બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Now Nipah virus game is over! ICMR took a big decision

ઍલર્ટ / હવે નિપાહ વાયરસનો ખેલ ખતમ! ICMRએ લીધો મોટો નિર્ણય, ઓસ્ટ્રેલિયા સાથે છે કનેક્શન, જાણો વિગત

Priyakant

Last Updated: 02:27 PM, 16 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kerala Nipah Virus News: ICMRએ કહ્યું કે, નિપાહ કોરોના વાયરસ કરતા પણ વધુ ખતરનાક,  કેરળમાં 14 અને 15 સપ્ટેમ્બરે તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ

  • કોરોના વાયરસ બાદ હવે કેરળમાં નિપાહ વાયરસનું જોખમ
  • કેરળમાં 14 અને 15 સપ્ટેમ્બરે તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ 
  • ઓસ્ટ્રેલિયાથી મોનોક્લોનલ એન્ટિબોડીઝના 20 વધુ ડોઝ મંગાવવા કવાયત 

Kerala Nipah Virus Newsકોરોના વાયરસ બાદ હવે કેરળમાં નિપાહ વાયરસનું જોખમ સતત વધી રહ્યું છે. વાત જાણે એમ છે કે, કેરળ સરકારના જણાવ્યા અનુસાર નિપાહ વાયરસમાં બાંગ્લાદેશી વેરિઅન્ટની હાજરી ચિંતાનું એક મોટું કારણ છે. સાવચેતીના પગલા તરીકે 14 અને 15 સપ્ટેમ્બરે તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવામાં આવી હતી લોકોને બિનજરૂરી મુસાફરી ન કરવા માટે પણ અપીલ કરવામાં આવી રહી છે. આ બધા વચ્ચે ICMRએ ચેતવણી આપી છે કે, નિપાહ કોરોના વાયરસ કરતા પણ વધુ ખતરનાક છે. ICMRએ કહ્યું કે, તેઓ ઓસ્ટ્રેલિયાથી મોનોક્લોનલ એન્ટિબોડીઝના 20 વધુ ડોઝ મંગાવવા જઈ રહ્યા છે.

NiV તરીકે પણ ઓળખાય છે નિપાહ વાયરસ 
નિપાહને NiV તરીકે પણ ઓળખવામાં આવે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર 1998માં મલેશિયાના સુંગાઈ નિપાહ ગામમાં NiVની શોધ થઈ હતી અને તેને નિપાહ નામ મળ્યું હતું. આ વાયરસ ડુક્કર અને ચામાચીડિયા દ્વારા મનુષ્યમાં ફેલાય છે. ખાસ વાત એ છે કે જ્યારે કોઈ પ્રાણી કે મનુષ્ય ચામાચીડિયા દ્વારા બગડેલ ફળો અથવા શાકભાજી ખાય છે, ત્યારે નિપાહનો ચેપ લાગવાની શક્યતા વધી જાય છે. તે અત્યંત ચેપી છે.

નિપાહ કેરળમાં જ શા માટે?
નિપાહ વાયરસ કેરળમાં શા માટે ફેલાય છે તેનું કારણ સ્પષ્ટ નથી. 2018માં એવું જાણવા મળ્યું કે કેરળમાં તેનો પ્રકોપ ફળના ચામાચીડિયાથી સંબંધિત હતો પરંતુ તે મનુષ્ય સુધી કેવી રીતે પહોંચ્યો. આ વખતે પણ તેની તપાસ ચાલી રહી છે. નિપાહનો ખતરો મોટાભાગે વરસાદની મોસમમાં જ જોવા મળે છે. એવું કહેવાય છે કે, નિપાહથી સંક્રમિત વ્યક્તિ દક્ષિણ-પૂર્વીય દેશોમાંથી આવી હોઈ શકે છે અને તેના કારણે અન્ય લોકો પણ પ્રભાવિત થઈ શકે છે. નિપાહનું મુખ્ય કેન્દ્ર મલેશિયા છે, હવે ડુક્કર અથવા ચામાચીડિયા આટલા લાંબા અંતરની મુસાફરી કરી શકતા નથી તેથી ત્યાંથી ચેપગ્રસ્ત વ્યક્તિનું કેરળ આવવું એ એક મોટું સંભવિત કારણ હોઈ શકે છે.

ICMRએ શું કહ્યું?

  • ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અનુસાર નિપાહ વાયરસના કારણે મૃત્યુદર 40-70% છે.
  • આ કોરોનાવાયરસને કારણે મૃત્યુ દર કરતા ઘણો વધારે છે, કોરોનાથી મૃત્યુ દર 2-3% છે. 
  • આ દરમિયાન કેરળમાં વધુ એક નિપાહ વાયરસનો ચેપ લાગ્યો છે.
  • આ સહિત અહીં સંક્રમિત લોકોની કુલ સંખ્યા 6 થઈ ગઈ છે.
  • ICMR અનુસાર, આ રોગ માટે આપવામાં આવેલ મોનોક્લોનલ એન્ટિબોડી માત્ર 10 દર્દીઓ માટે બાકી છે.
  • મોનોક્લોનલ એન્ટિબોડીઝના 20 વધુ ડોઝનો ઓર્ડર આપવામાં આવ્યો છે, જેથી તે દર્દીઓને ચેપની શરૂઆતમાં આપી શકાય.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ