બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Now Indians will get internet speed with rocket speed, first 6G lab started in the country

ટેલિકોમ્યુનિકેશન / હવે રૉકેટની રફ્તારથી ભારતવાસીઓને મળશે ઇન્ટરનેટની સ્પીડ, દેશમાં શરૂ થઇ પ્રથમ 6G લેબ

Priyakant

Last Updated: 04:10 PM, 9 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

6G Lab In India News: ટેલિકોમ્યુનિકેશનના ક્ષેત્રમાં તેની પકડ મજબૂત કરવા માટે ભારતે તેની પ્રથમ 6G લેબ શરૂ કરી

  • 5G પછી ભારતે 6G માટે પણ તૈયારીઓ શરૂ કરી દીધી 
  • 4G નહીં હવે 6G સ્પીડ, સ્લૉ ઇન્ટરનેટની ઝંઝટ ખતમ
  • ટેલિકોમ્યુનિકેશનના ક્ષેત્રમાં પકડ મજબૂત કરવા માટે ભારતે પ્રથમ 6G લેબ શરૂ કરી

6G Lab In India : ભારત ઈન્ટરનેટ ક્ષેત્રે ઝડપથી આગળ વધી રહ્યું છે. દેશમાં 5G લોન્ચ થયાને માત્ર એક વર્ષ જ થયું છે. ટેલિકોમ કંપનીઓ ઝડપથી દેશના દરેક ખૂણે 5G સેવાઓ પૂરી પાડી રહી છે. આ તરફ હવે સમાચાર સામે આવ્યા છે કે, 5G પછી ભારતે 6G માટે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ટેલિકોમ્યુનિકેશનના ક્ષેત્રમાં તેની પકડ મજબૂત કરવા માટે ભારતે તેની પ્રથમ 6G લેબ શરૂ કરી છે. નોકિયા દ્વારા બેંગલુરુમાં દેશની પ્રથમ 6G લેબ શરૂ કરવામાં આવી છે. આ લેબનું ઉદ્ઘાટન કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કર્યું છે.

6G લેબનો હેતુ શું ? 
મહત્વનું છે કે, ફિનિશ કંપની નોકિયા દ્વારા શરૂ કરાયેલી 6G લેબનો હેતુ ભારતમાં 6G ટેક્નોલોજીની મૂળભૂત મૂળભૂત ટેક્નોલોજી તૈયાર કરવાનો છે. એવું માનવામાં આવે છે કે નોકિયાની આ 6G લેબ ગ્લોબલ સ્ટાન્ડર્ડને સપોર્ટ કરશે. આ લેબ શરૂ કર્યા બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, ડિજિટલ ઈન્ડિયાએ દરેક ભારતીયના જીવન પર ભારે અસર કરી છે. ભારતને ઈનોવેશનનું હબ બનાવવું એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મુખ્ય વિઝન છે અને આ માટે ભારતમાં જ નવી ટેક્નોલોજી વિકસાવવામાં આવે તે જરૂરી છે અને 6G લેબનું ઉદઘાટન એ આ દિશામાં એક મોટું પગલું છે.

શું કહ્યું કેન્દ્રીયમંત્રીએ ?
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, આવનારા દિવસોમાં ઔદ્યોગિક ક્ષેત્રની સાથે-સાથે ઘણા મોટા ક્ષેત્રોમાં 6G ટેક્નોલોજી મોટી ભૂમિકા ભજવશે અને તેના દ્વારા ઘણી જરૂરિયાતો પૂરી થશે. આ ટેક્નોલોજીની મદદથી સ્વાસ્થ્ય, શિક્ષણ, પરિવહન વગેરે જેવા અનેક ક્ષેત્રોમાં મોટા ફેરફારો જોવા મળશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે 6G ટેકનોલોજી ભારતના વિકાસમાં એક નવો સીમાચિહ્નરૂપ સાબિત થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ