ન્યૂઝ અપડેટ્સ
VTV / બિઝનેસ / Now enjoy traveling abroad, no worries about taxes: An announcement was made in the budget
Last Updated: 09:07 AM, 4 February 2024
ADVERTISEMENT
ADVERTISEMENT
Budget 2024 : વિદેશ પ્રવાસે જનારાઓ માટે બજેટમાં સારા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, વિદેશમાં રજાઓ પર જતા ભારતીયોએ હવે TCS એટલે કે LRS (લિબરલાઈઝ્ડ રેમિટન્સ સ્કીમ) હેઠળ રૂ. 7 લાખ સુધીના ખર્ચ પર સ્ત્રોત પર ટેક્સ કલેક્શન ચૂકવવું પડશે નહીં. આ પ્રસ્તાવ ફાઇનાન્સ બિલમાં આપવામાં આવ્યો છે. ચાલો સમજીએ કે આ પરિવર્તન કેવી રીતે ફાયદાકારક રહેશે.
ગયા વર્ષે TCSને લઈને LRSના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. જે મુજબ નાણાકીય વર્ષમાં 7 લાખ રૂપિયાથી વધુના રેમિટન્સ પર ફરજિયાત 20% TCS લાદવામાં આવ્યો હતો. જેનો અમલ 1 ઓક્ટોબર 2023થી થવાનો હતો. જેમાં તબીબી સારવાર અને શિક્ષણ માટે ખર્ચવામાં આવેલી રકમ પર થોડી રાહત આપવામાં આવી હતી. આમાં જો રકમ 7 લાખ રૂપિયાથી વધુ હોય તો જ 5% TCS ચૂકવવો પડશે. વિદેશી ટૂર પેકેજો સિવાય રૂ. 7 લાખથી ઓછા રેમિટન્સ પર TCS ચાર્જ લાગતો ન હતો.
ADVERTISEMENT
કેવી રીતે ફાયદાકારક રહેશે?
1 ઓક્ટોબર, 2023થી રૂ. 7 લાખથી ઓછી કિંમતના વિદેશી ટૂર પેકેજો પર 5% TCS લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જો તે આ મર્યાદા કરતાં વધી જાય એટલે કે રૂ. 7 લાખથી વધુ તો 20%. TCS માટેની જોગવાઈ કરવામાં આવી હતી. આનો અર્થ એ થયો કે 5% TCS જે અત્યાર સુધી રૂ. 7 લાખ સુધીના વિદેશી ટૂર પેકેજ પર વસૂલવામાં આવતું હતું તે હવે ચૂકવવું પડશે નહીં. મતલબ કે, જો કોઈએ રૂ. 7 લાખ સુધીનું ટૂર પેકેજ ખરીદ્યું હોય, તેથી તેના માટે 5% ના દરે TCS તરીકે 35,000 રૂપિયા ચૂકવવાનું ફરજિયાત હતું, હવે આ નવા પ્રસ્તાવથી આ 35,000 રૂપિયા બચશે.
વધુ વાંચો: આ 8 કેસમાં નથી મળતા ટર્મ પ્લાનના પૈસા: ઈન્સ્યોરન્સ પહેલા આ જાણકારી રાખવી જરૂરી
ADVERTISEMENT
રિફંડ અંગે સ્પષ્ટતા આવવાની બાકી
ટેક્સ ફર્મ EY એ એક ખાનગી મીડીયાને જણાવ્યું હતું કે, તેને પૂર્વવર્તી સુધારા કરીને 1 ઓક્ટોબર, 2023થી લાગુ કરવાની દરખાસ્ત કરવામાં આવી છે 1 જુલાઈ, 2023 અને 30 સપ્ટેમ્બર, 2023 દરમિયાન 5% ટેક્સ લાગુ થશે. 1 ઓક્ટોબર, 2023 પછી વસૂલવામાં આવેલા ટેક્સના રિફંડ અંગે સ્પષ્ટતા આવવાની બાકી છે પરંતુ તે મહેસૂલ સત્તાવાળાઓને જમા કરાવવામાં આવી નથી.
સંકળાયેલા મુદ્દાઓ