બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / nitish rana vs umran malik kkr captain smashed 28 runs in a over kkr vs srh

IPL 2023 / 4,6,4,4,4,6... તોફાની ઇનિંગ, ઉમરાન મલિકની એક ઓવરમાં નીતિશ રાણાએ કર્યો રનનો વરસાદ

Megha

Last Updated: 09:19 AM, 15 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉમરાન મલિકની ઓવરમાં ચોગ્ગા છગ્ગાનો વરસાદ કરનાર એ ખેલાડી હતો નીતિશ રાણા. KKRના એ ખેલાડીએ ઉમરાન મલિકની એક ઓવરમાં 28 રન બનાવ્યા હતા

  • KKRના આ ખેલાડીએ એક ઓવરમાં 28 રન બનાવ્યા હતા
  • ઉમરાન મલિકની ઓવરમાં ચોગ્ગા છગ્ગાનો વરસાદ કર્યો 
  • આ વિસ્ફોટક બેટિંગ કરી અને આખા મેદાન પર સ્ટ્રોક ફટકાર્યા

IPL 2023માં ગઇકાલે સનરાઈઝર્સ હૈદરાબાદે કોલકાતા નાઈટ રાઈડર્સને 23 રનથી હરાવ્યું હતું અને આ મેચમાં હૈદરાબાદ ટીમના બોલરોએ શાનદાર પ્રદર્શન બતાવ્યું હતું. પણ હૈદરાબાદનો સ્ટાર ફાસ્ટ બોલર ઉમરાન મલિક આ મેચમાં ઘણો મોંઘો સાબિત થયો હતો. જણાવી દઈએ કે ઉમરાનની ઓવરમાં KKRના એક ખેલાડીએ 28 રન બનાવ્યા હતા, ચાલો જાણીએ કોણ છે એ ખેલાડી.. 

ઉમરાન મલિકની ઓવરમાં ચોગ્ગા છગ્ગાનો વરસાદ કરનાર એ ખેલાડી હતો નીતિશ રાણા. KKRના એ ખેલાડીએ ઉમરાન મલિકની એક ઓવરમાં 28 રન બનાવ્યા હતા અને આ વિસ્ફોટક બેટિંગ કરી અને આખા મેદાન પર સ્ટ્રોક ફટકાર્યા. 

જો એ ઓવરની વાત કરી તો રાણાએ આ ઓવરના પહેલા બોલ પર ચોગ્ગો ફટકાર્યો, બીજા બોલ પર સિક્સર ફટકારી હતી, એ બાદ ત્રણ બોલમાં સતત ત્રણ ચોગ્ગા ફટકાર્યા. હવે રસપ્રદ વાત એ છે કે ઉમરાન મલિકે છઠ્ઠો બોલ 149.1 કિલોમીટરની ઝડપે ફેંક્યો હતો એ છતાં પણ રાણાએ તે બોલમાં સિક્સર ફટકારી હતી. આ રીતે નીતિશ રાણાએ એક ઓવરમાં 28 રન બનાવ્યા હતા. 

આ રીતે નીતીશ રાણાએ 28 રન બનાવ્યા હતા
પ્રથમ બોલ- ચોગ્ગો 
બીજો બોલ- છગ્ગો 
ત્રીજો બોલ- ચોગ્ગો 
ચોથો બોલ- ચોગ્ગો 
પાંચમો બોલ- ચોગ્ગો 
છઠ્ઠો બોલ- છગ્ગો 

KKR 23 રનથી હારી 
સનરાઇઝર્સ હૈદરાબાદે પહેલા બેટિંગ કરતા KKRની ટીમને 229 રનનો પહાડ જેવો સ્કોર આપ્યો હતો અને સનરાઇઝર્સ હૈદરાબાદ માટે હેરી બ્રુકે સદી ફટકારી હતી તેના કારણે જ હૈદરાબાદની ટીમ મોટા સ્કોર સુધી પહોંચી શકી હતી. જણાવી દઈએ કે મોટા ટાર્ગેટનો પીછો કરતા KKRની શરૂઆત સારી રહી ન હતી. ઓપનર રહેમાનુલ્લા ગુરબાજ ખાતુ ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો પણ આ પછી કેકેઆર માટે કેપ્ટન નીતીશ રાણા અને રિંકુ સિંહે શાનદાર ઇનિંગ્સ રમી હતી. જો કે તેઓ ટીમને જીત અપાવી શક્યા નહીં. જણાવી દઈએ કે રાણાએ 75 રન બનાવ્યા હતા. આ સાથે જ રિંકુએ 58 રનનું યોગદાન આપ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ