બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / NRI News / 2 કરોડનું દેવું, નોકરી માટે સ્ટ્રગલ... ભારતીય પરિવાર માટે અમેરિકન ડ્રીમ બન્યું ભયાનક હકીકત

NRI / 2 કરોડનું દેવું, નોકરી માટે સ્ટ્રગલ... ભારતીય પરિવાર માટે અમેરિકન ડ્રીમ બન્યું ભયાનક હકીકત

Published By: Vidhata Gothi

Last Updated: 10:11 AM, 18 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકામાં અભ્યાસ અને નોકરીનું સપનું એક પરિવાર માટે 2 કરોડ રૂપિયાના દેવામાં ફેરવાઈ ગયું. સખત વિઝા નિયમોને કારણે બંને દીકરા અભ્યાસ પછી પણ બેરોજગાર રહ્યા. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે પિતા ફ્લેટ પણ વેચવા તૈયાર થઈ ગયા.

હજારો ભારતીય પરિવાર અને યુવાનો અમેરિકા જઈને અભ્યાસ કરવાનું કે સ્થાઈ થવાની સપનું જોવે છે, પણ બધાના આ સપના પૂરા નથી થતાં. ડોનાલ્ડ ટ્રમ્પની વિદેશ નીતિ અને કડક ઇમિગ્રેશન પોલિસીને કારણે લોન લઈને અમેરિકા ગયેલા લોકોની સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ રહી છે. આવું જ એક ભારતીય પરિવાર સાથે થયું. અમેરિકામાં અભ્યાસ અને નોકરીનું સપનું એક પરિવાર માટે ભારે દેવું અને ચિંતામાં ફેરવાઈ ગયું. એક પિતાએ પોતાના બંને દીકરાઓને અમેરિકા મ માટે લગભગ 2 કરોડની લોન લીધી, પણ વિઝાના કડક નિયમોને કારણે દીકરાઓને નોકરી ન મળી શકી. આ કિસ્સો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આદિત્ય નામના એક યુઝરે શેર કર્યો છે.

પોસ્ટ કરીને આ યુઝરે જણાવ્યું કે તેમના એક નજીકના મિત્રએ સીમિત સંસાધનો છતાં પોતાના દીકરાઓને મોંઘા માસ્ટર ડિગ્રી કોર્સ માટે અમેરિકા મોકલી દીધા. અભ્યાસ પૂર્ણ થતાં સુધીમાં પિતા પર લગભગ 1.5 કરોડ રૂપિયાનું દેવું થઈ ચૂક્યું હતું. સામાન્ય રીતે આવી ડિગ્રી પછી સ્ટુડન્ટ H-1B વિઝા દ્વારા અમેરિકામાં નોકરીની અપેક્ષા રાખે છે, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં ઇમિગ્રેશન નિયમો કડક થઈ જવાને કારણે સ્થિતિ બદલાઈ ગઈ. ડિગ્રી મળ્યા પછી બંને દીકરાઓ નોકરી માટે સ્ટ્રગલ કરતાં રહ્યા. દરમિયાન પિતા ભારતથી સતત પૈસા મોકલતા રહ્યા, જેથી દીકરાઓ અમેરિકામાં રહી શકે.

vtv app promotion

દર મહિને મોકલવા પડ્યા લાખો રૂપિયા

એક્સ પર શેર કરેલી પોસ્ટ પ્રમાણે, પહેલા પિતા દરેક દીકરાને દર મહિને લગભગ 1 લાખ રૂપિયા મોકલતા હતા. પછી નિયમો કડક થયા અને સ્થિતિ ખરાબ થવા પર આ રકમ વધારીને દર મહિને 2 લાખ કરી દીધી. આ દરમિયાન કુલ દેવું વધીને 2 કરોડ રૂપિયાથી વધી ગયું. દીકરાઓના અભ્યાસ અને રહેવાનો ખર્ચો ઉઠાવવા માટે પિતા પોતાનો ફ્લેટ પણ વેચવા તૈયાર થઈ ગયા હતા. ભારતમાં તેમનો વ્યવસાય પણ ઠીક ચાલી રહ્યો ન હતો, જેના કારણે આર્થિક દબાણ વધારે વધી ગયું. ઘણા સમય પછી પરિવારને ત્યારે થોડી રાહત મળી જ્યારે મોટા દીકરાનું નામ H-1B વિઝા લોટરીમાં નીકળ્યું. તેણે અમેરિકામાં નોકરી મળી ગઈ. ભલે તેનો પગાર વધારે નથી, પણ હવે તે પોતાનો ખર્ચ જાતે ઉઠાવી શકે છે.

આ પણ વાંચો: અમેરિકાના 5 શહેરો, જ્યાં સ્ટુડન્ટ-વર્કર્સ માટે જૉબ મેળવવી છે સરળ, જાણો લો લિસ્ટ

હજારો પરિવારોની આવી સ્થિતિ

પોસ્ટમાં યુઝરે આ સ્થિતિને ભયાનક ગણાવીને કહ્યું કે આજે હજારો ભારતીય સ્ટુડન્ટ્સ અને તેમના માતાપિતા આ જ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. તેમણે માતાપિતાને સલાહ આપી કે જો આર્થિક સ્થિતિ મજબૂત ન હોય તો સંતાનોને અમેરિકા મોકલવાનો નિર્ણય સમજી-વિચારીને લો. તેમણે લોકોને અપીલ પણ કરી કે આવા કેસની ટીકા કરવાને બદલે સહાનુભૂતિ દાખવો, કારણ કે યુવા વિદ્યાર્થીઓ ઓછી નોકરીઓવાળા માર્કેટ અને વધારા પારિવારિક દેવા વચ્ચે ફસાયેલા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Trump Immigration Policy US Job Market Indian Students in USA

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ