બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / No subscription required to watch IPL matches, watch LIVE on smart phone like this

IPL 2024 / ક્રિકેટ પ્રેમીઓ માટે ગુડ ન્યૂઝ! IPLની મેચો જોવા માટે નહીં લેવું પડે કોઈ સબસ્ક્રિપ્શન, આ રીતે સ્માર્ટ ફોન પર જુઓ LIVE

Megha

Last Updated: 11:38 AM, 23 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ક્રિકેટ પ્રેમીઓ માટે સારી વાત એ છે કે IPL 2024 ની તમામ મેચો ફ્રીમાં સ્ટ્રીમ થઈ રહી છે અને તેને જોવા માટે કોઈપણ સબસ્ક્રિપ્શન લેવાની જરૂર નથી. આ ટુર્નામેન્ટના સ્ટ્રીમિંગ રાઇટ્સ Jio પાસે છે.

ભારતીય ક્રિકેટ પ્રેમીઓ માટે વર્ષ 2024 ની સૌથી મોટી ઇવેન્ટ, ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 ગાઈકલ એટલે કે 22 માર્ચથી શરૂ થઈ ગઈ છે. ગઇકાલે પહેલી મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે રમાઈ હતી, જેમાં CSK ટીમે આ મેચ જીતી હતી. 

IPL 2024: જીત થાય કે હાર! આઇપીએલની એક સિઝનમાં ટીમ છાપે છે આટલા રૂપિયા,  આંકડો અબજોમાં / IPL 2024 Win or lose teams earn crores players don't spend  a penny

હવે આ વર્ષે ક્રિકેટ પ્રેમીઓ માટે સારી વાત એ છે કે IPL 2024 ની તમામ મેચો ફ્રીમાં સ્ટ્રીમ કરી થઈ રહી છે અને તેને જોવા માટે કોઈપણ પ્રકારનું સબસ્ક્રિપ્શન લેવાની જરૂર નથી. IPL 2024 ની તમામ મેચ માત્ર ભારતમાં જ નહીં પરંતુ અન્ય દેશોમાં પણ લાઈવ સ્ટ્રીમ થશે. આ ટુર્નામેન્ટના સ્ટ્રીમિંગ રાઇટ્સ Jio પાસે છે અને JioCinema એપ આ મેચ જોવાની સૌથી સરળ રીત છે.

Jio એ તેના યુઝર્સ તેમજ દરેક ટેલિકોમ નેટવર્કના યુઝર્સને IPL જોવાની મફત સુવિધા પૂરી પાડી છે. Jio ની સાથે, Airtel, Vodafone, Idea, BSNL અને અન્ય ઘણા નેટવર્કના સિમનો ઉપયોગ કરતા લોકો પણ મફતમાં IPL જોઈ શકે છે. આ માટે યુઝર્સે પોતાના સ્માર્ટફોનમાં માત્ર Jio Cinema એપ ડાઉનલોડ કરવાની રહેશે.

IPLમાં દર વર્ષે BCCIને 500 કરોડ આપશે TATA, જાણો સામે કયો ફાયદો મળશે | Tata  again becomes the title sponsor of IPL will give 500 crores to BCCI for one  season

આ સાથે જ Jio Cinema એ IPL મેચો માટે પોતાની એપમાં ઘણી ખાસ સુવિધાઓ પણ સામેલ કરી છે. ઉદાહરણ તરીકે, યુઝર્સ અલગ અલગ ભાષાઓમાં મેચ કોમેન્ટ્રી સાંભળી શકે છે અને 360 ડિગ્રી કેમેરા એંગલનો ઉપયોગ પણ કરી શકે છે.

હવે જો તમે IPL 2024ની મેચો કેબલ અથવા સેટેલાઇટ ટીવી દ્વારા જોવા માંગો છો, તો જણાવી દઈએ કે સ્ટાર નેટવર્ક તેનું પ્રસારણ કરશે. સ્ટાર સ્પોર્ટ્સ ચેનલો પર વિવિધ ભાષાઓમાં મેચો જોઈ શકાય છે. આ સિવાય જો તમારી પાસે સ્માર્ટ ટીવી છે તો તમે JioCinema એપ ડાઉનલોડ કરી શકો છો. આ એપ પર ફ્રીમાં સ્ટ્રીમિંગ કરી શકાય છે.

વધુ વાંચો: IPLની પ્રથમ મેચમાં જ કોહલીએ ડંકો વગાડ્યો, બન્યો T20માં આટલા રન પૂરા કરનાર પ્રથમ બેટ્સમેન

જો તમે સ્માર્ટફોન અથવા લેપટોપની સ્ક્રીન પર આઈપીએલ ટૂર્નામેન્ટ લાઈવ જોવા ઈચ્છો છો, તો તમારે JioCinema એપ અથવા વેબસાઈટ પર જવું પડશે. લેપટોપ સ્ક્રીન પર તમારે https://www.jiocinema.com/ પર જવું પડશે અને તમે સ્ટ્રીમિંગ શરૂ કરી શકશો. આ સિવાય Android અને iOS બંનેમાં JioCinema એપ ડાઉનલોડ કરવાનો વિકલ્પ છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ