બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Nude photo morphed on social media, Ranveer revealed in front of police

BIG NEWS / ન્યૂડ ફોટોશૂટ મામલે રણવીર સિંહનો પોલીસને જવાબ, કહ્યું તસવીરો સાથે છેડછાડ કરાઇ, પ્રાઇવેટ પાર્ટ દેખાય...

Megha

Last Updated: 12:34 PM, 15 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રણવીર સિંહે મુંબઈ પોલીસની સામે મહત્વનો ખુલાસો કરતાં કહ્યું કે જે તસવીરને લઈને હોબાળો થયો છે એ તસવીર સાથે છેડછાડ કરવામાં આવી છે

  • હજુ પણ ન્યુડ ફોટોશુટને કારણે રણવીર સિંહ ચર્ચામાં બની રહ્યા છે.
  • રણવીર સિંહે મુંબઈ પોલીસની સામે કર્યો મહત્વનો ખુલાસો 
  • અમુક તસવીર સાથે સંપૂર્ણપણે છેડછાડ કરવામાં આવી

થોડા સમય પહેલા રણવીર સિંહે પેપર મેગેઝિન માટે એક ન્યુડ ફોટોશૂટ કરાવ્યું  હતું અને ત્યારથી કરીને આજ સુધી એ ફોટોશુટને કારણે રણવીર સિંહ ચર્ચામાં બની રહ્યા છે. અભિનેતા તેની એ તસવીરોમાં અલગ-અલગ પોઝ આપી રહ્યા હતા અને એ ફોટોશુટ સોશ્યલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયું હતું. આ તસવીરના આધારે મુંબઈ પોલીસે 26 જુલાઈ 2022ના રોજ રણવીર સિંહ વિરુદ્ધ અશ્લીલતા માટે FIR નોંધી હતી અને 29 ઓગસ્ટના દિવસે રણવીર સિંહે  ન્યૂડ ફોટોશૂટ કેસમાં ચેમ્બુર પોલીસ સ્ટેશનમાં પોતાનું નિવેદન રેકોર્ડ કરાવ્યું હતું. રણવીર સિંહે સવારે 7 થી 9:30 સુધી પોતાનું રેકોર્ડ કરાવ્યું હતું. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર રણવીર સિંહ નિવેદન દરમિયાન પોતાને નિર્દોષ ગણાવી રહ્યા હતા. રણવીરે કહ્યું હતું કે તેનો ઈરાદો કોઈને દુઃખ પહોંચાડવાનો નહતો. સાથે એમ પણ કહ્યું હતું કે તેને ખ્યાલ નહોતો કે આ પ્રકારનું ફોટોશૂટ તેના માટે આટલી મુશ્કેલી ઊભી કરશે.

તસવીરમાં કરવામાં આવી છેડછાડ 
હાલ એક કેસમાં એક મોટો ખુલાસો થયો છે. ન્યૂડ ફોટોશૂટ કેસમાં બોલિવૂડ એક્ટર રણવીર સિંહે મુંબઈ પોલીસની સામે મહત્વનો ખુલાસો કરતાં તેને દાવો કર્યો છે કે જે તસવીરને લઈને હોબાળો થયો છે એ તસવીર તેને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કરેલી સાત તસવીરોનો ભાગ નથી. આ તસવીર સાથે સંપૂર્ણપણે છેડછાડ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ફોટોશુટમાં પાડવામાં આવેલ દરેક તસવીરને પોલીસે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલી છે કે તેની સાથે છેડછાડ કરવામાં આવી છે કે નહીં. જો બહાર આવ્યું કે તસવીર સાથે છેડછાડ કરવામાં આવી છે, તો રણવીર સિંહને ક્લીન ચિટ મળવાની સંભાવના છે કારણ કે એફઆઈઆર એ આધાર પર નોંધવામાં આવી હતી કે ફોટોગ્રાફમાં તેના પ્રાઇવેટ પાર્ટ દેખાતા હતા.

ફરિયાદ 
રણવીર સામે IPC ની ધારા 509, 292, 294, આઈટી એક્ટ સેકશન 67A અંદર કેસ ફાઇલ થયો હતો અને તેમની સામે FIRનોંધવામાં આવી હતી.  ન્યૂડ ફોટોશૂટ કરાવવાના મામલે ભારતીય સંસ્કૃતિનો હવાલો આપતા એક NGO ચલાવનાર લલીત શ્યામે મુંબઈના ચેમ્બુર પોલીસ સ્ટેશનમાં રણવીર સિંહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. એમની માંગ હતી કે સોશ્યલ મીડિયા પરથી આ તસવીરો હટાવી દેવી જોઈએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ