બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / noida police bust rave party 5 arrested fir names big boss winner elvish yadav

મનોરંજન / એક ફોન કોલ અને ફસાઈ ગયો એલ્વિશ યાદવ, સાંપના ઝેર વાળી રેવ પાર્ટી પર પોલીસની મોટી છાપેમારી

Arohi

Last Updated: 04:17 PM, 3 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

FIR Against Elvish Yadav: ફેમસ યુટ્યુબર એલ્વિશ યાદવ મુશ્કેલીમાં ઘેરાતા જોવા મળી રહ્યો છે. નોએડામાં પોલીસે રેવ પાર્ટીનો રેડ પાડી. જેમાં નશા માટે ઝેરી સાંપોના ઝેરનો ઉપયોગ કરવામાં આવતો હતો.

  • નોએડામાં પોલીસે રેવ પાર્ટીમાં કરી રેડ
  • સાંપોના ઝેરથી કરવામાં આવતો હતો નશો
  • વિદેશી યુવતીઓનો પણ જમાવડો

નોએડામાં પોલીસે એક એવી રેવ પાર્ટીમાં રેડ પાડી છે જેમાં વિદેશી યુવતીઓનો જમાવડો હતો સાથે જ નશા માટે ઝેરી સાંપોના ઝેરનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ મામલામાં નોએડા પોલીસે જે એફઆઈઆર નોંધી છે તેમાં બિગબોસ વિનર અને ફેમસ યુટ્યુબર એલ્વિશ યાદવનું પણ નામ સામે આવ્યું છે. 

આરોપ છે કે એલ્વિશ યાદવે વિદેશી યુવતીઓની સાથે રેવ પાર્ટી કરી અને આ પાર્ટીમાં નશા માટે કોબરા સાંપના ઝેરનો ઉપયોગ થતો હતો. આ મામલામાં હાલ પોલીસે 6 લોકોની ધરપકડ કરી છે. 

FIRમાં 6 લોકોના નામ
નોએડા પોલીસ અનુસાર રેવ પાર્ટીઓમાં નશા માટે સાંપનું ઝેર પહોંચાડનાર પર કાર્યવાહી થઈ છે. પોલીસે પોતાની એફઆઈઆરમાં 6 લોકોનું નામ નોંધ્યુ છે જેમાં એલ્વિશ યાદવનું નામ પણ શામેલ છે. આરોપ છે કે પાર્ટીમાં ઝેર સપ્લાય કરવા માટે આ લોકો મોટી રકમ વસુલતા હતા. 

હાલ વન વિભાગે છ તસ્કરોને પકડ્યા છે. અત્યાર સુધી એલ્વિશની ધરપકડ નથી થઈ. પોલીસે જણાવ્યા અનુસાર એલ્વિશ યાદવને આ મામલામાં નોટિસ આપવામાં આવશે અને તેના બાદ કોઈ એક્શન થશે. 

9 ઝેરી સાંપ મળી આવ્યા 
પોલીસને રેડ વખતે રેવ પાર્ટીમાંથી 9 ઝેરી સાંપ મળી આવ્યા. આટલું જ નહીં. આરોપીની પાસે 20થી 25 ML નશીલુ ઝેર મળી આવ્યું છે. મળેલા સાંપોમાં પાંચ કોબરા, 2 બે મોંઢા વાળા સાંપ, એક લાલ સાંપ, એક અજગર શામેલ છે. 

પોલીસે સેક્ટર 51 સેફરન વેડિંગ વિલામાં સુચના મળવા પર રેડ કરી હતી. જેના બાદ આ રેવ પાર્ટીનો પડદાફાર્શ થયો. વન વિભાગ અને પોલીસે મળીને આ રેડ કરી. વન વિભાગે વન જીવ સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ કેસ નોંધ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ