બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / NSUI protests against Vastralan Arpan School in Ahmedabad

અમદાવાદ / સ્કૂલ પાસે ફાયર NOC ન હોવા છતાં ચાલુ હોવાનો આક્ષેપ સાથે વસ્ત્રાલની અર્પણ સ્કૂલ સામે NSUIનો વિરોધ

Kiran

Last Updated: 05:02 PM, 8 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં વસ્ત્રાલની અર્પણ સ્કૂલ સામે NSUIનો વિરોધ, ફાયર NOC ન હોવા છતાં શાળા ચાલતી હોવાના આક્ષેપ સાથે NSUI કાર્યકરો દ્વારા શાળામાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું

  • અમદાવાદમાં વસ્ત્રાલની અર્પણ સ્કૂલ સામે NSUIનો વિરોધ
  • સ્કૂલ પાસે ફાયર NOC ન હોવા છતાં ચાલુ હોવાનો આક્ષેપ
  • સ્કૂલનો ચોથો માળ પણ માન્યતા વગર બાંધ્યો હોવાનો આક્ષેપ 

અમદાવાદમાં વસ્ત્રાલની અર્પણ સ્કૂલ સામે NSUIનો વિરોધ, ફાયર NOC ન હોવા છતાં શાળા ચાલતી હોવાના આક્ષેપ સાથે NSUI કાર્યકરો દ્વારા શાળામાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, શાળામાં વિદ્યાર્થીઓને ફરજિયાત ટ્યૂશન માટે મજબૂર કરતા હોવાનો NSUI કાર્યકરોએ આક્ષેપ કર્યા હતા. 

વસ્ત્રાલની અર્પણ સ્કૂલ સામે NSUIનો વિરોધ

એટલું જ નહીં સ્કૂલનો ચોથો માળ પણ માન્યતા વગર બાંધ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પોલીસે NSUI કાર્યકરોની કરી અટકાયત કરી હતી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અવાર નવાર શાળાઓની દાદાગીરી સામે આવતી હોય છે, શાળાના સંચાલકો વાલીઓ પાસેથી બેફામ ફી ઉઘરાવતા હોય છે, ત્યારે કોરોના કાળમાં પણ શાળા સંચાલકોની મનમાની સામે આવી છે. ત્યારે વસ્ત્રાલમાં અર્પણ સ્કૂલ દ્વારા ફરજિયાત ટ્યૂશન માટેનો આગ્રહ કરવામાં આવતા NSUIના કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો. FRCના નિયમો નેવે મુકીને શાળા સંચાલકો ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા હોવાનો પણ NSUI કાર્યકરોએ આરોપ લગાવ્યો હતો. સ્કૂલ પાસે ફાયર NOC ન હોવા છતાં ચાલુ હોવાનો આક્ષેપ સાથે કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો.  

ફાયર NOC ન હોવા છતાં ચાલુ હોવાનો આક્ષેપ

ફાયર NOC ન ધરાવતી શાળાઓને તંત્ર દ્વારા નોટિશ ફટકારી તેની સામે કાર્યવાહી કરવામાં આવતી હોય છે ત્યારે ફાયર NOC મામલે સ્કૂલ સામે પગલા  હજુ સુધી કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી એટલું જ નહીં શાળામાં માન્યતા વિના ચોથો માળ બાંધવામાં આવ્યો તેમ છતાં શાળા સામે હજુ સુધી કોઈ પગલાં ન લેવામાં આવતા તંત્ર સામે અનેક સવાલ ઉઠી રહ્યા છે.  ત્યારે શું અધિકારીઓને રહેમ નજર હેઠળ સ્કૂલ ચાલી તે પણ એક સવાલ છે? 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ