બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Not only overspeeding but also this rule has to be followed

કાર્યવાહી / ચેતજો અમદાવાદીઓ! ઓવરસ્પીડિંગ જ નહીં આ નિયમનું પણ કરવું પડશે પાલન: પકડી-પકડીને દંડ ફટકારી રહી છે પોલીસ

Priyakant

Last Updated: 03:10 PM, 28 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad Police News: અમદાવાદ પોલીસ અને AMCની સંયુક્ત ડ્રાઈવ, ઓવરસ્પીડિંગ અને સ્ટંટ કરતાં ચાલકોની સાથે-સાથે હવે અમદાવાદ પોલીસ અને AMCએ.....

  • અમદાવાદ પોલીસ અને AMCની સંયુક્ત ડ્રાઈવ 
  • આડેધડ વાહન પાર્ક કરનારા સામે કાર્યવાહી
  • જાહેર માર્ગો પર વાહન મુકનારા દંડાયા
  • સ્થળ પર જ પોલીસ દ્વારા દંડ વસુલાત 

 અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત બાદ હવે પોલીસ દ્વારા ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. જેમાં ઓવરસ્પીડિંગ અને સ્ટંટ કરતાં ચાલકોને પકડી લેવા કવાયત શરૂ કરાઇ છે. આ તરફ હવે અમદાવાદ શહેરમાં ટ્રાફિકના પ્રશ્નો દિન-પ્રતિદિન વિકટ બનતા જાય છે. જેને લઈ હવે અમદાવાદ પોલીસ અને AMCએ સંયુક્ત ડ્રાઈવ શરૂ કરી છે. જેમાં દબાણો અને પાર્કિંગને લઈ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગઇકાલે પણ અમદાવાદના ઉત્તર-પશ્ચિમ ઝોનમાં કાર્યવાહી કરવામાં આવી હતી. 

અમદાવાદમાં પોલીસ અને AMCએ સંયુક્ત ડ્રાઈવ કરી પંચવટી વિસ્તારમાં દબાણો અને પાર્કિંગને લઈ કાર્યવાહી કરી હતી. જેમાં જાહેર માર્ગો પર આડેધડ વાહનપાર્કિંગ કરનારા સામે કાર્યવાહી કરી છે. ગેરકાયદે પાર્કિંગ કરનાર વાહનચાલકોને દંડ ફટકારાયો તો સ્થળ પર જ વાહનચાલકો પાસે દંડ વસૂલાયો હતો. આ તરફ હવે પોલીસ અને AMCને સહયોગ કરવા નાગરિકોને અપીલ કરાઇ છે. 

ગઇકાલે પણ કરાઈ હતી કાર્યવાહી  
અમદાવાદ શહેરમાં ઉત્તર-પશ્ચિમ ઝોનમાં કેશવબાગથી માનસી સર્કલ, જજીસ બંગલોથી પકવાન ચાર રસ્તા અને ઇસ્કોન ચાર રસ્તાથી ગોતા ચાર રસ્તા થઈ વૈષ્ણોદેવી સર્કલ સુધીના રોડ પર મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે ખાસ અભિયાન હાથ ધર્યું હતું. ટ્રાફિક પોલીસને સાથે રાખીને કરવામાં આવેલા આ અભિયાન હેઠળ તંત્રએ દબાણ દૂર કરવાની કામગીરીમાં સપાટો બોલાવ્યો હતો અને ગેરકાયદે પાર્ક કરેલાં વાહનને લોક માર્યાં હતાં. આમાં ગેરકાયદે પાર્ક થતી રિક્ષાઓને પણ દૂર કરાઈ હતી.

આ સાથે પ્રભાત ચોક ચાર રસ્તા, ડમરુ ચાર રસ્તા, જજીસ બંગલો ચાર રસ્તા અને પકવાન ચાર રસ્તા પરથી દબાણો દૂર કરાતાં વાહન વ્યવહાર સરળ બન્યો હતો. હાઈકોર્ટ સમક્ષ તાજેતરમાં થયેલી પીઆઇએલ હેઠળ રોડ પરનાં લૂઝ દબાણ તેમજ વાહનને લોક કરીને એસ્ટેટ વિભાગની ટીમે રૂ. 35,500નો દંડ વસૂલ્યો હતો. 15 ગાડી, 44 બોર્ડ-બેનર તેમજ 99 પરચૂરણ માલસામાન જપ્ત કરવામાં આવ્યો હતો અને રોડ પરનાં 75 વાહનને તાળાં મરાયાં હતાં. આ ઉપરાંત દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં એસ્ટેટ વિભાગની ટીમે ટ્રાફિક પોલીસની સાથે રહીને જોધપુર વોર્ડ અને સરખેજ વોર્ડમાં દબાણ હટાવવા મેગા ડ્રાઇવ હાથ ધરી હતી. 

આ સાથે ઈસ્કોન સર્કલથી કર્ણાવતી ક્લબ ચાર રસ્તા, પી સર્કલ ચાર રસ્તા થઈ ઉજાલા સર્કલ સુધીના એસજી હાઈવેના બંને તરફના સર્વિસ રોડ સહિતના રોડ પરથી તંત્રએ 11  લારી, 2 ટેમ્પો, 2 ગલ્લા, 3 છત્રી, 8 પ્લાસ્ટિક ટેબલ, 16 પ્લાસ્ટિક ખુરશી, 3 ગેસના બાટલા, 12 પ્લાસ્ટિક કેરેટ અને 247 પરચૂરણ માલસામાન મળીને કુલ 304 માલસામાન જપ્ત કરાયો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ