બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Omicron is spreading at a faster rate of 318% than the original virus in India

BIG NEWS / હવે સાચવવું પડશે! મૂળ વાયરસ કરતાં 318% ઝડપે ફેલાઈ રહ્યો છે ઓમિક્રૉન વેરિયન્ટ, ભારતમાં ટેન્શન વધ્યું

Parth

Last Updated: 03:35 PM, 24 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં કોરોના વાયરસનાં કારણે ફરી ચિંતા વધી છે ત્યારે નવા વર્ષની શરૂઆત પહેલા ઓમિક્રૉન વેરિયન્ટ ખૂબ ઝડપથી સંક્રમણ ફેલાવી રહ્યો છે.

  • મૂળ વાઈરસ કરતાં ૩૧૮%ની પૂર ઝડપે ફેલાઈ રહ્યો છે ઓમિક્રોન
  • ૧૯ દિવસમાં વાઈરસની ઝપટમાં આવનારાની સંખ્યા ૨૦૦ને પાર
  •  મૂળ કોરોના વાઈરસથી સંક્રમણના ૨૦૦ કેસ મળતા ૬૦ દિવસ લાગ્યા હતા

દેશમાં કોરોનાનો નવો વેરિઅન્ટ ઓમિક્રોન મૂળ વાઈરસની સરખામણીએ ત્રણ ગણી ઝડપે ફેલાઈ રહ્યો છે. ભારતમાં નવા વેરિઅન્ટનો પહેલો કેસ બે ડિસેમ્બરના રોજ મળ્યો હતો. પરંતુ માત્ર ૧૯ દિવસની અંદર આ વાઈરસની ઝપેટમાં આવનારાની સંખ્યા ૨૦૦ને પાર થઇ ગઈ છે. તેનાથી વિપરિત મૂળ કોરોના વાઈરસથી સંક્રમણના ૨૦૦ કેસ મળતા ૬૦ દિવસ લાગ્યા હતા. જેને જોતા ઓમિક્રોન સંક્રમણ ફેલાવવાનો દર મૂળ વાઈરસની સરખામણીએ ૩૧૮ ટકા છે. 

ઓમિક્રોને આ દરમિયાન જ્યાં પ્રતિદિન સરેરાશ ૧૦.૫ લોકોને સંક્રમિત કર્યા ત્યાં શરૂઆતના બે મહિના દરમિયાન મૂળ વાઈરસે પ્રતિદિન ફક્ત ૩.૩ લોકોને સંક્રમિત કર્યા છે. દેશમાં કોરોના સંક્રમણનો પહેલો કેસ વર્ષ ૨૦૨૦માં ૩૦ જાન્યુઆરીએ નોંધાયો હતો. ત્યારબાદ એક એપ્રિલ ૨૦૨૦ના રોજ કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને ૨૦૦ થઈ હતી. ઉલ્લેખનીય છે કે ઓમિક્રોનનો સૌથી પહેલો કેસ દક્ષિણ આફ્રિકામાં જોવા મળ્યો હતો. ત્યારબાદથી તે લગભગ ૧૦૦ દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. આ જ કારણ છે કે ભારતમાં તેના તેજ પ્રસારને જોતાં ભાત ભાતની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. 

દેશના ૧૬ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઓમિક્રોન ફેલાઈ ચૂક્યો છે. અત્યાર સુધીમાં ૨૩૬થી વધુ લોકો સંક્રમિત થયા છે જ્યારે ૧૦૬ જેટલા સાજા પણ થયા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૬૫ કેસ નોંધાયા છે. જ્યારે ઓમિક્રોનના ૬૪ કેસ સાથે દિલ્હી બીજા નંબરે છે. તેલંગણામાં ૨૪, કર્ણાટકમાં ૧૯, રાજસ્થાનમાં ૨૧ અને કેરળમાં ૧૫ કેસ નોંધાયા છે. ગુજરાતમાં પણ ૨૪ જેટલા કેસ નોંધાયા છે.

પ્રધાનમંત્રી મોદીએ અધિકારીઓને આપ્યા આ આદેશ 

  • પીએમ મોદીએ અધિકારીઓને એવા જિલ્લાની ઓળખ કરવાનો નિર્દેશ આપ્યો કે જ્યાં હજુ સુધી વેક્સિનેશનમાં કોઈ પ્રગતિ થઈ નથી. તેમણે અધિકારીઓને કહ્યું કે તેઓ રાજ્ય સાથે વેક્સિનેશન સંબંધિત સમસ્યાઓ અંગે વાતચીત કરે અને વધારેમાં વધારે લોકોનું વેક્સિનેટેડ કરવામાં મદદ કરે. 
  • ભારત માટે સાચવવા જેવો સમય તો હવે આવ્યો છે.  21 દિવસ પહેલા એટલે કે 2 ડિસેમ્બરે ભારતમાં ઓમિક્રોનનો પહેલો કેસ નોંધાયો હતો ત્યારથી આજે કુલ કેસનો આંકડો 300ને પાર પહોંચતા હવે ભારત માટે ખરો સમય આવ્યો છે. 
  • પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે સરકાર સતર્ક છે. બીમારીના અટકાવ અને પ્રબંધન માટે કેન્દ્ર સરકાર રાજ્યોને પૂરો સહયોગ આપી રહી છે. તત્કાળ અને પ્રભાવી કોન્ટેક્ટ, ટ્રેસિંગ અને ટેસ્ટિંગમાં ઝડપ, વેક્સિનેશનમાં ઝડપ લાવવી તથા સ્વાસ્થ્ય સુવિધાઓને મજબૂત કરવા પર ધ્યાન આપવું જોઈએ. 
  • પ્રધાનમંત્રી મોદીએ બેઠકમાં અધિકારીઓને કહ્યું કે ઓમિક્રોનથી બચવા માટે આપણે સતર્ક અને સાવધાન રહેવું જોઈએ. સાંજના લગભગ 7 વાગ્યે શરુ થયેલી બેઠક એક કલાક સુધી ચાલી હતી તેમાં પ્રધાનમંત્રી મોદીએ અધિકારીઓને દવાઓ અને ઓક્સિજનનો સ્ટોક વધારવા તથા દેશભરમાં વેક્સિનેશન વધારવા સંબંધિત નિર્દેશ આપ્યો હતો. 
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ