બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / Not being selected in the World Cup, the player of Team India took a big decision, signed an agreement with a foreign team

ODI World Cup 2023 / વર્લ્ડકપમાં સિલેક્શન ન થતા ટીમ ઇન્ડિયાના ખેલાડીએ લીધો મોટો નિર્ણય, કરી લીધો વિદેશી ટીમ સાથે કરાર

Megha

Last Updated: 01:05 PM, 9 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટેસ્ટમાં ત્રેવડી સદી ફટકારનાર આ બેટ્સમેનને વર્લ્ડ કપ માટેની ટીમ ઈન્ડિયામાં સ્થાન ન મળતા વિદેશી ટીમ સાથે કરાર કર્યો છે. વર્તમાન સિઝનમાં કાઉન્ટી ચેમ્પિયનશિપની બાકીની 3 મેચ રમવાનું નક્કી કર્યું છે.

  • ODI વર્લ્ડ કપ - 2023 આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં રમવાનો 
  • ટીમ ઈન્ડિયામાં સ્થાન ન મળતા આ ખેલાડીએ વિદેશી ટીમ સાથે કરાર કર્યો
  • આ ખેલાડી એ ટેસ્ટ ક્રિકેટમાં ત્રેવડી સદી ફટકારી છે

ODI વર્લ્ડ કપ - 2023 આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં રમવાનો છે. આ માટે સિનિયર સિલેક્શન કમિટીએ ભારતીય ટીમની જાહેરાત કરી છે. ICC ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાની કમાન વિસ્ફોટક ઓપનર રોહિત શર્મા સંભાળશે. આ દરમિયાન વર્લ્ડ કપ માટેની ટીમ ઈન્ડિયામાં સ્થાન ન મળતા એક ખેલાડીએ વિદેશી ટીમ સાથે કરાર કર્યો છે. 

આ ખેલાડીએ એક મોટું પગલું ભર્યું
આ દરમિયાન એક ભારતીય ખેલાડીએ વિદેશમાં જઈને રમવાનું નક્કી કર્યું છે. આ ખેલાડી છે કરુણ નાયર. કરુણ લાંબા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર છે. તેને ન તો એશિયા કપ અને ન તો વર્લ્ડ કપનો ભાગ બનાવવામાં આવ્યો છે. ટેસ્ટમાં ત્રેવડી સદી ફટકારનાર આ શક્તિશાળી બેટ્સમેને વર્તમાન સિઝનમાં કાઉન્ટી ચેમ્પિયનશિપની બાકીની 3 મેચ રમવાનું નક્કી કર્યું છે. 

નોર્થમ્પટનશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબ સાથે કરાર કર્યો
ભારતીય બેટ્સમેન કરુણ નાયરે ચાલુ કાઉન્ટી ચેમ્પિયનશિપ 2023 માટે નોર્થમ્પટનશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબ સાથે કરાર કર્યો છે. વાત એમ છે કે સેમ વ્હાઇટમેન ઓસ્ટ્રેલિયા પરત ફર્યા બાદ નોર્થમ્પટનશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબે કરુણ નાયરને કાઉન્ટી ચેમ્પિયનશિપ 2023ની છેલ્લી ત્રણ મેચો માટે કરાર કર્યા છે. 31 વર્ષીય ભારતીય બેટ્સમેન 8 સપ્ટેમ્બરે યુકે પહોંચ્યો હતો અને 10 સપ્ટેમ્બરથી વોરવિકશાયર સામે શરૂ થનારી કાઉન્ટી ચેમ્પિયનશિપ મેચ પહેલા નોર્થમ્પટનશાયરની ટીમમાં જોડાશે. નોંધનીય છે કે નાયરે ટેસ્ટ ક્રિકેટમાં ત્રેવડી સદી ફટકારી છે પરંતુ હાલમાં તે ટીમ ઈન્ડિયાની બહાર છે.

નોર્થમ્પટનશાયર પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે 
ભારત માટે છ ટેસ્ટ રમનાર અને 85 ફર્સ્ટ-ક્લાસ મેચોમાં 5922 રન બનાવનાર કરુણ નાયરનો ઉમેરો સંઘર્ષ કરી રહેલી નોર્થમ્પટનશાયરની બેટિંગ લાઇન અપને વધુ મજબૂત કરશે. મહત્વનું છે કે નોર્થમ્પટનશાયર કાઉન્ટી ચેમ્પિયનશિપ 2023ના ડિવિઝન વનમાં પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે.

ત્રણ મેચ જીતવામાં મારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશ
કરુણ નાયરે એક સત્તાવાર નિવેદનમાં કહ્યું: “હું નોર્થમ્પટનશાયર ટીમમાં જોડાવા અને કાઉન્ટી ચેમ્પિયનશિપમાં રમવા માટે ખૂબ ઉત્સુક છું. અમે બધાએ કાઉન્ટી ક્રિકેટ વિશે ઘણું સાંભળ્યું છે, અને હું જાણું છું કે પૃથ્વી શૉએ અહીં સારો સમય પસાર કર્યો છે, તેથી કાઉન્ટી ક્રિકેટ રમવાની તક મળવી એ મારા માટે અત્યંત રોમાંચક છે. આશા છે કે હું નોર્થમ્પટનશાયરને મારી બેટિંગથી કેટલીક મેચો જીતવામાં મદદ કરી શકું અને જો હું અહીં સારું પ્રદર્શન કરી શકું તો તે મારા માટે ખૂબ જ મોટી વાત હશે. હું ટીમને આ છેલ્લી ત્રણ મેચ જીતવામાં મદદ કરવા માટે મારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશ.

5મી ઓક્ટોબરથી શરૂ થશે વર્લ્ડ કપ
વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી શરૂ થશે. આ પહેલા ભારતીય ટીમ પ્રેક્ટિસ મેચ પણ રમશે. મુખ્ય ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાનો પ્રથમ મુકાબલો 8 ઓક્ટોબરના રોજ થશે, જ્યારે તેને ઓસ્ટ્રેલિયાના આકરા પડકારનો સામનો કરવો પડશે. હાલ ભારતીય ટીમ એશિયા કપમાં વ્યસ્ત છે. તે સુપર-4માં પ્રવેશી ચૂક્યો છે અને રવિવારે 10 સપ્ટેમ્બરે તેનો સામનો કટ્ટર હરીફ પાકિસ્તાન સામે થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ