ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / NRI News / અમેરિકામાં વસતા ભારતીયો માટે સારા સમાચાર, વધુ એક રાજ્યએ દિવાળીને આપી સત્તાવાર રજા તરીકે માન્યતા

NRI / અમેરિકામાં વસતા ભારતીયો માટે સારા સમાચાર, વધુ એક રાજ્યએ દિવાળીને આપી સત્તાવાર રજા તરીકે માન્યતા

Published By: Vidhata Gothi

Last Updated: 12:10 PM, 16 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા ઘણા વર્ષોથી વિદેશમાં પણ હિંદુઓનો સૌથી મોટો તહેવાર દિવાળી ઉજવાઈ રહ્યો છે. ત્યારે વિદેશમાં વસતા ભારતીયો માટે દિવાળીને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે.

ADVERTISEMENT

હિન્દુઓનો સૌથી મોટો તહેવાર દિવાળી ફક્ત ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના ઘણા દેશોમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ઘણા દેશોમાં વસતા ભારતીય લોકોને કારણે પણ અહીં દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દેશોમાં અમેરિકાનું નામ પણ સામેલ છે. અમેરિકાના ઘણા શહેરોમાં દિવાળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. કેટલાક રાજ્યોમાં, દિવાળીની સત્તાવાર રીતે રજા પણ જાહેર કરવામાં આવે છે. ત્યારે હવે દિવાળીને માન્યતા આપનારા રાજ્યોમાં વધુ એક અમેરિકન રાજ્યનું નામ જોડાઈ ગયું છે, જે દિવાળી પર સત્તાવાર રીતે રજાઓ આપશે.

Diwali-2

અહેવાલો પ્રમાણે, કેલિફોર્નિયાએ પ્રકાશના તહેવારને માન્યતા આપીને દિવાળીને સત્તાવાર રજા જાહેર કરી દીધી છે. કેલિફોર્નિયા રાજ્ય વિધાનસભાએ AB 268 બિલ પસાર કરી દીધું છે, જે દિવાળીને સત્તાવાર રીતે રાજકીય રજા તરીકે માન્યતા આપે છે. દિવાળીની રજા જાહેર કરતું આ બિલ એસેમ્બલી સભ્યો એશ કાલરા અને ડૉ. દર્શના પટેલ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. આ બિલને વિધાનસભાના બંને ગૃહોમાં ભારે સમર્થન મળ્યું. 10 સપ્ટેમ્બરના રોજ, સેનેટે તેને 36 મતો સાથે મંજૂરી આપી. એક દિવસ પછી, વિધાનસભાએ 76 મતો સાથે સમર્થન આપ્યું. તે સેનેટ અને એસેમ્બલીમાંથી પણ પસાર થઈ ગયું છે. ટૂંક સમયમાં તેના પર રાજ્યપાલ દ્વારા સહી કરવામાં આવશે અને પછી તે કાયદો બની જશે.

AB 268 બિલને મંજૂરી

આ પ્રસ્તાવિત બિલ સૌથી પહેલા આ વર્ષે જાન્યુઆરીમાં રજૂ કરવામાં આવ્યું હતું. આ બિલનો હેતુ કેલિફોર્નિયામાં રાજકીય રજાઓના લિસ્ટમાં દિવાળીને સામેલ કરવાનો અને આ પ્રસંગે કોમ્યુનિટી કોલેજો અને જાહેર શાળાઓને બંધ રાખવાનો અધિકાર આપવાનો હતો. આ સાથે, આ બિલ રાજ્યના કર્મચારીઓને દિવાળી પર પેઇડ રજા પણ આપે છે. જોકે, તેને ન્યાયિક રજા તરીકે વર્ગીકૃત કરવામાં આવશે નહીં, એટલે કે દિવાળીમાં કોર્ટ ખુલ્લી રહેશે.

vtv app promotion

તહેવારો દ્વારા વિદેશમાં વસનારા લોકો તેમની સંસ્કૃતિ અને તેમના મૂળ સાથે જોડાયેલા રહે છે. વિશ્વભરમાં ઘણા દશોમાં ભારતીયો પણ મોટી સંખ્યામાં વસેલા છે, ત્યારે ભારતીય પરંપરાઓના આદરના પ્રતીક તરીકે, ઘણા દેશો અને અમેરિકાના રાજ્યોએ દિવાળીને સત્તાવાર રજા તરીકે માન્યતા આપવાનું શરૂ કર્યું છે.

આ પણ વાંચો: અમેરિકામાં કઇ જૉબ સૌથી વધારે છે સિક્યોર? જેની માટે જોઇશે આ ડિગ્રી, જાણો

ઉલ્લેખનીય છે કે અમેરિકાના ઘણા રાજ્યોમાં દિવાળી પર રજાઓ હોય છે. 2024માં, પેન્સિલવેનિયા સત્તાવાર રીતે દિવાળીને રાજકીય રજા જાહેર કરનાર પહેલું અમેરિકન રાજ્ય બન્યું. આ પછી વર્ષ 2025માં આમાં કનેક્ટિકટનું નામ પણ જોડાઈ ગયું. હવે કેલિફોર્નિયાએ પણ દિવાળીને રાજકીય રજાઓ તરીકે જાહેર કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

California NRI News Diwali Public Holiday

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ