બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / આરોગ્ય / Not sleeping well So make this change in your lifestyle from today

ટિપ્સ / ઊંઘ બરાબર નથી આવતી? તો આજથી જ લાઇફસ્ટાઇલમાં લાવો આ બદલાવ, પડતાની સાથે જ ઊંઘ આવી જશે

Megha

Last Updated: 08:54 AM, 1 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેટલાક લોકોને રાત્રે સૂવામાં તકલીફ પડે છે, આવું શરીરના વધુ પડતા થાકને કારણે થઈ શકે છે. જો તમે પલંગ પર સૂતાની સાથે જ ગાઢ નિંદ્રા મેળવવા માંગો છો, તો ફોલો કરો આ ટિપ્સ..

  • ઘણા લોકો ઊંઘ ન આવવાની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે
  • દિવસભર ગમે તેટલા થાકેલા હોય છતાં રાત્રે સારી ઊંઘ નથી આવતી
  • પલંગ પર સૂતાની સાથે જ ગાઢ નિંદ્રા મેળવવા માંગો છો, તો ફોલો કરો આ ટિપ્સ 

આજના યુગમાં એવા ઘણા લોકો છે જેઓ ઊંઘ ન આવવાની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે. દિવસભર તેઓ ગમે તેટલા થાકેલા હોય છતાં રાત્રે સારી ઊંઘ નથી આવતી. એ વાત તો આપણે બધા જાણીએ છીએ કે રાત્રે સારી અને ગાઢ ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે. જો તમે રાત્રે સારી રીતે સૂઈ જાઓ છો, તો બીજા દિવસે દિવસ સારો ઊગે છે અને કામમાં પણ પૂરતું ધ્યાન રહે છે પરંતુ જો ઊંઘ પૂરી ન થાય તો તમને ચીડિયાપણું થવા લાગે છે. કેટલાક લોકોને રાત્રે સૂવામાં તકલીફ પડે છે, આવું શરીરના વધુ પડતા થાકને કારણે થઈ શકે છે. જો તમે પલંગ પર સૂતાની સાથે જ ગાઢ નિંદ્રા મેળવવા માંગો છો, તો સૌથી પહેલા તમે તમારા શરીરને આરામ આપો. શરીરને આરામ આપવા માટે આ પદ્ધતિઓનો પ્રયાસ કરો.

શરીરને આરામ આપવા માટે શું કરવું
તમારી આંખો ધોઈ લો- 

શરીરને આરામ આપવાનો સૌથી સરળ રસ્તો એ છે કે સૂતા પહેલા તમારી આંખોને સારી રીતે ધોઈ લો. આ માટે ઠંડા પાણીનો ઉપયોગ કરવો વધુ સારું છે. દિવસભર સૂર્યપ્રકાશ, ધૂળ અને માટીના કારણે આંખોમાં સમસ્યા થાય છે, જ્યારે આંખો હંમેશા સક્રિય રહે છે, આવી સ્થિતિમાં તે થાકી પણ શકે છે. જ્યારે તમે તમારી આંખોને ઠંડા પાણીથી ધોશો ત્યારે તમને સારું લાગશે. 

હૂંફાળા કે નવશેકા પાણીમાં પગ રાખો -
સૂતા પહેલા શરીરને આરામ આપવા માટે એક ડોલમાં નવશેકું પાણી લો અને પછી તેમાં તમારા પગને થોડીવાર પલાળી રાખો. આમ કરવાથી પગનો દુખાવો દૂર થઈ જશે.આ સાથે થાક પણ ઓછો લાગશે. 

હાથ-પગ ધોઈ લો -
જો તમે દિવસભર થાકી ગયા પછી સ્નાન કરો છો, તો તે ખૂબ જ સારું છે પણ જો તમને નહાવાનું મન ન થતું હોય, તો તમારે સૂતા પહેલા તમારા હાથ-પગ ધોવા જોઈએ.આ આદત શરીરને આરામ આપવામાં મદદ કરી શકે છે. 

બ્રિધિંગ એક્સરસાઇઝ -
સૂતા પહેલા તમે થોડો સમય ધ્યાન કરી શકો છો અને આ દરમિયાન શ્વાસ લેવાની કસરત એટલે કે બ્રિધિંગ એક્સરસાઇઝપ્રેક્ટિસ પણ કરો. આમ કરવાથી તમારું મન હળવું થશે અને તમને ગાઢ ઊંઘ આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ