બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Old Sachivalaya in Gandhinagar will be re-developed

પ્લાનિંગ / ગાંધીનગરમાં જૂના સચિવાલયનું કરાશે રિ-ડેવલપમેન્ટ, કચેરીઓ જર્જરિત થઈ જતા લેવાયો નિર્ણય

Malay

Last Updated: 02:38 PM, 24 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gandhinagar News: પાટનગર ગાંધીનગરમાં વર્ષ 1970-71માં બનેલા જૂના સચિવાલયનું રિ-ડેવલપમેન્ટ કરવામાં આવશે. જૂના સચિવાલયમાં કાર્યરત કચેરીઓની કામગીરીને વિક્ષેપ ન પડે તે માટે નવા બ્લોક બનાવવાનું આયોજન કરાયું છે.

 

  • જૂનું સચિવાલય હવે નવું સચિવાલય બનશે
  • બિલ્ડીંગો જર્જરિત થતા લેવાયો નિર્ણય
  • 100 કરોડના ખર્ચે 2 બ્લોક તૈયાર કરાશે

ગાંધીનગર ખાતે આવેલા જૂના સચિવાલયને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ જૂના સચિવાલય ભવનની જગ્યાએ નવું ભવન બનાવવામાં આવશે. જૂના સચિવાલયમાં ક્રમશ 8 બ્લોક તૈયાર કરવામાં આવશે. ડો. જીવરાજ મહેતા ભવનમાં આવેલા બિલ્ડીંગોની હાલત જર્જરિત થઈ ગઈ છે. આ સંકુલમાં કચેરીઓ ખૂબ જૂની અને જર્જરિત થઈ ચૂકી છે.  લિફ્ટ, ફાયર ફાઇટિંગ સિસ્ટમ, પાર્કિંગ સહિતની અન્ય પાયાની સુવિધાઓ પણ યોગ્ય નથી. જેથી જૂના સચિવાલયના રી-ડેવલપમેન્ટનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

ક્રમશ 8 બ્લોક તૈયાર કરાશે
આ પ્રોજેક્ટ માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યો છે.  જૂના સચિવાલયમાં ક્રમશ 8 બ્લોક તૈયાર કરવામાં આવશે. જેમાં પહેલા તબક્કામાં 100 કરોડના ખર્ચે 2 બ્લોક તૈયાર કરાશે. જેમાં લિફ્ટ સહિત અદ્યતન સુવિધાઓ ઉભી કરાશે. આ માટે ટેન્ડરીંગ પ્રકિયા ટૂંક સમયમાં જ શરૂ કરાશે. 

જૂના બિલ્ડીંગ યથાવત રાખી નવું સ્ટ્રક્ચર તૈયાર થશે
હાલમાં જૂના સચિવાલયમાં કાર્યરત કચેરીઓની કામગીરીને વિક્ષેપ ન પડે તે માટે જૂના બિલ્ડીંગ યથાવત રાખી નવું સ્ટ્રક્ચર તૈયાર થશે. નવા બ્લોક તૈયાર થઇ જાય અને તેમાં કચેરીઓ શિફ્ટ થઇ જાય પછી જ જૂના બ્લોક તોડી પડાશે. એટલે કે નવા બિલ્ડીંગ બની ચુક્યા બાદ જૂના બિલ્ડીંગ તોડવામાં આવશે. હાલ જૂના સચિવાલયમાં 20 બ્લોક આવેલા છે. હાલના 3 માળના સ્ટ્રક્ચરને બદલે 8 માળનું નવું સ્ટ્રક્ચર બનાવાશે.  જૂના સચિવાલયના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટને મુખ્યમંત્રીની મંજૂરી મળ્યા બાદ હવે સીટીપી ઓફિસ દ્વારા બ્લોક અને કચેરીઓના પ્લાનને પણ મંજૂરી આપી દેવામાં આવી છે. 

વર્ષ 1971માં ગાંધીનગરની પાટનગર તરીકે કરાઈ હતી જાહેરાત
અત્રે ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર શહેરની સ્થાપના 2 ઓગસ્ટ 1965ના રોજ થઇ હતી. વર્ષ 1971માં પાટનગર ગાંધીનગરની જાહેરાત કરવામાં આવી હતી. 1976માં જૂના સચિવાલયમાં ગુજરાતનો વહીવટ શરૂ કરવામાં આવ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ