરાત પર મન મૂકીને વરસી રહ્યો છે. ચારેતરફ વરસાદી પાણી ભરાયા છે તો બીજી બાજુ વરસાદથી ડેમો છલાકાઈ રહ્યા છે. રાજ્યના બધા જિલ્લાઓમાં મેઘ મહેર થઈ છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘ તાંડવ ચાલુ છે. રાજ્યભરમાં ભારે વરસાદને કારણે એક તરફ ખુશીની લહેર છે તો બીજી તરફ નુકસાનીના પણ અનેક દ્રશ્યો સામે આવી રહ્યા છે.

શહેરોના ગરનાળા,રસ્તાઓ પાણી પાણી
દેશભરમાં હાલ ચોમાસાએ દસ્તક આપી છે. પૂર્વથી લઈ પશ્ચિમ અને ઉત્તરથી લઈ દક્ષિણ સુધી હાલ ધોધમાર વરસાદ છે. ચારે તરફ માત્ર અને માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યા છે. ત્યારે ગુજરાતમાં પણ હાલ છેલ્લા ચાર પાંચ દિવસથી વરસાદ છે. ત્યારે હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે. કે, આગામી 3 દિવસ સુધી રાજ્યમાં વરસાદ રહેશે. સાથે જ ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદમાં પણ ધીમી ધારે તો ક્યાં ધોધમાર વરસાદ થવાની સંભાવના છે.

સૌરાષ્ટ્રમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ
રાજ્યભરમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત બાદ સર્વત્ર પાણી જ પાણીના દ્રશ્યો દેખાઈ રહ્યા છે. ત્યારે સતત વરસી રહેલા વરસાદને કેશોદના ખામીદાણા ગામનો પૂલ તૂટ્યો છે. પુલ તૂટી જતા અનેક ગામો હાલ સંપર્કવિહોણાં થયા છે. તો બીજી તરફ નદીમાં પાણીના તેજ પ્રવાહને કારણે પુલ તુટી જતા અનેક લોકો પુલના બંને છેડે ફસાયા છે. સૌરાષ્ટ્રમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યો છે.

જામનગર, જૂનાગઢમાં જળબંબાકાર
જામનગર, જૂનાગઢમાં જળબંબાકાર તેમજ ગીર સોમનાથમાં નદીઓ ગાંડીતૂર બની છે. શીંગોડા, રાવલ ડેમમાં પાણીની આવક નોંધાઈ છે જ્યારે ઉનાની રૂપેણ, માલણ નદી બે કાંઠે વહી રહી છે તો બીજી તરફ ભાવનગરના શેત્રુંજીમાં પાણીની આવક નોંધાઈ છે. અમરેલીમાં અનરાધાર વરસાદ પગલે સુરવો, મુંજીયાસર ડેમ ભરાયો છે તો અમરેલીના ધારીની શેલ નદીમાં ઘોડાપૂર જોવા મળી રહ્યો છે.

આબુ અંબાજી, પાવાગઢનું સૌંદર્ય ખીલ્યું
જૂનાગઢની ઉબેણ નદી બે કાંઠે વહી છે જ્યારે જૂનાગઢના જંગલો, પર્વતો સોળેકળાએ ખીલ્યા છે. તેમજ અરવલ્લીના ધોધ, ઝરાણાઓ વરસાદના કારણે જીવીત થયા છે. આબુ અંબાજી, પાવાગઢનું સૌંદર્ય ખીલ્યું છે તો બીજી તરફ ખાના ખરાબાની વાત કરીએ તો નદી કિનારાના ગામો બેટમાં ફેરવાયા છે. અને અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે.  નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે તેમજ લો લેવલના પૂલ પાણીમાં ગરકાવ થયો છે. શહેરોના ગરનાળા,રસ્તાઓ પાણી પાણી થયા છે ભારે વરસાદના કારણે વાહનવ્યવહાર પર વરસાદની માઠી અસર જોવા મળી રહી છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ