બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / Nitish Kumar Predicts Early Lok Sabha Polls, BJP Calls Move A 'pressure Tacti

રાજનીતિમાં ખળભળાટ / '2023માં થઈ શકે લોકસભાની ચૂંટણી', નીતિશ કુમારની ભવિષ્યવાણી, આપ્યું આવું મોટું કારણ, ભાજપે દાવો નકાર્યો

Hiralal

Last Updated: 09:09 PM, 14 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે લોકસભાની 2024ની ચૂંટણીને લઈને એક મોટું નિવેદન આપતાં રાજકીય ગરમાવો આવ્યો છે.

  • મે 2024ની સાલમાં યોજાવાની છે લોકસભાની ચૂંટણી 
  • નીતિશ કુમારે રાજનીતિમાં મચાવ્યો ખળભળાટ
  • બોલ્યાં-2024ની જરુર નથી, ગમે ત્યારે થઈ શકે લોકસભાની ચૂંટણી 

આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તમામ રાજકીય પક્ષો પુરજોશમાં તૈયારીમાં લાગી ગયા છે. એક તરફ ભાજપ સત્તામાં હેટ્રિક લેવાનો દાવો કરી રહી છે, તો વિરોધ પક્ષો ફરી એકવાર મહાગઠબંધનની કવાયતમાં લાગી ગયા છે. 23 જૂને પટનામાં વિપક્ષી પાર્ટીઓની બેઠક બોલાવવામાં આવી છે. આ બધાની વચ્ચે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર તરફથી એક મોટું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે નિર્ધારિત સમય પહેલા લોકસભા ચૂંટણીની સંભાવના વ્યક્ત કરી છે.

ગમે ત્યારે ચૂંટણી થઈ શકે, તમારુ કામ ઝડપથી પૂરો કરો-નીતિશનો અધિકારીઓને આદેશ 
ગ્રામીણ નિર્માણ વિભાગની યોજનાઓના શિલાન્યાસ અને ઉદ્ઘાટન સમારોહમાં બોલતા નીતિશ કુમારે હતું કે, લોકસભાની ચૂંટણી ક્યારે યોજાશે તેની મને ખબર નથી. આવતા વર્ષે, કદાચ આ વર્ષના અંતે ચૂંટણીઓ યોજાઈ શકે છે. અધિકારીઓને નિર્દેશ આપતાં તેમણે કહ્યું હતું કે, "અમે શરૂઆતથી જ કહેતા આવ્યા છીએ કે ઉતાવળ કરો. જેટલું જલદી તમે તેને પૂર્ણ કરશો, તેટલું સારું. ચૂંટણી ક્યારે યોજાશે, તે કોઈને ખબર છે? આવતા વર્ષે ચૂંટણી થાય તે જરૂરી નથી, વહેલા પણ થઈ જાય. છે. તેથી તમારુ કામ ઝડપથી પૂરુ કરો. 

 ચૂંટણી સમયસર યોજાશે-ભાજપે નીતિશનો દાવો નકારી કાઢ્યો 
ભાજપે નીતિશ કુમારના દાવાને નકારી કાઢ્યો છે અને કહ્યું છે કે ચૂંટણી સમયસર યોજાશે. ભાજપના નેતા અરવિંદ કુમાર સિંહે કહ્યું કે ચૂંટણી સમયસર થશે. નીતિશ કુમાર ડરી ગયા છે, એટલે જ તેઓ આવા નિવેદનો આપી રહ્યા છે.

23 જૂને પટનામાં વિપક્ષની મોટી બેઠક 
23 જૂને પટણામાં નીતિશ કુમારના આહવાન પર વિપક્ષી પાર્ટીઓની બેઠક થવાની છે. તેમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ હાજરી આપશે. આ ઉપરાંત કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, મમતા બેનર્જી, ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર, કેજરીવાલ, હેમંત સોરેન, સ્ટાલિન, અખિલેશ યાદવ, સીતારામ યેચુરી, ડી રાજા, દીપાંકર ભટ્ટાચાર્ય સહિતના ડાબેરી નેતાઓ પણ આ બેઠકમાં હાજરી આપશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ