ઓડિશા ટ્રેન અકસ્માત બાદ તરત રેલ મંત્રી અશ્નિની વૈષ્ણવ ઘટનાસ્થળે પહોંચ્યાં હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
ઓડિશા ટ્રેન અકસ્માત બાદ રેલ મંત્રી અશ્નિની વૈષ્ણવ ટ્રોલ થયા
અકસ્માત બાદ તરત બાલાસોર અકસ્માત સ્થળે પહોંચ્યાં
ટ્રેન નીચે ઘુસીને પરિસ્થિતિનો મેળવ્યો તાગ
ઓડિશાના બાલાસોરમાં થયેલા ટ્રેન અકસ્માત બાદ કેન્દ્રીય રેલવે મંત્રી ઘટના સ્થળે પહોંચ્યાં હતા જોકે તેમની આ મુલાકાત અને એક તસવીરને કારણે તેઓ સોશિયલ મીડિયામાં ટ્રોલ થયા હતા.
बिना 'सेफ्टी-गियर' के रेलमंत्री ट्रेन के नीचे क्यों घुसे?
कारण जानते हो?
यदि हेलमेट लगा लेते तो चेहरा ढक जाता,पोज वाला फोटो कैसे आता,साहब को दिखाने के लिए। pic.twitter.com/PvTfpMJ0WE
— Surya Pratap Singh IAS Rtd. (@suryapsingh_IAS) June 3, 2023
બાલાસોર જઈને ઊંઘી પડેલી ટ્રેન નીચે ઘુસ્યાં રેલ મંત્રી
આ ઘટના બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેઓ વહેલી સવાર બાલાસોર દુર્ઘટના સ્થળે પહોંચ્યાં હતા અને ઊંઘી પડેલી ટ્રેન નીચે ઘુસીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ ઘટના બાદ તેઓ જોરદાર ટ્રોલ થયા હતા અને તેમની એક તસવીર શેર કરીને તેમના મેણા-ટોણા મારી રહ્યાં છે તો કેટલાક તેમના રાજીનામાની માંગ કરી રહ્યા છે.
પૂર્વ આઈએએસ અધિકારીએ ટ્વીટ કર્યું
પૂર્વ આઈએએસ અધિકારી સૂર્ય પ્રતાપ સિંહે લખ્યું, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ટ્રેનની નીચે ફોટોગ્રાફી કરી રહ્યા છે. સર, આ બીમારીએ બધાને અસર કરી છે. અહીં બળાત્કારના આરોપી સાંસદ અને થારને કચડી નાખવાના આરોપી મંત્રી પણ રાજીનામું આપતા નથી.
અન્ય એક ટ્વિટમાં પૂર્વ આઈએએસ અધિકારી સૂર્ય પ્રતાપ સિંહે લખ્યું, "એક સમયે રેલવે મંત્રી જવાબદારી સાથે રાજીનામું આપતા હતા. શું આજે કોઈ એવું કરશે? ખેર, ગરીબ રેલવેપ્રધાનને તો બે ડબ્બાની ટ્રેનને લીલીઝંડી આપવાની તક પણ મળતી નથી.
સરકારનું ધ્યાન માત્ર લક્ઝરી ટ્રેનો પર
સીપીઆઈના સાંસદ બિનોય વિશ્વામે કહ્યું, "સરકારનું ધ્યાન માત્ર લક્ઝરી ટ્રેનો પર છે. સામાન્ય લોકોની ટ્રેનો અને ટ્રેકની અવગણના કરવામાં આવે છે. ઓડિશામાં થયેલા મૃત્યુ તેનું પરિણામ છે. રેલવે મંત્રીએ રાજીનામું આપી દેવું જોઈએ.