બ્રેકિંગ ન્યુઝ
Khyati
Last Updated: 02:26 PM, 28 March 2022
ADVERTISEMENT
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF), નેશનલ પેન્શન સ્કીમ (NPS) અને સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY)ના ખાતાધારકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર છે. ટેક્સ-સેવિંગ સ્કીમ્સમાં એકાઉન્ટ ધારકોને તમારું એકાઉન્ટ સક્રિય છે કે નહીં તે તપાસવા માટે નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછી રકમ જમા કરાવવાની જરૂર પડે છે. એટલે કે, 31 માર્ચ સુધીમાં, તમારે કોઈપણ સંજોગોમાં આ ખાતાઓનું બેલેન્સ અપડેટ કરવું પડશે, નહીં તો તમારે દંડ ભરવો પડી શકે છે. અને જો એકવાર આ એકાઉન્ટ્સ નિષ્ક્રિય થઈ ગયુ તો તમારે તેને ફરીથી એક્ટિવ કરવા માટે દંડ ચૂકવવો પડશે.
PPFમાં જમા કરવાની લઘુત્તમ રકમ
ADVERTISEMENT
નાંણાકીય વર્ષ માટે પીપીએફમાં લઘુત્તમ વાર્ષિક યોગદાન રૂ 500 છે. આ સાથે તમારે એ પણ જાણવું જોઈએ કે વર્તમાન નાણાકીય વર્ષ માટે આ યોગદાન કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ, 2022 છે. જો તમે અત્યાર સુધી રકમ જમા નથી કરાવી તો હમણા જ કરી દો. નહી તો તમારે દર વર્ષે રૂ. 50 નો દંડ અને દરેક વર્ષ માટે રૂ. 500 નું બાકી સબસ્ક્રિપ્શન ચૂકવવું પડશે. જો તમારું ખાતું બંધ છે તો તમને તેમાં કોઈ લોન નહીં મળે.
NPSમાં જમા કરવાની લઘુત્તમ રકમ
નિયમો અનુસાર ટિયર-1 NPS ખાતાધારકોએ નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા રૂ. 1,000 જમા કરાવવા ફરજિયાત છે. જો NPS ટાયર-1 ખાતામાં લઘુત્તમ રાશિ મેન્ટેન ન કરવામાં આવે તો ખાતું નિષ્ક્રિય થઈ જશે. આ માટે તમારે 100 રૂપિયાનો દંડ ભરવો પડશે. એટલું જ નહીં, તમારે જાણવું જોઈએ કે જો કોઈની પાસે ટિયર II NPS ખાતું છે (જ્યાં ભંડોળનું લૉક-ઇન જરૂરી નથી) તો ટિયર-1 એકાઉન્ટ ફ્રીઝ કરવાની સાથે ટિયર-2 એકાઉન્ટ પણ આપમેળે બંધ થઈ જશે. .
સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ સ્કીમ
સુકન્યા સમૃદ્ધિ ખાતામાં નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછી 250 રૂપિયા જમા કરાવવા ફરજિયાત છે. નહી તો તમને આ માટે 50 રૂપિયાનો દંડ થશે. SSY ખાતું ખોલવાની તારીખથી 15 વર્ષ પૂર્ણ થાય તે પહેલાં ડિફોલ્ટ એકાઉન્ટને નિયમિત કરી શકાય છે. આવી સ્થિતિમાં, જો તમે હજી સુધી આ ખાતામાં ન્યૂનતમ રકમની તપાસ કરી નથી, તો આજે જ તેને તપાસો અને અપડેટ કરો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.