બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:05 PM, 14 June 2021
ADVERTISEMENT
રાજ્યના ધાર્મિક અને ધર્મ સહાયતા વિભાગના મંત્રીએ આ બાબતે જાણકારી આપી
તમિલનાડુમાં હવે મહિલાઓ પણ પૂજારી બની શકશે. રાજ્યના ધાર્મિક અને ધર્મ સહાયતા વિભાગના મંત્રીએ આ બાબતે જાણકારી આપતા કહ્યું કે જે પણ મહિલાઓ મંદિરમાં પૂજારી બનવા માંગે છે, તે લોકો તે માટેના આવેદન આપી શકે છે અને સરકાર આ મહિલાઓને આ વિશેનું પ્રશિક્ષણ પણ આપશે. તેમણે વધુમાં કહ્યું કે CM એમ કે સ્ટાલિનની મંજૂરી મળ્યા બાદ, સરકર મહિલાઓ માટે ટ્રેનિંગ કોર્સ બહાર પાડશે અને પછી મહિલા પૂજારીઓની નિયુક્તિ કરશે.
ADVERTISEMENT
મંત્રી પીકે શેખરબાબુ એ 12 જૂનના દિવસે આ જાહેરાત કરી
આ વિભાગના મંત્રી પીકે શેખરબાબુ એ 12 જૂનના દિવસે, રિજનલ જોઇન્ટ કમિશ્નરની રિવ્યુ મિટિંગ બાદ એક પ્રેસ કોનફેરેન્સ દ્વારા આ માહિતી આપી. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે, મહિલાઓએ ઘણી બધી અરજી કરી હતી કે મંદિરોમાં મહિલાઓને પણ પૂજારી તરીકે રાખવામાં આવે. તેમણે કહ્યું કે જો મહિલાઓને ટ્રેનિંગ આપવામાં આવે તો મહિલાઓને પણ પૂજારી બનાવી શકાય. તેમણે કહ્યું કે કેટલાક ગામડાઓમાં મહિલાઓ જ મંદિરમાં પૂજા કરે છે. ત્યાંનાં બે ચાર મંદિરોમાં મહિલાઓ પૂજારી તરીકે કામ કરી રહી છે.
માત્ર 100 દિવસમાં બધી જ જાતિઓ મુજબ મહિલા પૂજારી નિયુક્ત થઈ જશે
તેમણે વધુમાં કહ્યું કે CM એમ કે સ્ટેલિનની મંજૂરી મળ્યા બાદ, સરકર મહિલાઓ માટે ટ્રેનિંગ કોર્સ બહાર પાડશે અને પછી મહિલા પૂજારીઓની નિયુક્તિ કરશે. આ માટે હું આશ્વાસન આપું છું કે માત્ર 100 દિવસમાં બધી જ જાતિઓ મુજબ મહિલા પૂજારી નિયુક્ત કરી દેવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.