બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / No purchase of onion in Porbandar, Gondal, Mahuva market yard

ખરીદીમાં ખણખોદ / જાહેરાતમાં ઉતાવળ કે વ્યવસ્થાનો અભાવ? મોટા ભાગના યાર્ડમાં ડુંગળીની ખરીદીનો ફિયાસ્કો, ખેડૂતોને ફરી રોવાના દહાડા!

Malay

Last Updated: 01:59 PM, 9 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નાફેડ દ્વારા ડુંગળીની ખરીદીની જાહેરાત તો કરાઈ છે પણ વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી રહી છે. હજુ સુધી ક્યાંય પણ ડુંગળીની ખરીદી શરૂ થઈ નથી. જેના કારણે ડુંગળી વેચવા આવેલા ખેડૂતો અટવાયા છે.

 

  • પોરબંદર, ગોંડલ, મહુવા માર્કેટ યાર્ડમાં ડુંગળીની ખરીદી નહીં
  • હજુ સુધી માર્કેટ યાર્ડમાં ડુંગળીના સેન્ટરો નથી કરાયા શરૂ
  • નાફેડે જાણ ન કરી હોવાનો APMCનો દાવો

રાજ્યની કુલ 3 APMC પોરબંદર, ગોંડલ અને મહુવામાંથી નાફેડ 9 માર્ચથી ડુંગળીની ખરીદી કરશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. છતાં પોરબંદર, ગોંડલ અને મહુવા માર્કેટ યાર્ડમાં આજે ડુંગળીની ખરીદી શરૂ કરવામાં આવી નથી. નાફેડ દ્વારા ડુંગળીની ખરીદીની જાહેરાત તો કરાઈ છે પરંતુ હજુ સુધી ક્યાંય પણ ડુંગળીની ખરીદી શરૂ થઈ નથી. નાફેડ દ્વારા કરાયેલી જાહેરાત બાદ પણ કોઈ વ્યવસ્થા ગોઠવાઈ નથી. ગોંડલ, મહુવા, પોરબંદર APMCમાં ખરીદીનો ફિયાસ્કો થયો છે. અત્યાર સુધીમાં નાફેડે એકપણ ખેડૂતની ડુંગળી ખરીદી નથી.

સેન્ટરો પણ નથી કરાયા શરૂ

એટલું જ નહીં આ માર્કેટયાર્ડમાં ડુંગળીના સેન્ટરો પણ શરૂ કરવામાં આવ્યા નથી. નાફેડ દ્વારા જાહેરાત કરવામાં આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ હતો. હવે નાફેડે સેન્ટર ફાળવવા માટે પોરબંદર એપીએમસીને જાણ ન કરી હોવાનો APMC દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે, આ તમામની વચ્ચે વેઠવાનો વારો તો ખેડૂતોને જ આવ્યો છે. 

સુરતમાં કોઈ મોંઘી જણસ નહીં પરંતુ પાંચ કટ્ટા ડુંગળી ઉઠાવી ગયો ચોર | Surat  palanpur patiya market yard onion theft

વ્યવસ્થા ન હોવાને કારણે ખેડૂતો પાછા ફર્યા
આ અંગેની જાણ થતા VTV ન્યૂઝની ટીમ પોરબંદર માર્કેટ યાર્ડ ખાતે પહોંચી હતી. જ્યાં જાણવા મળ્યું હતું કે, પોરબંદર માર્કેટ યાર્ડમાં જાહેરાત બાદ ડુંગળીની ખરીદી માટે ના કોઈ ઠેકાણા જ નથી. આજે ખેડૂતો માર્કેટ યાર્ડ ખાતે પહોંચ્યા હતા. જોકે, કોઈપણ જાતની વ્યવસ્થા ન હોવાને કારણે ખેડૂતો પાછા ફર્યા હતા. 

ડુંગળીના ઉત્પાદનમાં ભાવનગર બીજા નંબરે
દેશમાં ડુંગળીના ઉત્પાદનમાં નાસિક બાદ ભાવનગર બીજા નંબરે છે. મહુવા, તળાજા, ઘોઘા પંથકમાં 40 હજાર હેક્ટરમાં ડુંગળીનું વાવેતર થાય છે. મહુવામાં આજે પણ 2 લાખ ડુંગળીના થેલા યાર્ડમાં પડ્યા છે. મહુવા યાર્ડમાં ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથના ખેડૂતો આવે છે. ત્યારે ભાવનગરના મહુવામાં પણ ડુંગળીની ખરીદી શરૂ કરવામાં આવી નથી. જેના કારણે ખેડૂતોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. 

ગોંડલમાં ખેડૂતોએ દલાલોને વેચી ડુંગળી 

રાજકોટના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી ખરીદવા માટે કોઈ વ્યવસ્થા કરાઈ નથી. ડુંગળી ખરીદવા માટે હજુ સુધી સેન્ટર તૈયાર કરાયું નથી. નાફેડે જાહેરાત કર્યા બાદ પણ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વ્યવસ્થાનો અભાવ જોવા મળી રહ્યો છે. નાફેડની જાહેરાત પ્રમાણે આજે ડુંગળી વેચવા માટે ખેડૂતો ગોંડલ યાર્ડ ખાતે પહોંચ્યા હતા. જોકે, ડુંગળી વેચવા આવેલા ખેડૂતો અટવાયા હતા.  સેન્ટરના અભાવે ખેડ઼ૂતોએ ડુંગળી દલાલોને વેચી હતી.

ખેડૂતોની વ્હારે આવી કેન્દ્ર સરકાર
મહત્વનું છે કે, એક તરફ ખેડૂતોને ભાવની ભાંજગડ સતાવતી હતી ત્યારે ઉપરથી કમોસમી વરસાદનો માર પડ્યો હતો. આ સંજોગોમાં પાક ક્યાં સાચવવો તે સવાલે ધરતીપુત્રોની ઊંઘ હરામ કરી નાખી હતી. જોકે, મોડે મોડે કેન્દ્ર સરકાર ડુંગળી પકવતા ખેડૂતોની વ્હારે આવી હતી, કેન્દ્ર સરકારે નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ એટલે કે NAFEDને ડુંગળી ખરીદવાનો આદેશ આપ્યો હતો. 

 from 3 apmc onion will be purchased, saurashtra khedut nafed onion, mahuva, gondal, porbandar apmc

નાફેડે ડુંગળી ખરીદવાની કરી હતી જાહેરાત 
આ અંગે રાઘવજી પટેલે કહ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં ખેડૂતોને ડુંગળીમાં નુકસાન થયુ એની રજૂઆતો કરી હતી અને હવે નાફેડે અત્યારે જાહેરાત કરી દીધી છે. નાફેડ 9 માર્ચથી ડુંગળીની ખરીદી પણ શરૂ કરી દેશે અને ડુંગળીના પુરા ભાવ ખેડૂતોને મળશે. જ્યાં સુધી બજારમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ નહીં મળે ત્યાં સુધી નાફેડ ખરીદી કરશે અને હજુ પણ જે APMCમાં ડુંગળીની આવક વધુ હશે તેને સમવવા નાફેડને ભલામણ કરીશું.

ત્રણ માર્કેટ યાર્ડમાંથી ખરીદીની કરાઈ હતી જાહેરાત
તેઓએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રનાં ખેડૂતો પાસેથી નાફેડ દ્વારા ડુંગળીની ખરીદી કરવામાં આવશે, મહુવા APMC સહિત ગોંડલ અને પોરબંદર APMCમાંથી પણ ડુંગળીની ખરીદી કરવામાં આવશે. આ ખરીદી બાદ પેમેન્ટ, ખેડૂતોને ઓનલાઈન મોકલવામાં આવશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ