બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ધર્મ / ભારત / Not only humans animals are also affected solar eclipse

ધર્મ / માત્ર મનુષ્ય જ નહીં, જાનવરોને પણ થાય છે સૂર્યગ્રહણની અસર, સામે આવ્યો ચોંકાવનારો સ્ટડી

Ajit Jadeja

Last Updated: 04:18 PM, 8 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અભ્યાસોમાં બહાર આવ્યુ કે આ સમયગાળા દરમિયાન તમામ પ્રાણીઓ એકસરખી પ્રતિક્રિયા આપતા નથી.

સૂર્યગ્રહણ દરમિયાન પ્રાણીઓ પર તેની શું અસર થાય છે. આ જાણવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા. ઘણા અભ્યાસોમાં બહાર આવ્યુ કે આ સમયગાળા દરમિયાન તમામ પ્રાણીઓ એકસરખી પ્રતિક્રિયા આપતા નથી. જ્યારે સૂર્ય અને ધરતીની સીધી રેખા વચ્ચે  ચંદ્ર આવે છે. જેના કારણે સૂર્ય ચંદ્રની પાછળ છુપાઈ જાય છે અને તેનો પ્રકાશ પૃથ્વી સુધી પહોંચી શકતો નથી, જેના કારણે દિવસ અંધારું થઈ જાય છે. આ ખગોળીય ઘટનાને સૂર્યગ્રહણ કહેવામાં આવે છે. આ ઘટના માનવીને રોમાંચિત કરી શકે છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે દિવસ દરમિયાન અચાનક સૂર્યપ્રકાશ જતો રહે છે ત્યારે પ્રાણીઓને કેવું લાગે છે? કેટલાક અભ્યાસોમાં જે પરિણામો સામે આવ્યા છે તે તમને ચોકાવી કરી શકે છે. સૂર્યગ્રહણની પ્રાણીઓ પર કેવી અસર થાય છે જે પણ જોઇએ.

ખગોળીય ઘટનાની અસર

પ્રાણીઓ પણ દૈનિક વર્તનને નિયંત્રિત કરવા માટે 24 કલાકની જૈવિક ઘડિયાળ પર આધાર રાખે છે. આને સર્કેડિયન રિધમ કહેવામાં આવે છે. સૂર્યગ્રહણ આ સમયગાળામાં થોડી ક્ષણો માટે પ્રભાવિત કરે છે, આ મામલે ઘણી ઓછી જાણકારી જોવા મળે છે. કેમ કે બધા પ્રાણીઓ આ ખગોળીય ઘટના પર સમાન રીતે પ્રતિક્રિયા આપતા નથી.

જ્યારે પ્રથમવાર કરાયો અભ્યાસ

મીડિયાના એક અહેવાલ અનુસાર સૂર્યગ્રહણ દરમિયાન સૂર્યના અદશ્ય થવા પર પ્રાણીઓ કેવું વર્તન કરે છે આ વિષય પર જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો, ન્યૂ ઈંગ્લેન્ડના કીટ વિજ્ઞાની વિલિયમ વ્હીલરે 100 વર્ષ પહેલા સૂર્યગ્રહણ દરમિયાન પ્રાણીઓ કેવી રીતે વર્તાવ કરે છે તે જાણવાનો પ્રયાસ કર્યો હતો. વર્ષ 1932 માં સૂર્યગ્રહણ દરમિયાન તેમણે સ્થાનિક અખબારોમાં એક જાહેરાત પ્રકાશિત કરી તે જાણવા માટે કે દિવસ દરમિયાન જ્યારે સૂર્ય અદર્શ્ય થાય છે ત્યારે પ્રાણીઓના વર્તનમાં કેવા ફેરફાર રહે છે. એટલું જ નહીં તેમણે લોકોને અપીલ પણ કરી હતી.

ઘણા ફેરફારો જોવા મળ્યા

તેમને પક્ષીઓ, જંતુઓ, છોડ, સસ્તન પ્રાણીઓ, ઘુવડ અને મધમાખી વગેરેના વર્તનને લગતી 500 વાર્તાઓ મળી. વિલિયમ વ્હીલરને જાણવા મળ્યું હતું કે ગ્રહણ દરમિયાન ઘુવડ બોલવાનું શરૂ કરે છે અને મધમાખીઓ તેમના મધપૂડામાં પાછા ફરવાનું શરૂ કરે છે. ઓગસ્ટ 2017માં જ્યારે સૂર્યગ્રહણ થયું ત્યારે વૈજ્ઞાનિકોએ ફરી એકવાર આ પ્રયોગનું પુનરાવર્તન કર્યું, જેના પરિણામો વધુ ચોંકાવનારા હતા. અંધારું થતાંની સાથે જ કાચબાઓએ દક્ષિણ કેરોલિના પ્રાણીસંગ્રહાલયમાં સંવનન કરવાનું શરૂ કર્યું, અને ઓરેગોન, ઇડાહો અને મિઝોરીમાં ભમર મધમાખીઓએ ગુંજારવાનું બંધ કરી દીધું હતું.

છોડથી લઈને પ્રાણીઓ સુધીની દરેક વસ્તુને અસર કરે છે

રિપોર્ટ અનુસાર, અમેરિકાના ઈસ્ટ કોસ્ટથી લઈને વેસ્ટ કોસ્ટ સુધી ફેલાયેલા 143 વેધર સ્ટેશનના ડેટાનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. સ્વીડનની લંડ યુનિવર્સિટીના બિહેવિયરલ ઇકોલોજિસ્ટ સેસિલિયા નિલ્સન, જેમણે આ અભ્યાસનું નેતૃત્વ કર્યું હતું, કહે છે કે પ્રકાશ છોડથી લઈને પ્રાણીઓ સુધી દરેક વસ્તુને અસર કરે છે. આ અભ્યાસમાં તેમને જાણવા મળ્યું કે હવામાં પક્ષીઓની સંખ્યામાં ખરેખર ઘટાડો થયો છે. ગ્રહણ સમયે મોટાભાગના પક્ષીઓ આકાશમાંથી નીચે આવી ગયા હતા અથવા તો ઉડવાનું બંધ કરી દીધું હતું.

આ પણ વાંચોઃ CAA શું છે? કોણે અને કેવી રીતે નાગરિક્તા માટે કરવી પડશે અરજી? I VTV DailyDose

પ્રાણીઓ જુદી જુદી રીતે પ્રતિક્રિયા આપે છે

જો કે સૂર્યગ્રહણ પર હાથ ધરવામાં આવેલા ઘણા અભ્યાસોમાં તે પ્રકાશમાં આવ્યું છે કે આ સમયગાળા દરમિયાન તમામ પ્રાણીઓ એકસરખી પ્રતિક્રિયા આપતા નથી. કેટલાક અભ્યાસોમાં એવું જાણવા મળ્યું છે કે ગ્રહણ દરમિયાન માછલીઓએ છુપાવવા માટે જગ્યાઓ શોધવાનું શરૂ કર્યું, જ્યારે કરોળિયાએ જાતે જ તેમના જાળાનો નાશ કર્યો. તે જ સમયે અમેરિકાના સાઉથ કેરોલિનાના એક પ્રાણી સંગ્રહાલયમાં જિરાફ ડરીને ભાગવા લાગ્યા હતા. સૂર્યગ્રહણ થતાં જ કાચબા વચ્ચે સંબંધો બંધાવા લાગ્યા હતા.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ