બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Nobody can be trusted these days! 88 lakh rupees fraud with a trader in Modasa, you will be shocked to know Modus Orpendi

ઠગાઈ / આજકાલ કોઈનો ભરોસો ન કરાય! મોડાસામાં વેપારી સાથે 88 લાખ રૂપિયાની છેતરપિંડી, મોડસ ઓરપેન્ડી જાણી ચોંકી જશો

Vishal Khamar

Last Updated: 07:13 PM, 20 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અરવલ્લીનાં મોડાસામાં હિતેશ ટ્રેડર્સનાં વેપારી સાથે મહેસાણાનાં કેટલાક શખ્શો દ્વારા રૂપિયા 88 લાખની છેંતરપિંડી આચરતા ચકચાર મચી જવા પામી હતી. ત્યારે આ મામલે વેપારીએ ત્રણેય આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.

  • મોડાસામાં હિતેશ ટ્રેડર્સના વેપારી સાથે લાખો રૂપિયાની છેતરપિંડી
  • વેપારી સાથે 88 લાખની છેતરપિંડી આચરી ત્રણ આરોપીઓ  ફરાર
  • પોલીસે ફરિયાદને આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી

અરવલ્લીના મોડાસામાં હિતેશ ટ્રેડર્સના વેપારી સાથે લાખો રૂપિયાની છેંતરપિંડી થવા પામી છે. જેમાં વેપારી સાથે ત્રણ આરોપીઓએ 88 લાખની છેંતરપીંડી કરી ફરાર થઈ ગયા હતા. જે બાબતે વેપારીએ મોડાસા ટાઉન પોલીસ મથકે છેંતરપીડીની ફરિયાદ નોંધાવી હતી. જેમાં વેપારીએ જણાવ્યું હતું કે તેની પાસેથી 1.31 કરોડનાં એરંડા ખરીદી માત્ર 42 લાખ રૂપિયા જ ચૂકવ્યા હતા. બાકીના 88 લાખ રૂપિયા લેવા જતા આરોપીઓને પેઢી પર તાળુ માર્યું હતું. આરોપીઓએ મોબાઈલ પણ સ્વીચઓફ કરી દેતા છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ફરિયાદનાં આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. 

ચંદુલાલ મહેતા (ફરિયાદી)

મે ઉઘરાણી કરતા ત્રણેય ભાગીદારો પોતાનો મોબાઈલ સ્વીચ ઓફ કરી સ્થળ છોડી જતા રહ્યા
આ બાબતે વેપારી ચંદુલાલ મહેતાએ જણાવ્યું હતુ કે,  4.4.2023 થી 20.4.2023 સુધીમાં મેં મહેસાણા ખાતે રૂ. 1.31 કરોડનો માલ હર્ષદકુમાર ચંદુલાલની પેઢીમાં મોકલ્યો હતો. જે પેટે મને આરટીજીએસથી 42 લાખ રૂપિયા મળ્યા છે. બાકીની રકમની મે 21 તારીખે ઉઘરાણી કરતા ત્રણેય ભાગીદારોએ સાથે મળી પોતાનો મોબાઈલ સ્વીચ ઓફ કરી સ્થળ છોડી  જતા રહ્યા હતા. તેમજ તેઓએ આજદીન સુધી મને કોઈ જવાબ આપ્યો નથી. તેમજ મારા પૈસા આજની તારીખ સુધી 88 લાખ 13 હજાર બાકી છે. તો મને ઝડપી ન્યાય અપાવવા માટે મારી વિનંતી. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ